દુનિયામાં એવી ઘણી જગ્યા છે જ્યાં અનોખા પ્રકારના લોકો છે, જેના વિશે જાણીને આપણને આશ્ચર્ય જરૂર થાય છે. જે ચીજો આપણને સામાન્ય લાગે છે, તેને તે જગ્યા પર ખૂબ જ મોટી માનવામાં આવે છે. જો ટ્રાઇબ્સની વાત કરવામાં આવે તો દુનિયામાં ઘણા પ્રકારની જનજાતિઓ રહે છે. આ લોકો જંગલોમાં રહે છે અથવા તો પહાડોના વિસ્તારમાં રહે છે. આ કબીલામાં રહેવાવાળા લોકોની અમુક એવી પરંપરાઓ અને નિયમો હોય છે, જેને જાણીને આપણને આશ્ચર્ય જરૂર થી થાય છે.
એક સમુદાય એવો પણ છે જ્યાં ફક્ત મહિલાઓ રહે છે અને પુરૂષોના પ્રવેશ પર પ્રતિબંધ છે. એટલું જ નહીં પુરુષો વગરનાં આ ગામમાં અહીંની મહિલાઓ ગર્ભવતી પણ થાય છે. તો ચાલો તમને જણાવીએ કે આ ગામ કયું છે અને શું છે તેની સમગ્ર કહાની.
૩૦ વર્ષથી ગામમાં નથી આવ્યો કોઈ પુરુષ
કેન્યામાં એક ગામ છે ઉમોજા, જે હમેશાથી પોતાના અનોખા નિયમને કારણે ચર્ચામાં રહે છે. આ ગામની સૌથી ખાસ વાત એ છે કે અહીંયાં એક પણ પુરુષ નથી. આ ગામમાં અંદાજે ૨૫૦ મહિલાઓ રહે છે. આ ગામને ત્યાં રહેવા વાળી ૧૫ મહિલાઓએ ૧૯૯૦ માં વસાવ્યું હતું. આ ૧૫ મહિલાઓ તે હતી, જેમની સાથે સ્થાનીય બ્રિટિશ જવાનોએ બળાત્કાર કર્યો હતો.
પુરુષો તરફથી મળેલ આ અત્યાચાર પર મહિલાઓએ વિચાર કર્યો અને ગામ પર પ્રતિબંધ લગાવી દીધો. વીતેલા ૩૦ વર્ષમાં એક પણ પુરુષ આ ગામમાં પગ મૂકી શક્યો નથી. ગામની સીમમાં પર કાંટાળા તાર લગાવવામાં આવે છે. જો કોઈ પુરુષ આ સીમાને પાર કરવાની ભૂલ કરે છે, તો તેને સજા પણ આપવામાં આવે છે. જણાવી દઈએ કે ગામમાં બળાત્કાર, બાળ વિવાહ, ઘરેલુ હિંસા જેવી ભયાનક હિંસા સહન કરવા વાળી મહિલાઓ રહે છે.
આ ગામમાં આજે અંદાજે ૨૫૦ મહિલાઓ અને ૨૦૦ બાળકો રહે છે. હવે લોકોના મનમાં સવાલ ઊઠે છે કે ગામમાં જ્યારે પુરુષોનાં પ્રવેશ પર પ્રતિબંધ છે, તો મહિલાઓ બાળકોને જન્મ કેવી રીતે આપે છે? સાથોસાથ અત્યાર સુધીમાં ૨૦૦ બાળકોનો જન્મ આ ગામમાં કેવી રીતે થયો?
આ કારણથી ગર્ભવતી થાય છે મહિલાઓ
આ સવાલનો જવાબ તો ઉમોજા ગામની બાજુમાં આવેલા એક ગામના પુરુષે કર્યો હતો. તે ગામના એક વૃદ્ધનું કહેવું છે કે આ મહિલાઓને એવું લાગે છે કે તેઓ પુરુષો વગર રહે છે, પરંતુ હકીકત કંઇક અલગ છે. હકીકતમાં ગામની અમુક યુવતીઓ પુરુષોનાં પ્રેમમાં પડી જાય છે. ત્યારબાદ રાતના અંધારામાં તે પુરુષો ગામમાં પ્રવેશ કરે છે અને સવાર થતાંની સાથે જ પરત ફરી જાય છે. દિવસના અજવાળામાં કોઈ પણ પુરુષ ઉમોજા ગામમાં પ્રવેશ કરી શકતો નથી. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે આ પુરુષોના સબંધ ગામમાં ફક્ત એક મહિલાની સાથે નહીં પરંતુ ઘણી મહિલાઓની સાથે હોય છે. જોકે આ ગામનો નિયમ છે કે અહીં પુરુષો નહીં આવી શકે, એટલા માટે મહિલાઓ ખુલ્લેઆમ પોતાના સંબંધોને સ્વીકારતી નથી.
સાથોસાથ એવું પણ જાણી શકાતું નથી કે ત્યાં પુરુષે કઇ મહિલા સાથે સંબંધ બનાવ્યા છે. અહીંયા ગર્ભનિરોધનું કોઈ પણ સાધન નથી, એટલા માટે મહિલાઓ ગર્ભવતી થઈ જાય છે. જોકે ગામની મહિલાઓ આ બાળકોનું પાલન પોષણ જાતે કરે છે. જો દીકરી હોય તો તેને અભ્યાસ કરાવે છે અને તેને પગભર બનાવે છે. આ ગામ 30 વર્ષ પહેલા આ વાતને લઈને ચર્ચામાં આવ્યું હતું કે અહીંયા પુરુષો પ્રવેશ કરી શકતા નથી.
જેના કારણે અહીંયા ટુરિસ્ટ પણ આવે છે. ગામમાં એન્ટ્રી માટે ટૂરિસ્ટ પાસેથી પૈસા લેવામાં આવે છે. સાથોસાથ ગામની મહિલાઓ આભૂષણ બનાવીને વેચે છે અને પૈસા કમાય છે. તેમનું કહેવું છે કે તેમને બહારની દુનિયામાંથી દગો મળ્યો છે એટલા માટે તેઓ પોતાના જેવા લોકોને એકઠા કરીને તેની સાથે રહેવાનું પસંદ કરે છે. તેમના આ અનોખા નિયમને કારણે ગામ હંમેશા ચર્ચાનો વિષય બની રહ્યું છે.