આ ઇલેક્ટ્રિક સ્કુટર ફુલ ચાર્જિંગમાં ચાલશે ૨૪૦ કિલોમીટર, જાણો તેની કિંમત

Posted by

બેંગલુરુ સ્થિત ઇલેક્ટ્રિક વાહન સ્ટાર્ટઅપ સિમ્પલ એનર્જીએ એલાન કર્યું છે કે તેનું પહેલું ઈલેક્ટ્રીક સ્કુટર Simple One પહેલા ચરણમાં દેશભરમાં ૧૩ રાજ્યમાં લોન્ચ કરવામાં આવશે. ઈલેક્ટ્રીક સ્કુટરને ૧૫ ઓગસ્ટનાં રોજ બેંગલુરુમાં એક ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવશે. કંપનીનું કહેવું છે કે સિમ્પલ વન ઈલેક્ટ્રીક સ્કુટર લોન્ચિંગના દિવસે જ તેનું બુકિંગ શરૂ થઈ જશે.

પહેલા સ્ટેજમાં જે રાજ્યોમાં Simple One ને સ્કુટર લોન્ચ કરવામાં આવશે, તેમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, પંજાબ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, કેરલ, મહારાષ્ટ્ર અને ગોવા સામેલ છે. સિમ્પલ એનર્જીએ કહ્યું છે કે તેણે આ રાજ્યોના શહેરોમાં એક્સપિરિયન્સ સેન્ટર માટે જગ્યાની પસંદગી કરી લીધેલ છે, જેથી તેઓ જલ્દી તેનો વિસ્તાર કરી શકે. કંપનીની યોજના આવતા બે વર્ષમાં સમગ્ર દેશમાં પોતાનું વેચાણ વધારવા માટે ૩૫૦ કરોડ રૂપિયાથી વધારે રોકાણ કરવાની છે.

આ પહેલા ઇલેક્ટ્રિકલ વહીકલ નિર્માતા એ શરૂઆતના સ્ટેજમાં ફક્ત ૩ શહેરો બેંગ્લોર, ચેન્નઈ અને હૈદરાબાદમાં પોતાના ઈલેક્ટ્રીક સ્કુટરની લોન્ચની યોજના બનાવી હતી. જોકે તામિલનાડુનાં હોસુર સ્થિત પોતાના અત્યાધુનિક પ્લાન્ટનાં ઝડપથી વિકાસની સાથે કંપનીએ પહેલા સ્ટેજમાં પોતાનું વેચાણ વધારવાનો નિર્ણય કર્યો છે. સિમ્પલ એનર્જીના આ પ્લાન્ટમાં શરૂઆતમાં ૧૦ લાખ વાહનોની વાર્ષિક ઉત્પાદનની ક્ષમતા છે.

સિમ્પલ એનર્જીનાં સંસ્થાપક અને સીઈઓ સુહાસ રાજકુમારે કહ્યું હતું કે, “અમને ઈલેક્ટ્રીક વહીકલને બુક કરવા માટે દેશભરના ઘણા શહેરોમાં થી ઘણા બધા અનુરોધ મળી રહ્યા છે. કંપનીએ આ અનુરોધને પુરા કરવા અને સ્ટેજ વન યોજના અંતર્ગત શરૂ કરવાની આવશ્યકતા મહેસુસ કરી હતી.”

જણાવી દઈએ કે ઇલેક્ટ્રિક દ્વારા પણ ઘોષણા કરવામાં આવી છે કે તેઓ પોતાના પહેલા ઈલેક્ટ્રીક સ્કુટરને ૧૫ ઓગસ્ટનાં રોજ લોન્ચ કરશે. ભારતમાં હાલના સમયે ઘણા ઈલેક્ટ્રીક સ્કુટર છે, જે ઓલા ઈલેક્ટ્રીક સ્કુટરને ટક્કર આપશે. પરંતુ તેમાંથી Simple One એક હાઇ રેન્જ ઈલેક્ટ્રીક સ્કુટર છે. રિપોર્ટ અનુસાર ઈલેક્ટ્રીક સ્કુટર ફુલ ચાર્જ માં ૧૫૦ કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ આપી શકે છે. વળી Simple One ઈલેક્ટ્રીક સ્કુટર વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે ફુલ ચાર્જિંગ બાદ ૨૪૦ કિલોમીટર ની રેન્જ આપી શકે છે. તેવામાં Ola નાં ઇલેક્ટ્રિક સ્કુટરને સિમ્પલ વન તરફથી જોરદાર ટક્કર મળી શકે છે.

બેટરી અને ટોપ સ્પીડ

અત્યાર સુધીમાં આ સ્કુટરને માર્ક 2 કોડનેમ થી ઓળખવામાં આવતું હતું, પરંતુ ભારતીય બજાર માટે સિમ્પલ એનર્જીનાં આવનારા નવા સ્કુટરનું નામ સિમ્પલ વન રાખવામાં આવેલ છે. Simple One ઈલેક્ટ્રીક સ્કુટરને ભારતના ઘણાં અવસર પર ટેસ્ટિંગ દરમિયાન જોવામાં આવ્યું હતું. Simple One ઈલેક્ટ્રીક ટુ વ્હીલર એક લાંબા અંતરનું ઈલેક્ટ્રીક સ્કુટર છે, જેની ટોપ સ્પીડ ૧૦૩ કિલોમીટર પ્રતિ કલાક છે. કંપનીનો દાવો છે કે Simple One ફક્ત ૩.૬ સેકન્ડમાં ૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. તેમાં 4.8 kwh લિથિયમ આયન બેટરીનો ઉપયોગ કરવામાં આવેલ છે. જે 9.4hp નો પાવર અને 72 Nm ટોર્ક જનરેટ કરે છે.

૨૪૦ કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ

આ સ્કુટર એક વખત ફુલ ચાર્જિંગ બાદ ઇકો મોડમાં ૨૪૦ કિલો મીટર સુધીનું અંતર કાપી શકે છે. લોન્ચિંગ બાદ ભારતીય બજારમાં તેનો મુકાબલો એથર 450X. બજાજ ચેતક અને ટીવીએસ આઈક્યૂબ અને ઓલા નાં આવનાર સ્કુટર સાથે થશે. સિમ્પલ વન સ્કુટરની સાથે ફાસ્ટ ચાર્જિંગ સિસ્ટમ પણ મળશે. જોકે આ સ્કુટરને ઘરના સામાન્ય સોકેટ થી ચાર્જ કરી શકાય છે. ફાસ્ટ ચાર્જિંગ સિસ્ટમ દ્વારા તેને ફક્ત ૨૦ મિનિટમાં ૫૦ ટકા અને ૪૦ મિનિટમાં ૮૦ ટકા સુધી ચાર્જ કરી શકાય છે. વળી ફુલ ચાર્જિંગમાં અંદાજે ૧ કલાક અને પ મિનિટનો સમય લાગશે. જોકે તેના વિશે વધારે જાણકારી સ્કુટરના લોન્ચ બાદ જાણવા મળશે.

કેટલી હશે કિંમત

કિંમતની વાત કરવામાં આવે તો સિમ્પલ એનર્જી પોતાના ઈલેક્ટ્રીક સ્કુટરને ખુબ જ પ્રતિસ્પર્ધા કિંમતમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપની આ સ્કુટરને ૧.૧૦ લાખ રૂપિયાથી ૧.૨૦ લાખ રૂપિયા સુધીની કિંમતમાં લોન્ચ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *