આ સાઇકલ ૫૦ રૂપિયામાં ચાલશે ૧૦૦૦ કિલોમીટર, ફોનની જેમ ચાર્જ થશે, કિંમત પણ ખુબ જ વ્યાજબી

Posted by

ભારતમાં સામાન્ય માણસ સામે જો કોઈ મોટી સમસ્યા છે તો તે છે મોંઘવારી. મોંઘવારી અને પેટ્રોલ-ડિઝલનાં વધતા ભાવે સામાન્ય માણસની કમર તોડી નાંખી છે. સામાન્ય માણસ આજે વિચારી પણ નથી શકતો કે તે કેવી રીતે પેટ્રોલ ડીઝલનાં વધતા ભાવનો સામનો કરશે. આજે કોઈપણ ગાડી ખરીદતી પહેલા તે ૧૦૦ વખત વિચારે છે. તેની વચ્ચે જ અમે તમારા માટે  એક રાહતનાં સમાચાર લઈને આવ્યા છીએ.

ઈ-સાયકલ પુણે સ્થિત NEXZU Mobility (નેક્સઝૂ મોબિલિટી) એક સ્ટાર્ટઅપ છે, જે આપણા બધાની અપેક્ષા ઉપર ખરી ઉતરશે. અતુલ્ય મિતલે આ સ્ટાર્ટઅપ ૨૦૧૫માં શરૂ કર્યું હતું. તેનું જૂનું નામ અવાન મોટર્સ હતું, જે ઈ-સાઇકલ અને ઇ-સ્કુટર બનાવતું હતું.

આ ઈ-સાયકલ વિશે જણાવતા અતુલ્ય કહે છે કે તેમનું ઈવી મોડલ ફક્ત સસ્તું નથી, પરંતુ તે પર્યાવરણને ધ્યાનમાં રાખી બધા જ માપદંડો ઉપર ખરું ઉતરે છે. અતુલનાં જણાવ્યા મુજબ એક ઈવી ને ચલાવવાનો ખર્ચ ૨૦ પૈસા પ્રતિ કિલોમીટર આવે છે, જ્યારે પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનોમાં ખર્ચ ૧.૫ રૂપિયા પ્રતિ કિલોમીટર પડે છે. તેની સાથે જ તેમણે કહ્યું ૧૦ રૂપિયામાં ચાર્જ કરવા ઉપર અમારી સાયકલ ૧૫૦ કિલોમીટર અને સ્કૂટર ૪૫ કિલોમીટર સુધી રસ્તો કાપી લે છે. વળી ૫૦ રૂપિયામાં તે સાઇકલ ૧,૦૦૦ કિલોમીટર સુધી ચાલે છે.

તમારા શહેરમાં જો વીજળીની કિંમત પ્રતિ યુનિટ લગભગ ૮ રૂપિયા છે, તો ચાર્જિંગ માટે તમારે વીજળીના ફક્ત ૧૦ રૂપિયા ખર્ચવાના થશે. તેની સાથે જ આ શાનદાર સાયકલ પૂરી રીતે મેડ ઈન ઈન્ડિયા છે. તેમનો દરેક ભાગ ભારતમાં બનેલો છે. તેમાં ઘણા ઓછા પાર્ટ ઉપયોગમાં લેવામાં આવ્યા છે, જેના લીધે તેનો વજન ઓછો છે. સાથે જ સારસંભાળમાં ઘણો ઓછો ખર્ચ આવે છે.

આ ઈ-સાયકલ સૌથી ખાસ વાત એ છે કે તેને ચાર્જ કરવી ખૂબ જ સરળ છે. તેને તેમે કોઈ પણ ફોન અથવા લેપટોપની જેમ બેઝિક સોકેટ દ્વારા ક્યાંય પણ ક્યારેય પણ ચાર્જ કરી શકો છો. તમે ઈ-સાયકલને બે વેરિઅંટ્સ Rompus+ (રોમપસ પ્લસ) અને Roadlark માં જોઈ શકો છો. જો તેની કિંમત વિશે વાત કરવામાં આવી તો આ Rompus+ (રોમપસ પ્લસ) સ્ટાઇલિશ ઇલેક્ટ્રીક સાયકલની કિંમત ૩૧,૯૮૦ રૂપિયા છે. વળી વધારે રેન્જવાળી Roadlark ની કિંમત ૪૨,૩૧૭ રૂપિયા રાખવામાં આવી છે.

આ શાનદાર ઇલેક્ટ્રિક સાયકલ માં 36V, 250 WUB HUB બ્રશલેસ DC (BLDC) મોટરને લગાવવામાં આવી છે. તેમાં 36V, 5.2Ah લિથીયમ આયન પણ હાજર છે. આ બેટરી આ સાઈકલને ૭૫૦ સાયકલ બેટરી જેટલી લાઇફ આપે છે.

આ બેટરીને તમે ૨.૫ થી ૩ કલાક સુધી ફૂલ ચાર્જ કરી શકો છો. જો તમે આ શાનદાર સુપર સાઈકલને ખરીદવા માંગતા હોય તો તમે નેક્સઝૂ ડીલરશીપ ઉપર જઈને તેને તમે પોતાની બનાવી શકો છો. તેની સાથે જ આ કંપનીની વેબસાઈટ માં પણ ઓનલાઇન ખરીદી શકો છો. આ બંને ખુબ જ જલ્દી એમેઝોન અને અન્ય પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *