આ ગુજરાતીએ ગાય અને વાછરડા માટે બનાવ્યા સોનાનાં ઘરેણાં, સોનીએ પણ શો-રૂમની સજાવટ કરીને ગાય અને વાછરડાની આરતી ઉતારી, જુઓ વિડીયો

Posted by

વ્યક્તિ અને પશુઓની વચ્ચે એક ખુબ જ પ્રેમાળ સંબંધ હોય છે. આ વાતનું ઉદાહરણ આપણને ઘણી વખત જોવા મળે છે. ઘણી વખત જોવામાં આવે છે કે વ્યક્તિ પોતાના પાળતું જાનવર ને ખુબ જ પ્રેમ કરે છે. તેને પોતાના પરિવારનાં સદસ્ય માને છે. આ દુનિયામાં ઘણા એવા લોકો છે, જે પોતાના બાળકોની જેમ જાનવરોની દેખભાળ કરે છે. આ લોકો તેમના જન્મદિવસને પણ ખુબ જ ધામધુમથી ઉજવે છે. પોતાના પાલતુ જાનવર પર ખુબ જ પૈસા ખર્ચ કરે છે અને તેમને સુખ-સુવિધાઓનો વિશેષ ખ્યાલ રાખે છે.

આવો જ એક મામલો ગુજરાતમાંથી સામે આવ્યો છે. ગુજરાતમાં રહેનાર વિજયભાઈ એ પોતાની ગાય અને વાછરડા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરીને તેમના માટે ઘરેણાં બનાવ્યા હતા. સોશિયલ મિડિયામાં તેનો એક વીડીયો અને ફોટો ખુબ જ વાયરલ થઇ રહેલ છે.

ઝવેલરી બનાવનાર સોની રાખી આ શરત

ગુજરાતનાં રહેવાવાળા વિજય પરસાણા પોતાની ગાય અને વાછરડા માટે ઘરેણા બનાવ્યા છે. ખાસ વાત એ છે કે આ ઘરેણા ફુલ અથવા પાનનાં નહીં પરંતુ સોના અને ચાંદીના છે. એક રિપોર્ટ અનુસાર વિજય પોતાની ગાય અને વાછરડા માટે એબી જ્વેલર્સનાં માલિક મનોજ સોની સાથે આ બાબતમાં વાત કરે છે. મનોજભાઈ ઘરેણા બનાવવા માટે તો રાજી થઇ ગયા હતા, પરંતુ તેમણે વિજયની સામે એક શરત રાખી હતી. મનોજ ભાઈએ શરત રાખી હતી કે તેઓ ઘરેણાં ત્યારે જ બનાવી આપશે, જ્યારે તેઓ પોતાની ગાયને લઈને શો રૂમમાં આવશે. વિજયભાઈ એ પણ સોનીની વાતનો સ્વીકાર કરી લીધો હતો.

ગાયની ઉતારી આરતી અને ફુલ વરસાવ્યા

વિજય પરસાણા એ પોતાની શરત અનુસાર પોતાની ગાય અને વાછરડાને કારથી લઇને શોરૂમ પહોંચ્યા. શો-રૂમ પર મનોજભાઈ સોનીએ પોતાના સમગ્ર પરિવાર અને સ્ટાફની સાથે ગાયનો શૃંગાર કર્યો. ત્યારબાદ ગાય ની આરતી પણ ઉતારી. આ દરમિયાન ગાય અને વાછરડા ઉપર ફુલોનો વરસાદ પણ કરવામાં આવ્યો.

સમગ્ર શો રૂમને દુલ્હનની જેમ સજાવવામાં આવેલ

આ દરમિયાન સમગ્ર શો-રૂમ ને અસલી ફુલોથી સજાવવામાં આવેલ હતો. સજાવટ જોઇને એવું લાગી રહ્યું હતું કે જાણે અહીંયા કોઈનાં લગ્ન થવાના છે. શોરૂમમાં ગાય અને વાછરડાને આભુષણ પહેરાવ્યા બાદ ગાય અને વાછરડાને ફળ ખવડાવીને વિદાય કરવામાં આવેલ હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોને લઈને લોકો વિજયભાઈ અને મનોજભાઈનાં પશુઓ પ્રત્યેનાં પ્રેમ અને દરિયાદિલી ખુબ પ્રશંસા કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *