સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધા બાદ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝ પર ઘણા સવાલ ઊભા થઈ રહ્યા છે. નેપોટીજ્મ વાળા ટોપીક ફરી એકવાર ઉઠી રહ્યા છે. સમાચારોનું માનીએ તો બોલિવૂડમાં ઘણા લોકો સુશાંત ની ઈર્ષા કરતા હતા. તેમના કારણે સુશાંત ના હાથ માંથી ઘણી મોટી ફિલ્મો નીકળી ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે સુશાંત પાછલા અમુક સમયથી ડિપ્રેશનમાં પણ હતા. જ્યારે ૧૪ જૂનના રોજ તેઓએ પોતાના મુંબઈ સ્થિત બાંદ્રા વાળા ઘરમાં આત્મહત્યા કરી, તો ત્યાં ડિપ્રેશનની ટેબલેટ પણ મળી હતી. તેવામાં દરેક વ્યક્તિના મગજમાં સવાલ આવે છે કે આખરે ત્યાં કારણને લીધે સુશાંત સિંહે આત્મહત્યા કરી લીધી.
ટીવી થી બોલીવુડ સુધીની સફર
સુશાંત એક હસમુખ, દયાળુ અને હંબલ વ્યક્તિ હતા. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત ટીવી થી કરી હતી. તેમણે એકતા કપૂરની “પવિત્ર રિશ્તા” સીરીયલ થી લોકપ્રિયતા મળી હતી. બોલીવૂડમાં તેમની પહેલી ફિલ્મ “કાઇપો છે” હતી. પછી એમએસ ધોની બાયોપિક અને છીછોરે જેવી હિટ ફિલ્મો થી બોલીવુડમાં પોતાના નામનો સિક્કો જમાવવા લાગ્યા હતા. બસ એ જ વાત ઇન્ડસ્ટ્રીના અમુક લોકોને પસંદ આવી ન હતી. તેમને ડર હતો કે સુશાંત આવનારા સમયમાં એક મોટો સિતારો બની જશે.
બોલીવુડે અપનાવ્યો નહીં
બોલીવુડ ઇંડસ્ટ્રીએ સુશાંત સિંહને અપનાવ્યો નહીં. ઘણા પ્રસંગો પર તેની મજાક પણ ઉડાવવામાં આવી હતી. ઈન્ડસ્ટ્રીમાં તેના ખૂબ જ થોડા મિત્રો હતા. જ્યારે પણ સારી ફિલ્મોની સ્ક્રિપ્ટ આવતી હતી તો તેને ઉઠાવીને સ્ટાર કિડ્સને આપી દેવામાં આવતી હતી. લોકો તેને પોતાની પાર્ટી અથવા ફંકશનમાં પણ બોલાવતા ન હતા. બસ આ બધી બાબતોથી જ તે પોતાને એકલો સમજવા લાગ્યો હતો. ઇન્ડસ્ટ્રીએ ક્યારેય તેને પોતાનો હિસ્સો માન્યો નહીં.
મોટા પ્રોડકશને કર્યો બોયકોટ
સૂત્રોનું માનવામાં આવે તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા પ્રોડકશન હાઉસ જેમ કે સલમાન ખાન, યશરાજ, કરણ જોહર, સાજિદ નડિયાદવાલા વગેરે સુશાંત સિંહને બોયકોટ કર્યો હતો. એટલે સુધી કે તેમની ફિલ્મ “ડ્રાઇવ” ને પણ તેમને જણાવ્યા વગર ડિજિટલ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રીલિઝ કરી દેવામાં આવી હતી. સુશાંત આ વાતને લઈને પણ નારાજ હતા. ઘણા લોકોનું માનવું છે કે ઇન્ડસ્ટ્રીના લોકો ઇચ્છતા હતા કે સુશાંત ફક્ત ટીવી અને વેબ સીરીઝ કરવા માટે મજબૂર બની જાય.
હિટ ફિલ્મ “છીછોરે” એ છીનવી લીધી ઘણી બધી ફિલ્મો
સુશાંત ની “છીછોરે” જ્યારે હિટ થઈ તો તેમણે ઘણી બધી ફિલ્મો સાઇન કરી હતી, પરંતુ કોઇને કોઇ બહાને તેમની પાસેથી છીનવી લેવામાં આવી. વળી એવોર્ડ ફંકશનમાં પણ ઘણી બક્વાસ ફિલ્મોને એવોર્ડ મળ્યા પરંતુ છીછોરે ને સાઈડ લાઈન કરી દેવામાં આવી.
રામલીલા કરવાના હતા સુશાંત પરંતુ…
સંજય લીલા ભણસાળીની ફિલ્મ “રામલીલા” ની પહેલી પસંદગી સુશાંત જ હતા. પરંતુ તેમનો યશરાજની સાથે કોન્ટ્રાક્ટ હોવાને કારણે તેમને આ ફિલ્મ સાઇન કરવા દેવામાં આવી નહીં. બાદમાં આ ફિલ્મ રણવીર સિંહને મળી ગઈ. જો કે તેમનો પણ યશરાજ સાથે કોન્ટ્રાક્ટ હતો, પરંતુ તેમને રોકવામાં આવ્યા નહીં. વળી સુશાંત શેખર કપૂર દ્વારા નિર્દેશિત “પાની” ફિલ્મ પણ કરવાના હતા, આ ફિલ્મ પણ યશરાજ બનાવી રહ્યા હતા. તેના ચક્કરમાં જ તેમને રામલીલાથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું.
ખબરો નું માનવામાં આવે તો આદિત્ય ચોપરાએ સુશાંત ને કહ્યું હતું કે તને “બેફીકરે” ફિલ્મ આપી દેશે. પરંતુ બાદમાં તે પણ રણવીર સિંહ ને આપી દેવામાં આવી હતી. આવી રીતે “પાની” ફિલ્મને કારણે તેના હાથમાંથી ૧૨ ફિલ્મો નીકળી ગઈ હતી. ફક્ત એટલું જ નહીં પરંતુ અંતિમ સમયમાં આદિત્ય ચોપરાએ “પાની” ફિલ્મ માંથી પણ હાથ ખેંચી લીધા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ પણ રણવીરને મળી ગઈ છે. બસ આ બધા કારણોને લીધે જ સુશાંત ખૂબ જ ડિપ્રેશનમાં હતા. તેમના ગયા બાદ હવે ધીરે ધીરે બોલિવૂડના બધા કાળા સત્ય સામે આવી રહ્યા છે.