આ ડાયટ પ્લાનની મદદથી તમે ફક્ત ૪ સપ્તાહમાં વજન ઘટાડી શકશો, જુઓ ડાયટ પ્લાન

Posted by

મોટાભાગે વજન વધી ગયા બાદ લોકો સૌથી પહેલાં પોતાનો ડાયટ પ્લાન બદલે છે અને પાતળા થવા માટેના ડાયટ પ્લાનનું પાલન કરવા લાગે છે. યોગ્ય ડાયટ લેવાથી વજન પર અસર પડે છે અને વજન ઓછું થવા લાગે છે. એટલા માટે પાતળુ શરીર મેળવવા માટે ડાયટ પ્લાન મહત્વનો ભાગ ભજવે છે. જે લોકો ખોટો ડાયટ-પ્લાન પસંદ કરે છે તેમનું વજન વધવા લાગે છે અને તેઓ સ્થૂળતાનો શિકાર બની જાય છે.

જો તમે પણ સ્થૂળતાનો શિકાર થયા છો અને પોતાનું વજન જલ્દી ઓછું કરવા માંગો છો, તો આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ ડાયટ પ્લાન ફોલો કરો. આ ડાયટ ફોલો કરવાથી થોડા જ મહિના ની અંદર તમારું વજન ઘટવા લાગશે અને તમને છુટકારો મળી જશે.

પાતળા થવા માટેનો ડાયટ પ્લાન

કેલેરી યુક્ત ભોજન લેવાથી વજન વધે છે. એટલા માટે જરૂરી છે કે તમે જે પણ ખાઓ, તેમાં કેલરી ઓછી હોવી જોઈએ. વજન ઓછું કરવા માટે પોતાની ડાયટમાં ફક્ત તે ચીજોને સામેલ કરો, જેની અંદર કેલરી વધારે હોય નહીં. પાતળા થવા માટે ડાયટ પ્લાનને તમે એક સપ્તાહ સુધી ફોલો કરો. નીચે અમે તમને ૧૫૦૦ કેલરી વાળો ડાયટ ચાર્ટ બનાવીને આપ્યો છે અને આ ચાર્ટને ફોલો કરવાથી વજન ઓછું કરી શકાય છે.

પહેલા સપ્તાહ નો ડાયટ પ્લાન

  • સવારે જલ્દી ઉઠવું અને સૌથી પહેલાં એક કપ મેથીનું પાણી પીવો.
  • નાસ્તો સવારે ૮:૩૦ વાગ્યા સુધી કરી લો. નાસ્તો કરતા પહેલા ચાર બદામ ખાઓ. બદામ ખાઈ લીધા બાદ ત્રણ ઇડલી અને એક કટોરી સાંભાર પીવો. ત્યારબાદ તમે ઈચ્છો તો એક કપ ગ્રીન ટી પણ લઈ શકો છો.
  • સવારે ૧૦:૦૦ થી ૧૦:૩૦ ની વચ્ચે મલાઈ વગરનું દૂધ પીવો અથવા એક ગ્લાસ જ્યૂસ પીવો.
  • બપોરના સમયે ૧:૦૦ સુધીમાં ભોજન લઇ લો અને ભોજનમાં ફક્ત ત્રણ રોટલી અને એક વાટકો દાળ, મિક્સ સબ્જી અને સલાડ લેવું. તમે ઈચ્છો તો એક કટોરી દહીં પણ ખાઈ શકો છો.
  • સાંજે ૪:૦૦ એક કપ અંકુરિત મગ અથવા સલાડ બનાવીને ખાવા.
  • રાતના ૭:૩૦ ડિનર કરી લો અને ડિનરમાં 3 રોટલી, અડધો વાટકો દાળ, અડધો વાટકો દહીં અને એક વાટકો સલાહ લો. વળી સૂતા પહેલાં ૧ ગ્લાસ દૂધ પીવો અને દૂધમાં ખાંડ નાખવી નહીં.

બીજા સપ્તાહનો ડાયટ પ્લાન

  • સવારે ૭:૩૦ વાગ્યે કપ મેથીનું પાણી પીવો.
  • નાસ્તો ૮:૩૦ વાગ્યા સુધી કરો અને નાસ્તામાં એક કપ ગ્રીન ટી, ચાર બદામ અને બ્રાઉન બ્રેડ ખાઈ શકો છો.
  • બ્રાંચમાં ૧૦:૩૦ મોસંબીનું જ્યૂસ પીવો.
  • બપોરે ૧:૦૦ ભોજન લઇ લો અને ભોજનમાં ૩ રોટલી, થોડા ભાત, શાક, સલાડ અને એક કટોરી દહીં લો.
  • સાંજે ૪:૦૦ નારિયેળનું પાણી અને દ્રાક્ષ અથવા તરબૂચ ખાઓ.
  • રાત્રીના ૭:૩૦ બે રોટલી, દાળ, શાક લઈ શકો છો અને સૂતા પહેલાં મલાઈ વગરનું દૂધ પીવો.

