એક ફ્લેટ વેચાણ કરવાનો છે. પરંતુ તેને જોયા બાદ તમે ખુબ જ કન્ફ્યુઝ થઇ જશો. કારણ કે તેમાં તમને કિચન મળી રહ્યું નથી. પરંતુ કિચન બધાના નજરની સામે જ છે, તેમ છતાં પણ લોકો તેને જોઈ શકતા નથી. હકીકતમાં કિચનને ખુબ જ ચોકસાઈ પુર્વક છુપાવવામાં આવે છે. હકીકતમાં કિચનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવેલ છે કે તે જરૂરિયાતનાં સમયે જ બધાને નજર આવે બાકીના સમયે તે લોકોની નજરમાંથી છુપાયેલું રહે છે.
બ્રિટનમાં છે આ શાનદાર ફ્લેટ
આ ફુલ ફર્નિશ્ડ ફ્લેટ બ્રિટનમાં લંડનનાં ચેલ્સીમાં કિંગ્સ રોડ ની નજીક આવેલ છે. જેનું ૭ દિવસનું ભાડું ૮૦૦ પાઉન્ડ એટલે કે ૮૨ હજાર રૂપિયા છે. આ ઘર સંપુર્ણ રીતે ફર્નીશ્ડ હોવાની સાથોસાથ સુરક્ષિત અને સ્ટાઇલિશ પણ છે.
ઘરમાં રહેલ લાઇબ્રેરી એક પ્રકારનો દગો છે
જોકે એપાર્ટમેન્ટની આ તસ્વીર જોઇને એવું લાગે છે કે તે એક શાનદાર લાઇબ્રેરી છે, પરંતુ જ્યારે તમે બુકશેલ્ફ પર રાખેલ લેધરનાં કવર વાળી પુસ્તકોને ધ્યાનથી જોશો, તો હક્કા બક્કા રહી જશો. કારણ કે બુકશેલ્ફ ફક્ત એક નજરનો ભ્રમ છે. કારણ કે તેની પાછળ જ કિચન છુપાયેલું છે.
ચોકસાઇ પુર્વક છુપાવવામાં આવેલ છે કિચન
એપાર્ટમેન્ટના ડિસ્ક્રિપ્શન માં જણાવેલ છે કે એપાર્ટમેન્ટના એક મોટા રિસેપ્શન એરિયામાં એક ઓપન પ્લાન કિચન છે. જેને ખુબ જ ચોકસાઈથી લોકોની નજરોથી છુપાવવામાં આવેલ છે. તે સિવાય ફ્લેટમાં એનફિલ્ડ સ્ટોરેજ અને એક મોર્ડન બાથરૂમ પણ છે.
૩ કરોડ રૂપિયામાં વેચાઈ રહ્યું છે ઘર
જણાવી દઈએ કે પાછલા મહિને મૈસાચુસેટ્સ માં આગથી ગંભીર રૂપથી ક્ષતિગ્રસ્ત થયેલું એક ઘર ૩,૯૯,૦૦૦ હજાર ડોલર એટલે કે અંદાજે ૩ કરોડ રૂપિયામાં વેચવા માટે મુકવામાં આવેલ છે. ૧,૮૫૭ વર્ગ ફુટની આ પ્રોપર્ટી સંપુર્ણ રીતે બળી ગઈ હતી. આગ બુઝાવવા અને લોકોનું રેસ્ક્યુ કરવા માટે ફાયર બ્રિગેડના કર્મચારીઓએ અંદરની દિવાલ અને છતને પણ છોડવી પડી હતી.