રામાયણ સાથે જોડાયેલા રહસ્યો વિશે જાણવાની જિજ્ઞાસા દરેક લોકોમાં હોય છે. માનવામાં આવે છે કે આજે પણ રામાયણ અને ભગવાન રામ સાથે જોડાયેલા ઘણા ચિન્હ અને સાબિતી શ્રીલંકામાં રહેલ છે, જેના વિશે દરેક લોકો જાણવા ઈચ્છુક છે. આ સ્થળ ભગવાન શ્રી રામ અને રાવણ સાથે જોડાયેલી ઘણી હકીકત જણાવે છે. નવરાત્રી સમાપ્ત થયા બાદ દશમી તિથિને દશેરા તરીકે ઉજવવામાં આવે છે, જેને વિજયાદશમી પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે વિજયાદશમીનાં દિવસે જ ભગવાન રામે રાવણનો અંત કર્યો હતો.
એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે અંદાજે ૫૦ એવા સ્થાન છે, જેનો સંબંધ રામાયણ સાથે છે. આ રિસર્ચમાં જણાવ્યા અનુસાર એક પહાડી વિસ્તારમાં બનેલી ગુફામાં આજે પણ રાવણ નું શવ સુરક્ષિત છે. આ ગુફા શ્રીલંકાના રૈગલાનાં ગાઢ જંગલોમાં સ્થિત છે. જણાવવામાં આવે છે કે ભગવાન શ્રીરામના હાથે રાવણનો અંત થયો, તેને ૧૦ હજાર વર્ષથી પણ વધારે નો સમય થઈ ગયો છે.
જે ગુફામાં રાવણ નું શવ રાખવામાં આવ્યું છે, તે રૈગલા નાં જંગલો માં ૮ હજાર ફુટની ઉંચાઇ પર સ્થિત છે. અહીંયા પર રાવણનાં શવ ને મમ્મી બનાવીને એક તાબૂત માં રાખવામાં આવેલ છે. તેના પર એક ખાસ પ્રકારનો લેખ પણ લગાવવામાં આવેલ છે, જેના કારણે હજારો વર્ષોથી તે પહેલા જેવું જ રહેલું જોવા મળી રહેલ છે.
આ શોધ શ્રીલંકાના ઇન્ટરનેશનલ રામાયણ રિસર્ચ સેન્ટર દ્વારા કરવામાં આવેલ છે. આ રિસર્ચ અનુસાર ૧૮ ફુટ લાંબા અને પાંચ ફુટ પહોળા તાબુત માં રાવણનું શવ રાખવામાં આવેલ છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ તાબુત ની નીચે રાવણનો અમુલ્ય ખજાનો છે. આ ખજાનાની રખવાળી એક ભયંકર નાગ અને ઘણા ખુંખાર જાનવર કરે છે.
માન્યતા છે કે જ્યારે ભગવાન શ્રી રામે રાવણનો અંત કર્યો હતો તે સમયે તેનું શવ વિભીષણને અંતિમ સંસ્કાર માટે સોંપી દેવામાં આવ્યું હતું. પરંતુ વિભીષણે રાજગાદી સંભાળવાની ઉતાવળમાં રાવણ નો અંતિમ સંસ્કાર કર્યો નહીં અને શવ એમ જ છોડી દીધું હતું.
કહેવામાં આવે છે કે ત્યારબાદ રાવણના શવ ને નાગકુળ નાં લોકો પોતાની સાથે લઈને ચાલ્યા ગયા. કારણ કે તે લોકોને વિશ્વાસ હતો કે રાવણ નું નિધન ક્ષણિક છે અને તે ફરીથી જીવંત થઇ જશે, પરંતુ આવું થયું નહીં. ત્યારબાદ તેમણે રાવણનાં શવ ને મમ્મી બનાવી દીધું, જેથી તે વર્ષો સુધી સુરક્ષિત રહી શકે.
રિસર્ચમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે રાવણની અશોકવાટિકા ક્યાં હતી અને તેનું પુષ્પક વિમાન ક્યાં ઉતરતું હતું. તે સિવાય ભગવાન હનુમાનના પગના નિશાન પણ શોધી લેવાનો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ આ બધી ચીજોની પ્રમાણિકતા હજુ સુધી સિદ્ધ થઇ શકી નથી.