બીજા સપ્તાહમાં તમને ફરક દેખાવા લાગશે અને શરીરમાં જમા થયેલ ફેટ ઓછી થવા લાગશે. આ ડાયટ પ્લાનમાં કેલરીની માત્રા ફકત ૧૪૦૦ જેટલી છે. વળી ત્રીજા સપ્તાહ શરૂ થતાં પહેલાં પાતળા થવા માટેનો ડાયટ પ્લાન બદલી દો અને નીચે બતાવવામાં આવેલ ડાયટ પ્લાન નું પાલન કરો.

ત્રીજા સપ્તાહનો ડાયટ પ્લાન

  • સવારે ૭:૩૦ એક ગ્લાસ લીંબુ પાણી પીવું.
  • સવારે નાસ્તો ૮:૩૦ વાગ્યા સુધીમાં કરી લેવો અને નાસ્તામાં એક કટોરી દલિયા, ગ્રીન ટી અને ચાર બદામ લેવી.
  • બ્રંચ ૧૦:૩૦ કરો અને તેમાં બાફેલા ઈંડા અને ફળોનો જ્યુસ પીવો.
  • બપોરે ૧:૦૦ એક રોટલી, થોડા ભાત, એક વાટકો દાળ અથવા શાક, એક વાટકો સલાડ અને ૧ કપ દહીં લો.
  • સાંજે ૪:૦૦ એક કપ ગ્રીન ટી અને બિસ્કિટ ખાઇ શકો છો.
  • સાંજે ૭:૩૦ ૩ રોટલી, અડધો વાટકો દાળ, શાક અને સલાડ લઇ શકો છો. વળી સૂતા પહેલા એક કપ ગરમ દૂધ પીવું.

ત્રીજા સપ્તાહમાં આ ડાયટ લેવાથી વજન ઓછું થવા લાગશે અને શરીરમાં ઉર્જા પણ જળવાઈ રહેશે.

ચોથા સપ્તાહનો ડાયટ પ્લાન

  • સવારે ૭:૩૦ વાગ્યે એક ગ્લાસ લીંબુ પાણી પીવો.
  • નાસ્તો સવારે ૮:૩૦ કરી લો અને નાસ્તામાં ઉપમા, ગ્રીન ટી અથવા દૂધ અને ચાર બદામ ખાઓ.
  • બ્રંચ ૧૦:૩૦ કરો અને તેમાં ફળો અથવા ફળોનું જ્યૂસ પીવો.
  • બપોરે ૧:૦૦ ૩ રોટલી, શાક, દાળ, અડધો વાટકો સલાડ અને અડધો વાટકો દહીં ખાઓ.
  • સાંજે ૪:૦૦ એક કપ ગ્રીન ટી અને બિસ્કીટ ખાઓ.
  • રાતના ૭:૩૦ ૩ રોટલી, અડધો વાટકો દાળ-શાક અને સલાડ લેવું. વળી સૂતા પહેલાં એક કપ ગરમ દૂધ પીવું.

વજન ઘટાડવા માટે આ ડાયટ પ્લાનને ચાલુ રાખવો અને આ ડાયટ પ્લાન પુનરાવર્તિત કરતા રહો, જેના લીધે તમારું વજન ઓછુ થવા લાગશે. પાતળા થવા માટેનો ડાયટ પ્લાન ખૂબ જ અસરકારક સાબિત થશે અને તમે થોડા મહિનાની અંદર જ પોતાનું વજન ઓછું કરી શકશો. વળી આ ડાયટ પ્લાનની સાથે સાથે નીચે બતાવવામાં આવેલી વાતોને પણ ધ્યાનમાં રાખવી.

  • યોગ્ય ડાયટનું પાલન કરવાની સાથે સાથે તમે થોડા યોગા પણ કરો. કારણકે યોગા કરવાથી પણ વજન ઓછું કરી શકાય છે. જો તમને યોગા પસંદ નથી તો તમે જીમમાં પણ જઈ શકો છો.
  • તળેલું અને બહારનું ખાવાનું બિલકુલ ન ખાઓ. ફક્ત ઘરમાં બનાવેલા ખોરાકનું સેવન કરો અને ભોજન બનાવતા સમયે ઓછામાં ઓછું તેલ અને ઘી નો પ્રયોગ કરો.
  • ફ્રેન્ચ ફ્રાય, ચિપ્સ, વધારે સુગર વાળી ચીજો જેમ કે મીઠાઈ અને ખીર ખાવાથી બચવું. કારણ કે આ બધી ચીજો ખાવાથી વજન એકદમ વધી જાય છે.
  • દિવસભર ખુબ જ પાણી પીવું અને કામનો તણાવ લેવો નહીં.
  • ઓછામાં ઓછી ૮ કલાકની ઉંઘ લેવી.

4 comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *