સોશિયલ મીડિયાના જમાનામાં બનાવવાનો ક્રેઝ ખુબ જ ઝડપથી વધતો જઈ રહ્યો છે. રીલ બનાવવા માટે અમુક લોકો કોઈપણ જગ્યાએ અને કોઈપણ સમયે રીલ બનાવવા લાગે છે. એ જ કારણ છે કે આજે સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ ઉપર રિલ્સની ભરમાર જોવા મળે છે. રસ્તા ઉપર થી લઈને મેટ્રો સુધી રીલ બનાવવાનો આ ક્રેઝ તમને ખુબ જ સરળતાથી જોવા મળી જશે.
પાછલા અમુક દિવસોની અંદર દિલ્હી મેટ્રો સાથે જોડાયેલા એવા ઘણા વિડીયો વાયરલ થયેલા છે, જેમાં મુસાફરો યાત્રા કરવા દરમિયાન ડાન્સ કરવા લાગે છે અથવા તો અમુક અતરંગી હરકત કરીને રીલ બનાવવા લાગે છે. હવે આ ક્રમમાં ટ્રેનની અંદર રીલ બનાવી રહેલી યુવતીઓ નો વિડીયો ખુબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ગીત ઉપર અમુક યુવતીઓ ડાન્સ સ્ટેપ કરી રહી છે. આ યુવતીઓમાં એક યુવતી ટ્રેનની ઉપરવાળી સીટ ઉપર સુતા સુતા મુવ્ઝ કરી રહી છે. બીજી યુવતી નીચે ઊભા રહીને ડાન્સ સ્ટેપ કરતી જોવા મળી રહી છે. ત્યારબાદ જ્યારે કેમેરાનો શૉટ બદલાય છે તો યુવતીઓનું એક ગ્રુપ સ્ટેપ કરવા લાગે છે. આ દરમિયાન જોઈ શકાય છે કે ટ્રેનમાં ઘણા બધા લોકો હાજર હોય છે. જોકે આ યુવતીઓ તે બાબતને નજરઅંદાજ કરીને પોતાની રીલ બનાવે છે.
Bhai mere se train mein logo ke aage khana bhi khaya nhi jata😔😭 pic.twitter.com/esLxk9ymom
— whydahi(Himesh’s version) (@vaidehihihaha) May 4, 2023
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ વિડીયો પર નેટીજન્સ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને ૩ લાખથી પણ વધારે વ્યુ મળી ચુક્યા છે. તેની સાથો સાથ આ વિડીયો ઉપર હજારો લોકોએ લાઇક પણ કરેલ છે. લોકો આ વિડીયો ઉપર અઢળક કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરને લખ્યું હતું કે, “જો હું ટ્રેનમાં હોત તો મારું હસવાનું રોકી શકત નહીં.” તો વળી અન્ય એક લખ્યું હતું કે, “મને ટ્રેન ચલાવવા વાળા ભાઈ સાથે મુલાકાત કરાવી દો.”