આ ગામનું નામ કઈક એવું છે કે લોકોને બોલવામાં પણ શરમ આવે છે, લોકોએ ગામનું નામ બદલવાની કરી માંગણી

“નામ માં શું રાખ્યું છે?” તમે લોકોએ આ કહેવત જરૂર સાંભળ્યા હશે. પરંતુ જો નામ એવું હોય જેને બોલવામાં પણ શરમ આવતી હોય તો યોગ્ય એજ હોય છે કે તેનું નામ બદલી દેવામાં આવે. હવે સ્વીડનનાં એક ગામની આ અજીબોગરીબ સમસ્યાનું ઉદાહરણ લઈ લો. અહીંયા એક ગામના લોકોને પોતાના ગામના નામને લઈને ખુબ જ શરમ મહેસુસ થતી હોય છે. તેમને પોતાના ગામનું નામ કોઇને કહેવામાં પણ શરમ આવે છે. કારણ કે તેનું નામ કોઈ અશ્લીલ ચીજ સાથે મળતું આવે છે.

ગામનું નામ બોલવામાં આવે છે શરમ

અમે અહીંયા જ એક ગામની વાત કરી રહ્યા છીએ તે સ્વીડન નું Fucke ગામ છે. આ ગામ નાં શરૂઆતનાં ચાર અક્ષર અંગ્રેજી નાં એક શબ્દ સાથે મળતા આવે છે, જેનો જો ગુજરાતીમાં અનુવાદ કરવામાં આવે તો અર્થ શારીરિક સંબંધ બનાવવા સાથે મળતો આવે છે. ગામના લોકોનું કહેવું છે કે તેમને આ નામથી ખુબ જ પરેશાની થાય છે. વળી સોશિયલ મીડિયા ઉપર પણ તમે પોતાના ગામનું નામ લખી શકતા નથી. સોશિયલ મીડિયા સેન્સરશીપ તેને આ નામ લખવાની પરવાનગી આપતું નથી.

નામ બદલવા માટે શરૂ કર્યું અભિયાન

પોતાના ગામનાં નામ થી પરેશાન થઈને અહીંયા રહેતા લોકોએ આ અભિયાન શરૂ કર્યું છે. તેમણે પોતાના ગામનું નામ બદલીને Dalsro રાખવાની માગણી કરી છે. જોકે ગામનું નામ બદલવામાં આવશે કે નહીં આ નિર્ણય નેશનલ લેન્ડ સર્વે વિભાગ દ્વારા લેવામાં આવશે. તે પહેલા આ વિભાગે Fjuckby ગામનું નામ બદલવાની માગણી ફગાવી દીધી હતી. વિભાગનું કહેવું હતું કે આ એક ઐતિહાસિક નામ છે, એટલા માટે બદલી શકાય નહીં. Fucke નામ પણ દશકો પહેલા રાખવામાં આવ્યું હતું. આ પણ એક ઐતિહાસિક નામ છે. તેમાં તે વાતનાં ચાન્સ વધારે છે કે વિભાગ ગામનું નામ બદલવાની પરવાનગી આપે નહીં.

ફેસબુક પણ રિજેક્ટ કરી નાખે છે નામ

અહીંયા રહેતા એક સ્થાનીય ગ્રામીણ દ્વારા એક લોકલ ટીવી ચેનલ ને પોતાનું દુઃખ જણાવ્યું હતું કે તેણે જણાવ્યું હતું કે અમને આ નામથી ખુબ જ સારા મહેસુસ થાય છે. સોશિયલ મીડિયા સેન્સરશીપ ને પણ આ નામ આપત્તિજનક અથવા અશ્લીલ લાગે છે. ફેસબુક અલ્ગોરિધમ અમારા ગામનું નામ હટાવી નાખે છે. તેવામાં અમે તેની ઉપર પોતાના નામ સાથે જોડાયેલું કોઈપણ વિના પણ પોસ્ટ કરી શકતા નથી.

હવે આ મામલા પર નેશનલ લેન્ડ ટ્રસ્ટનાં નેશનલ હેરિટેજ બોર્ડ અને ભાષા તથા લોકકથા સંસ્થાન સાથે મળીને કોઈ નિર્ણય લઈ શકે છે. જણાવી દઈએ કે Fucke ગામમાં ફક્ત ૧૧ પરિવાર રહે છે.

વળી શું તમે કોઈ આવા અજીબ નામ વિશે જાણો છો જેના લીધે શરમ મહેસુસ કરવી પડે.