આ ડાયટ પ્લાનની મદદથી તમે ફક્ત ૭ દિવસમાં વજન ઘટાડી શકશો, જાણો ડાયટ પ્લાન વિશે

તમે એક સપ્તાહ બાદ થનાર કોઈપણ પાર્ટીમાં સ્લિમ અને ફિટ દેખાવવા માંગો છો, શોર્ટ ડ્રેસ પહેરવા માંગો છો. તમારી અંદર પાર્ટીમાં જવા માટેનો જબરજસ્ત ઉત્સાહ છે, પરંતુ તમારા શરીર પર ચડી ગયેલી અમુક ચરબી તમને પરેશાન કરી રહી છે. આ પાર્ટીમાં જવા માટે તમે વિચારી રહ્યા છો કે તમે પોતાનું વજન કેવી રીતે ઘટાડો અને પોતાની દિનચર્યામાં બદલાવ કેવી રીતે લાવવો.

વળી વજન ઘટાડવું મુશ્કેલ નથી, બસ તમારે એક એવા ફિટનેસ પ્લાનની જરૂરિયાત છે, જે ફક્ત ૭ દિવસમાં તમારી ફિટનેસ સાથે જોડાઈને તમારા સપના પૂરા કરી આપે. તમારે પોતાની ડાયટમાં મીઠાની માત્રા ઓછી કરવાની છે. તો ચાલો જાણીએ કે આખરે ૭ દિવસમાં વજન કેવી રીતે ઘટાડી શકાશે.

  • સવારે ઊઠતાની સાથે જ દરરોજ એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક લીંબુનો રસ અને એક ચમચી મધ ઉમેરીને પીવાનું શરૂ કરી દો.
  • જંકફૂડનું સેવન બંધ કરી દો. ક્યારેક-ક્યારેક જંકફૂડ ખાવાની આદતનો પણ ત્યાગ કરી દો.
  • એક નિશ્ચિત સમય પર ભોજન લેવું. તે સિવાય ઊંઘ લેવાના ૨ કલાક પહેલા ભોજન લેવું.
  • ભોજનમાં રહેલ કુત્રિમ અથવા વધારાનું સુગર લેવાથી બચવું. તે સિવાય વધારે પડતું તેલ અને મસાલા ભોજનનું સેવન કરવું નહીં.
  • ભોજનમાં ફાઈબરની માત્રા વધુમાં વધુ લેવી.
  • ફળો અને લીલા શાકભાજીને પોતાની ડાયટમાં વધારવા.

  • સાદી બ્રેડને બદલે ઓટ મીલ બ્રેડ અથવા મલ્ટી ગ્રેઇન બ્રેડનો ઉપયોગ કરવો.
  • ફુલ ક્રીમ દૂધના ઉત્પાદનોને છોડીને ટોન્ડ દૂધ અને ટોન્ડ દૂધથી બનેલ દહીં, પનીર અને અન્ય સામગ્રીનો ઉપયોગ કરવો.
  • દરરોજ ૩૦ થી ૪૫ મિનિટ સુધી ચાલવું. દિવસમાં બે થી ત્રણ વખત ચાલવા માટે જવું. મોર્નિંગ વોક સિવાય લંચ અને ડિનરના સમય બાદ પણ ચાલવું. લંચ બાદ વોક કરવાથી થાક લાગશે નહીં.
  • જો તમે રાત્રે ૮:૩૦ વાગ્યે ભોજન કરો છો, તો રોટલી અને ભાત સિવાય દાળ અને શાકભાજીને પ્રાથમિકતા આપવી. રાતનું ભોજન હળવું રાખવું.
  • આખા દિવસમાં ૧૨ થી ૧૫ ગ્લાસ પાણી પીવું. સંભવ હોય તો પાણી વધારે પીવું.

  • ગમે ત્યારે કોઈ પણ વસ્તુ ખાઈ લેવી નહીં. ફ્રીજ ખોલીને તેમાંથી કંઈને કંઈ ખાઈ લેવું નહીં.
  • ભોજન જ્યારે પણ કરો, ૧૫ થી ૨૦ મિનિટ સુધી આરામથી ચાવી-ચાવીને ખાવું.
  • ફળ અને શાકભાજી ઋતુ અનુસાર ખાવા.
  • રોટલી પણ ઘી અથવા માખણ લગાવવું નહીં.
  • લોટમાં સોયાબીન અથવા ચણા વગેરે ઉમેરવા.
  • જો તમારું કામ બેઠાડું છે, તો દરેક કલાક બાદ ૫ મિનિટ માટે જરૂરથી ચાલવું.
  • હંમેશા સક્રિય રહો. જીમ ત્યારે જ જોઈન કરવું જ્યારે શરીરનાં કોઈ એક ભાગને ફીટ કરવાનો હોય, પરંતુ ફિટ રહેવા માટે જીમ જોઇન કરવું નહીં. કારણકે મોટાભાગના લોકો દરરોજ જીમ જઈ શકતા નથી. એટલા માટે દરરોજ હળવા વ્યાયામ પર ધ્યાન આપવું.

  • નારિયેળ પાણી અને લીંબુ સોડા વગેરેનું સેવન કરતા રહેવું. તે ફક્ત તમારું વજન ઓછું નહીં કરે, પરંતુ ટોક્સિન ઘટાડવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.
  • રીચ ફૂડ જેમ કે ચોકલેટ, કેક, ટોફી, આઈસક્રીમ, કેન્ડી વગેરે બિલકુલ ખાવા નહીં.
  • ઓવર ઇટીંગ કરવું નહીં અને વચ્ચે વચ્ચે ભૂખ લાગે તો સલાડ ગાજર, કાકડી, બાફેલા ચણા, મમરા વગેરે ખાઈ શકો છો.
  • ૭ દિવસ માટે તમે આ ડાયટ ચાર્ટ પર અમલ કરો અને પછી જુઓ કેવી રીતે તમારું ફિગર ફિટ બની જાય છે અને તમે શોર્ટ ડ્રેસિસ પહેરી શકો છો.