આ કંપની આપી રહી છે દર મહિને લાખો રૂપિયા કમાવવાનો મોકો, ફક્ત ૧ લાખનું રોકાણ કરીને મહિને ૮-૧૦ લાખ કમાઓ

આજનાં સમયમાં દરેક લોકો પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે, પરંતુ તેના માટે ખુબ જ પૈસાની જરૂરિયાત પડે છે. જો તમે પણ પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો અથવા વધારાની આવક બનાવવા માંગો છો, તો તમારી પાસે શાનદાર અવસર છે. જ્યાં તમે ખુબ જ ઓછા રોકાણમાં પોતાનો બિઝનેસ શરૂ કરી શકો છો. હકીકતમાં રતન ટાટાનાં રોકાણ વાળી સ્ટાર્ટઅપ કંપની જેનરીક આધાર (Generic Aadhaar) આ અવસર તમને આપી રહી છે. આ કંપની ની ફ્રેન્ચાઇઝી દ્વારા તમે ખુબ જ સારા પૈસા કમાઇ શકો છો. તો ચાલો તેના વિશે અમે તમને વિગતવાર અમારા આર્ટિકલમાં જણાવીએ.

ફક્ત ૧ લાખ રૂપિયા લગાવીને શરૂ કરો વેપાર

જો તમે ઓછા રોકાણ માં ખુબ જ સારો નફો મળે તેવો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો આ તમારા માટે ખુબ જ સારો વિકલ્પ છે. જેનેરીક આધાર ની ફ્રેન્ચાઇઝી કોઈપણ વ્યક્તિ લઈ શકે છે. વેપાર શરૂ કરવા માટે તમારે ફક્ત ૧ લાખ રૂપિયા રોકાણ કરવાના રહેશે. આ ફ્રેન્ચાઇઝી નો સૌથી મોટો ફાયદો એ છે કે કંપની પોતાના પાર્ટનર્સને ૪૦% સુધીનું માર્જિન આપે છે. જ્યારે મોટી દવા કંપનીઓ ૧૫-૨૦ ટકાથી વધારે માર્જિન આપતી નથી. કંપની ૧,૦૦૦ પ્રકારની જેનરિક દવાઓ ઉપલબ્ધ કરાવે છે. આ દવાઓ ઉપર ગ્રાહકોને ૮૦% સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળે છે.

તેમાં સૌથી મોટો ફાયદો એ છે કે કંપની જે પણ ઓનલાઇન દવાનો ઓર્ડર લેશે, જો તે તમારા શહેરનો હશે તો આ ઓર્ડર તમને મળશે. કંપની દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર મુંબઇ, ઉત્તર પ્રદેશમાં એવા ઘણા રિટેલર છે, જે કંપની ની ફ્રેન્ચાઇઝી લઈને દર મહિને ૮ થી ૧૦ લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે. જોકે આ કમાણી શહેર અને લોકેશન ઉપર નિર્ભર કરે છે.

ફ્રેન્ચાઇઝી લેવા માટે શું કરવું?

જેનરીક આધાર ની ફ્રેન્ચાઇઝી તે લોકોને મળે છે જે પહેલાંથી જ પોતાનો મેડિકલ સ્ટોર ચલાવી રહ્યા છે અથવા જે લોકો પોતાનો નવો સ્ટોર્સ શરૂ કરવા માંગે છે. જો તમે આ કંપનીની ફ્રેન્ચાઇઝી લો છો તો કંપની તરફથી તમને “જેનરીક આધાર” નો બ્રાન્ડ લોગો મળશે. સાથો સાથ બ્રાન્ડિંગ મટિરિયલ, ઇન-હાઉસ પ્રોડક્ટ અને મેડિસિન પર્સજ માટે ઇન-હાઉસ સોફ્ટવેર આપવામાં આવશે. તેના માટે તમારે ડ્રગ લાયસન્સ પણ લેવું પડશે.

જાણો કંપની વિશે

ભારતનાં સૌથી યુવા સંસ્થાપક અર્જુન દેશપાંડે નો જેનેરીક આધાર એક ફાર્મસી વ્યવસાય છે, જેને ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે કરી શકાય છે. જેનેરીક આધાર કંપનીની શરૂઆત ભલે મહારાષ્ટ્રના પુણેમાં થઈ હોય પરંતુ હવે તે ૧૮ રાજ્યમાં ૧૩૦ થી વધારે શહેરોમાં પહોંચી ચુકેલ છે. આ ફાર્મા કંપનીમાં રતન ટાટાએ પણ રોકાણ કરેલું છે.

કેવી રીતે કરશો આવેદન?

કંપની અનુસાર જો તમે આ કંપનીની સાથે જોડાઈને કમાણી કરવા માંગો છો તો તમારે સૌથી પહેલા કંપનીની વેબસાઈટ https://genericaadhaar.com/ પર જવાનું રહેશે અહીંયા તમને Business Opportunity નો Option જોવા મળશે. અહિંયા ક્લિક કરીને ફ્રેન્ચાઇઝી માટે ઓનલાઈન ફોર્મ ઓપન થઇ જશે. તે સિવાય વ્યવસાય વિશે વધારે જાણવા માટે અને ફોર્મ ભરવા માટે તમે આ લિંક ઉપર જઈ શકો છો – https://genericaadhaar.com/franchise-opportunities.php . ફોર્મમાં નામ, મોબાઈલ નંબર, ઇ-મેલ આઇડી સહિત જરૂરી જાણકારી એન્ટર કરીને Submit નું બટન દબાવી દેવું.