આ ફિલ્મી સિતારાઓનો મેકઅપ થયો હતો સૌથી મોંઘો, લુક બદલવામાં એક ફિલ્મ બની જાય એટલો ખર્ચ થયેલો

Posted by

ફિલ્મ યુવાનોનાં મનોરંજન મહત્વનું સાધન છે. કોઈપણ ફિલ્મને પસંદ ત્યારે જ કરવામાં આવે છે, જ્યારે તેમાં જોવા મળતા અભિનેતા અને અભિનેત્રીઓ સારા લુક અને સારા ડાયલોગ આપતા હોય. વળી સારા લુક વગર આજકાલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ટકવું પણ મુશ્કેલ છે. તવામાં શું તમે જાણો છો કે અભિનેતાને સારો લુક આપવા માટે તેમના પર ફિલ્મ મેકર ઘણો હેવી મેકઅપ કરે છે? જી હાં, આ મેકઅપ જેટલો સારો હોય છે, એટલો જ વધારે ખર્ચાળ પણ હોય છે. ઘણી વખત ફિલ્મ મેકરને રોલનાં હિસાબથી મેકઅપ માટે કરોડો રૂપિયા પણ ખર્ચ કરવા પડે છે. આજે આ પોસ્ટમાં અમે તમને થોડા એવા એક્ટર્સ વિશે જણાવીશું, જેમના લુકને પાત્ર અનુસાર કરવા માટે મેકર્સે લાખો-કરોડો નો ખર્ચો કરવો પડ્યો.

અક્ષય કુમાર (રોબોટ 2.O)

બોલીવુડનાં ખીલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર પોતાની સારી એક્ટિંગનાં ટેલેન્ટ માટે જાણીતા છે. તેમણે પોતાની ફિલ્મી કારકિર્દીમાં એકથી એક ચડિયાતી હિટ ફિલ્મ આપી છે. જ્યારે તેમની ફિલ્મ રોબોટ 2.O માટે તેમણે ઘણી મહેનત કરવી પડી હતી. તેમાં અક્ષય કુમારને વિલનનો કિરદાર નિભાવવા માટે હેવી મેકઅપ કરવામાં આવ્યો હતો. આવા મેકઅપને લીધે અક્ષય કુમાર પોતાને પણ ઓળખી શકતા ન હતા. આ મેકઅપ માટે ફિલ્મ મેકરે તેમના પર ૪૦૦ કરોડથી વધારે રૂપિયા ખર્ચ કર્યા હતા. ત્યારબાદ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ.

ઋષિ કપુર (કપુર એન્ડ સન્સ)

ભલે ઋષિ કપુર આજે આ દુનિયામાં નથી રહ્યા, પરંતુ તેમની એક્ટિંગને આજે પણ ઘણી યાદ કરવામાં આવે છે. વળી તેમણે ઘણી હિટ ફિલ્મો બોલીવુડને આપી છે. પરંતુ ફિલ્મ કપુર એન્ડ સન્સ દરમિયાન તેમને ૯૦ વર્ષનાં વૃધ્ધ બતાવવામાં આવ્યા હતા. તેમાં વૃદ્ધ દેખાવા માટે તેમણે ઘણો મેકઅપ કરાવવા પડ્યો હતો. આ મેકઅપની ફી લગભગ દોઢ કરોડ રૂપિયા હતી.

લારા દત્તા (બેલબોટમ)

હાલનાં દિવસોમાં અક્ષય કુમારની ફિલ્મ બેલ બોટમ ની ઘણી ચર્ચાઓ થઈ રહી છે. જે હાલમાં જ રીલિઝ થઈ છે. આ ફિલ્મમાં લારા દત્તાએ પુર્વ પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધીનો કિરદાર નિભાવ્યો છે. રોલમાં ફિટ બેસવા માટે લારા દત્તાને ઘણો મેકઅપ કરાવવા પડ્યો છે. ત્યારબાદ તેનો વાસ્તવિક ચહેરો ઓળખવો પણ મુશ્કેલ લાગે છે. આ ફિલ્મમાં મેકઅપનાં બદલામાં મેકર્સે ભારે રકમ ચુકવવી પડી હતી. આ ફિલ્મ હવાઈ જહાજને હાઇજેક કરવા પર બનાવવામાં આવી છે. જે સિનેમાઘરમાં ૧૯ ઓગસ્ટે રીલિઝ થઈ છે.

રાજકુમાર રાવ (રાબતા)

સુશાંત સિંહ રાજપુતની ફિલ્મ “રાબતા” માટે રાજકુમાર રાવને એવો મેકઅપ કરવામાં આવ્યો કે તે પોતાને પણ ઓળખી શકતા ન હતા. આ કિરદાર માટે મેકઅપમાં ઘણા રૂપિયા ખર્ચ થયા હતા. ભલે આ ફિલ્મ સુપરહિટ સાબિત ન થઈ હોય, પરંતુ તેમાં રાજકુમાર રાવનાં લુક્સને આજે પણ યાદ કરવામાં આવે છે.

અમિતાભ બચ્ચન (ગુલાબો સિતાબો)

બીગ બી જે પણ કિરદારને નિભાવે છે તેમાં ફિટ બેસે છે. તેમની ફિલ્મ ગુલાબો સિતાબો માં  તેમણે એક અલગ જ રૂપ ધારણ કર્યું હતું. જેના માટે તેમના મેકઅપ પર પણ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *