કરોડપતિ બનવાનો અચુક મંત્ર, આ દિવાળીથી શરૂ કરો આ સાધના, જરૂર બની જશો કરોડપતિ

Posted by

દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તેની પાસે પોતાનું એક મકાન હોય અને તે મકાનમાં પરિવારનું જીવન દરેક સુખ સુવિધાઓથી સંપન્ન હોય. દરેક લોકો ધનવાન બનવાનું સપનું જુએ છે, તેના માટે લોકો મહેનત પણ કરતાં હોય છે. પરંતુ ખુબ જ ઓછા લોકો એવા હોય છે, જેમની મહેનત રંગ લાવતી હોય છે. આ દુનિયામાં અમીર બનવું કોઈ મુશ્કેલ કામ નથી. કરોડપતિ બનવા માટે જરૂરિયાત છે, તો બસ એક સાધનાની, બચત અને રોકાણનાં યોગ્ય મંત્રનું પાલન કરવાની. જો તમે પૈસા કમાઈને કરોડપતિ બનવા માંગો છો તો આ દિવાળીથી જ તેની શરૂઆત કરો. કારણ કે દિવાળીનો તહેવાર ધન સંપત્તિ અને સમૃદ્ધિનો છે. મોટાભાગનાં શુભકામ દિવાળીથી શરૂ થાય છે.

Advertisement

અમે તમને અમારા આર્ટિકલમાં ફાઈનાન્સિયલ એક્સપર્ટ ગુપ્ત મંત્ર જણાવીશું, જેની મદદથી તમે કરોડપતિ બની શકો છો. જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને ૧ કરોડ રૂપિયા કમાવવા માંગો છો તો લાંબી સમયમર્યાદામાં તમને કરોડપતિ બનવામાં મદદ કરવા માટે આ એક સરળ નિયમ છે.

કરોડપતિ બનવાનો મંત્ર

દિવાળીનાં દિવસે ઘણા બધા લોકો દિવ્ય શક્તિ પ્રાપ્ત કરવા માટે તંત્ર સાધના કરે છે, પરંતુ અમે તમને કરોડપતિ બનવાનો રોકાણનો મંત્ર જણાવવા જઈ રહ્યા છીએ. આ મંત્ર છે ૧૫-૧૫-૧૫ મ્યુચ્યુઅલ ફંડ રોકાણ મંત્ર. આ મંત્રની સાધના શરૂ કરતા પહેલા તમારી સાધનાની તૈયારી કરવાની રહેશે. આ તૈયારીમાં દર મહિને કરવામાં આવતી બચત, બચતમાં કયા દરથી વધારો થઈ રહ્યો છે, તેની ગણતરી મોંઘવારીનો દર, વગેરેનું અધ્યયન કરવાનું રહેશે. ત્યારે તમે ૧ કરોડ રૂપિયા પ્રાપ્ત કરી શકો છો.

શેરબજાર સ્વભાવથી અસ્થિર છે, પરંતુ સ્ટોક માર્કેટનો ઇતિહાસ છે કે લાંબી સમય મર્યાદામાં તે ઉપરની તરફ વધે છે. ઇક્વિટી માર્કેટમાં દર વર્ષે ૧૫ ટકાનું રિટર્ન મેળવવું સંભવ નથી, પરંતુ લાંબી સમય મર્યાદામાં અંદાજે ૧૫ ટકાનું વાર્ષિક રીટન પ્રાપ્ત કરી શકાય છે.

શું છે ૧૫-૧૫-૧૫ રોકાણનો મંત્ર

સંખ્યા “૧૫” નાં ઉપયોગનો નિયમ માત્ર ત્રણ વાતો વૃદ્ધિદર, સમય મર્યાદા અને બચતની માસિક રકમનો કરવામાં આવેલ છે. તેને એવી રીતે સમજી શકાય છે કે ૧ કરોડ રૂપિયા મેળવવા માટે તમારે ૧૫ ટકા રિટર્નનો ટાર્ગેટ લઈને ૧૫ વર્ષ માટે ૧૫ હજાર રૂપિયા દર મહિનાનું રોકાણ કરવાનું રહેશે. ૧૫ ટકા રિટર્ન + ૧૫ ટકા રોકાણ + ૧૫ હજાર રૂપિયા મહિનાની બચત = ૧ કરોડ રૂપિયા.

આ મંત્ર અને સરળતાથી આ રીતે સમજી શકાય છે કે ૧૫ વર્ષની અંદાજિત વાર્ષિક વૃદ્ધિ પર દર મહિને ૧૫ હજાર રૂપિયાનું રોકાણ કરીને ૧ કરોડ રૂપિયાની રકમ પ્રાપ્ત કરી શકાય છે.

  • લક્ષ્ય – ૧ કરોડ રૂપિયા
  • સમયમર્યાદા – ૧૫ વર્ષ
  • કુલ રોકાણ – ૨૭ લાખ
  • કુલ લાભ – ૭૩ લાખ રૂપિયા

આ મંત્ર સાધના તમારી લાંબી સમયમર્યાદા માટે બચતની શરૂઆત કરવાની એક કાચી રીત છે. તમે એક મોટી રકમ બનાવવા માટે એસઆઈપી નો ઉપયોગ કરી શકો છો. આદર્શ રૂપથી કોઈ પણ નિર્ધારિત લક્ષ્ય માટે બચત કરવા માટે તેમાં મોંઘવારીનો દર સામેલ કરીને ગણતરી કરવી જોઈએ અને ત્યારબાદ તેના માટે બચત શરૂ કરવી જોઇએ. એવું માનીને કે તમે ૧૫ વર્ષોમાં વાર્ષિક રિટર્ન ૧૫% ઉત્પન્ન કરવામાં સક્ષમ છો. તમારે દર મહિને ૧૫ હજાર રૂપિયા બચાવવાની જરૂરિયાત છે. આ રીતે તમે ૧૫ વર્ષ બાદ ૧ કરોડ રૂપિયાનો લક્ષ્ય પ્રાપ્ત કરી શકો છો.

કેવી રીતે કામ કરે છે મંત્ર

૧૫-૧૫-૧૫ મ્યુચ્યુઅલ ફંડ નિયમો બે મુખ્ય વાતોને ધ્યાનમાં રાખે છે. એક, રોકાણનો એસઆઈપી મોડ અને બીજો કમ્પાઉન્ડિંગ, જે રોકાણકાર માટે લાભનું કામ કરે છે. ૧૫-૧૫-૧૫ મ્યુચ્યુઅલ ફંડ રોકાણનાં નિયમોનું પાલન કરીને તમે બચતની આદત ઊભી કરી શકો છો. બચતની આદત બજારના ઉતાર-ચઢાવને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. કારણકે યુનિટ્સ એસઆઈપીનાં માધ્યમથી ખરીદવામાં આવે છે. જ્યારે બજારમાં મોટો ઘટાડો આવે છે તો એક જ એસઆઈપી પોર્ટફોલિયોમાં વધારે ફંડ જોડી શકાય છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.