કોરોના વાયરસની મહામારી થી સમગ્ર દુનિયા ડરેલી છે. કોરોનાનાં વાયરસની વચ્ચે હવે આફ્રિકી દેશમાં એક ઘટના બની છે. જેનાથી બધા જ લોકોનાં હોશ ઉડી ગયા છે. સોશિયલ મીડિયા પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે કે હવે દુનિયાનો અંત થઇ જશે. હકીકતમાં આફ્રિકી દેશ નાઈઝરની રાજધાનીમાં એક વિશાળ રેતીનું તોફાન આવ્યું હતું. આ દરમિયાન અચાનક જ સમગ્ર આકાશ લાલ થઇ ગયું હતું. આકાશનો રંગ બદલી ગયો લોકો તેને જોઈને પરેશાન અને ડરી ગયા હતા.
લોકોએ ટ્વિટર પર ફોટો પોસ્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. લોકોએ લખ્યું કે નાઈઝરમાં રેતીના તોફાન બાદ વાદળોનો રંગ બદલી ગયો છે અને લાલ થઈ ગયો છે. લોકડાઉનની વચ્ચે સોશિયલ મીડિયામાં આ પ્રકારની તસવીરો શેયર કરવામાં આવી હતી. જેને લઇને લોકો એ અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી હતી. એક યુઝર તો એવું પણ લખ્યું કે, “લાગી રહ્યું છે કે હવે દુનિયા ખતમ થઇ જશે.”
વળી એક યૂઝરે લખ્યું કે, “નાઈઝર થી અવિશ્વસનીય તસવીરો સામે આવી છે. અહીંયા પર મારો ભાઈ અને તેનો પરિવાર રહે છે. નાઈઝર માં રેતીનાં તોફાનને કારણે વાદળો પણ લાલ રંગના થઈ ગયા છે.” જાણકારી અનુસાર શુષ્ક વાતાવરણ દરમિયાન પશ્ચિમ આફ્રિકામાં ધુળથી ભરેલ ઝડપી પવનો અને રેતીનું તોફાન આવ્યું હતું. આ દરમિયાન ઝડપી હવાની સાથે ધુળ ઉડતી હતી. જેના કારણે ઘણી વખત આકાશનો રંગ લાલ થઈ જતો હતો.
હકીકતમાં, લોકોએ આ તસ્વીર એટલા માટે પણ ખૂબ જ શેયર કરી હતી. કારણ કે આ પહેલાં તેઓએ ક્યારેય આવી ઘટના જોઇ ન હતી. આકાશનો રંગ અચાનકથી લાલ થઈ જવી લોકો માટે એક અદભૂત ઘટના છે. એ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર આ તસ્વીરો ખૂબ જ વાયરલ થઇ રહી છે. નાઈઝરની રાજધાનીમાં દિવસના ૨ વાગ્યે વાતાવરણમાં એવો પલટો થયો કે લોકોને સમજ માં નહોતો આવી રહ્યું કે શું થઈ રહ્યું છે.
એક યુઝરની વાત પરથી તેવું લાગી રહ્યું હતું. તેણે અલગ અલગ બે તસ્વીરો પોસ્ટ કરી. જેમાં એક નો રંગ ખુબ જ લાલ છે, તો બીજી તસવીરમાં રંગ ખૂબ જ ડરામણું દેખાઈ રહ્યો છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર ઘણા સમય સુધી ચાલેલા આ રેતીના તોફાનને કારણે અસ્થાયી રૂપથી હવાઈ ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો હતો. ફક્ત એટલું જ નહીં પરંતુ રિપોર્ટ અનુસાર અમુક લોકો એટલા ડરી ગયા હતા કે તેઓ ઘરને બદલે સડકો પર ભાગી રહ્યા હતા.
પરિસ્થિતિ એવી થઈ ગઈ હતી કે ઘરની બાલ્કની થી આગળ લોકોને કંઈ દેખાઈ રહ્યું ન હતું. આ દરમિયાન ખૂબ જ રેતી ઊડી રહી હતી. બધા પોતાના ઘરમાં કેદ થઇ ગયા હતા અને તોફાનનાં રોકાવવાની રાહ જોઈ રહ્યા હતા.