દિવાળીને રોશની નો તહેવાર કહેવામાં આવે છે. આ દિવસે માં લક્ષ્મીની વિધિ-વિધાન પુર્વક પુજા કરવામાં આવે છે, જેથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે. તેની સાથે જ આ દિવસે ધન પ્રાપ્તિ માટે પણ ઘણા ઉપાય કરવામાં આવે છે, જેને કરવાથી સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ વખતે દિવાળી ૪ નવેમ્બરનાં રોજ આવી રહેલ છે અને આ દિવસે માં લક્ષ્મી ની આ પાંચ રાશિઓ પર વિશેષ કૃપા દ્રષ્ટિ રહેશે. તો ચાલો તમને અમારા આર્ટિકલમાં જણાવીએ કે તે નસીબદાર પાંચ રાશિઓ કઈ છે.
મિથુન રાશિ
દિવાળીનાં મહિનામાં ઘણા ગ્રહોનું પરિવર્તન થઈ રહ્યું છે, જેનાથી મિથુન રાશિવાળા લોકોને ખુબ જ ફાયદો થશે. જે લોકો વેપાર કરે છે અથવા તો ઉદ્યોગ ધંધા સાથે જોડાયેલા છે તેમને પોતાના ક્ષેત્રમાં મોટો લાભ મળશે. જે કાર્યમાં સંઘર્ષ કરવો પડી રહ્યો હતો, હવે તે સફળ થશે અને તેમાં લાભ મળશે. નોકરી કરતા લોકોને પોતાનું ટેલેન્ટ બનાવવાનો અવસર મળશે અને તેમાં સફળતા મળશે. બધા કાર્ય સંપન્ન થવા કે મન પ્રસન્ન રહેશે અને સાથોસાથ અચાનક ધનપ્રાપ્તિના યોગ બની રહ્યા છે, એટલા માટે આ દિવાળી તમારા માટે ધન-ધાન્યથી પુર્ણ રહેશે.
કર્ક રાશિ
કર્ક રાશિવાળા લોકોને પોતાની કારકિર્દીમાં ખુબ જ સારા અવસર મળશે અને તેમાં સફળતા પ્રાપ્ત થશે. વેપાર કરતા લોકોને પોતાના ક્ષેત્રમાં સારા લાભ મળશે, જેનાથી મન પ્રસન્ન રહેશે. આવકનાં નવા સ્ત્રોત બનશે, જેનાથી ખુબ જ સારો ફાયદો મળશે. જો તમારા પૈસા કોઈ જગ્યાએ અટવાયેલા છે તો તે તમને પરત મળી શકે છે. વેપારમાં પણ તમે ખુબ જ મોટી આવક મેળવી શકો છો. જો શેર માર્કેટ સાથે જોડાયેલા છો તો દિવાળી પર શેર માર્કેટમાંથી તમને ખુબ જ મોટો લાભ મળવાની સંભાવના છે.
તુલા રાશિ
૨૭ ઓક્ટોબરનાં રોજ સુર્યનો પ્રવેશ તુલા રાશિમાં થશે. જેનાથી તમને કારકિર્દી બનાવવા અને વ્યવસાયમાં સફળતા મેળવવામાં ઘણા લાભ પ્રાપ્ત થશે. તમારી આર્થિક સ્થિતિ મજબુત બનશે અને માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. પરિવારમાં હર્ષોલ્લાસ નું વાતાવરણ રહેશે. કોઈ નવા કામ તરફ તમારી રુચિ વધી શકે છે. અચાનક કોઇ જગ્યાએથી મોટા ધન લાભની સંભાવના છે.
મકર રાશિ
મકર રાશિવાળા લોકો માટે દિવાળીનો દિવસ તેમને પોતાના કાર્યમાં ઝડપથી સફળતા અપાવશે. આ દિવસે તમારો આત્મવિશ્વાસ વધશે અને તમને દરેક કાર્યમાં સફળતા મળશે. જે પરેશાનીઓ ચાલી રહી હતી તે ખતમ થઇ જશે. અચાનક ધનપ્રાપ્તિના યોગ બની રહ્યા છે, જે તમારા મનને ખુશ કરી દેશે. માતા લક્ષ્મી દિવાળી પર તમને ખુબ જ ખુશ કરવાના છે.
કુંભ રાશિ
૨૭ ઓક્ટોબર થી તમારા ગ્રહોની સ્થિતિ શુભ રહેશે, જેનાથી તમને ખુબ જ સારા પરિણામ મળવાના નિશ્ચિત છે. તમારી આવક વધશે અને આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે. કોઈપણ કાર્યને લઇને તમારા પ્રયાસ સફળ રહેશે. ધનની અછત હવે પુરી થઈ શકે છે. વેપારીઓને વેપારમાં લાભ મળશે અને અચાનક ધનપ્રાપ્તિના યોગ બની રહ્યા છે. ફસાયેલા પૈસા પરત મળી જશે. પ્રોપર્ટી માંથી તમને ધન લાભ મળી શકે છે.