આ જગ્યા કહેવાય છે “ભારતનું સ્વીઝરલેન્ડ”, ફરવાનો શોખ છે તો અહિયાં અવશ્ય જવું

Posted by

ઉત્તરાખંડની પહદીઓ પર્યટકોને ખુબ જ આકર્ષિત કરે છે. પહાડોથી આચ્છાદિત આ રાજ્યમાં ફરવા માટે એક થી સારી જગ્યા છે. તમને જણાવી દઈએ કે આ પ્રદેશ માત્ર પહાડોથી આચ્છાદિત નથી, પરંતુ આપણા સનાતન ધર્મની ઘણી વારસાને સાચવી રાખેલ છે. તેવામાં આ રાજ્યનું ભ્રમણ કરવું એક અલગ જ પ્રકારનાં આનંદની અનુભૂતિ કરાવે છે. અહીંની પ્રાકૃતિક સુંદરતા, મોટા-મોટા પહાડ તથા શાંત વાતાવરણ કોઈપણ વ્યક્તિનું મન સરળતાથી જીતી શકે છે. તેવામાં જો તમે હાલના સમયમાં ક્યાંક ફરવા જવા વિશે વિચારી રહ્યા છો તો તમારા માટે “ભારતનાં સ્વીઝરલેન્ડ” માં ફરવું ઘણું રોમાંચકારી થઈ શકે છે. હવે તમે વિચારમાં પડી રહ્યા હશો કે તે ક્યાં છે. તો ચાલો અમે તમને જણાવીએ ભારતનાં સ્વીઝરલેન્ડ વિશે.

વળી હવે કોરોનાની બીજી લહેર કમજોર પડી ચુકી છે. તેવામાં જે પણ ઘરે બેસી બેસીને કાંટાળી થઇ ગયા છે અને ફરવાનો શોખ રાખે છે. તે આગલા દિવસોમાં ઉત્તરાખંડના મુખ્ય પર્યટન સ્થળ કૌશાની જઈ શકે છે. તેની સુંદરતાને ધ્યાનમાં રાખીને જ તેને ભારતનું સ્વીઝરલેન્ડ કહેવાય છે. આજે અમે તમને કૌશાની ની મશહુર જગ્યાઓ વિશે જણાવીએ.

ગ્વાલદમ

ગ્વાલદમ એક સુંદર પહાડી ક્ષેત્ર છે. જે ગઢવાલ અને કુમાઉ ની વચ્ચે વસેલું છે. તે ચારેય તરફથી ઘણા જંગલોથી ઘેરાયેલું છે. આ સાથે જ ગ્વાલદમ માં ઘણા નાના-નાના તળાવ બનેલા છે. અહીં તમે પ્રાકૃતિક દ્રશ્યની સાથે નંદાદેવી અને ત્રિશુળ જેવી પહાડીનો નજારો જોઇ શકો છો.

રુદ્રધારી ફોલ

રુદ્ર ધારી ફાલ કૌસાની થી લગભગ ૧૨ કિલોમીટરનાં અંતર પર છે. ટ્રેકિંગનાં શોખીનો લોકો માટે આ જગ્યા એકદમ પરફેક્ટ માનવામાં આવે છે. અહીં પણ ઘણી પ્રાચીન ગુફા જોવાની સાથે તેનાં રહસ્યો જાણી શકો છો. રુદ્ર ધારી ફાલમાં સુંદર ઝરણાની પાસે એક પ્રાચીન સોમેશ્વર મંદિર છે, જે ભગવાન શિવને સમર્પિત છે.

કૌસાની ટી એસ્ટેટ

જો તમે સુંદર પહાડીની મજા લેવા ઇચ્છો છો તો કૌસાની ટી એસ્ટેટ પણ જઈ શકો છો. અહીં પર તમને પ્રાકૃતિક દ્રશ્યનો આનંદ ઉઠાવવાનો મોકો મળશે. ચા પ્રેમીને આ બાગ ખુબ જ પસંદ આવશે. તમે અહીંની અનોખી ચાનો સ્વાદ પણ લઈ શકો છો.

બેજનાથ

વળી બેજનાથ કૌસાની થી લગભગ ૨૯ કિલોમીટરનાં અંદર પર સ્થિત છે. અહીં પ્રાચીન મંદિરોથી ભરેલું ધાર્મિક સ્થળ છે. આખું વર્ષ અહી દૂર-દુરથી લોકો અહીં દર્શન કરવા આવે છે. જણાવી દઈએ કે એક સમયમાં તે “શહદ કત્યુરી રાજવંશ” ની રાજધાનીનાં રૂપમાં જાણીતું  હતું.

સુમિત્રાનંદન પંત સંગ્રહાલય

સાહિત્યપ્રેમી કૌસાની માં સુમિત્રાનંદન પંથ સંગ્રહાલય જોવા જઈ શકે છે. આ એક કલાત્મક જગ્યા છે જે હિન્દી સાહિત્યના પ્રસિદ્ધ કવિ સુમિત્રાનંદન ને સમર્પિત છે. જણાવી દઈએ કે સુમિત્રાનંદન પંત નો જન્મ કૌસાની માં જ થયો હતો. આ સંગ્રહાલયમાં એની કવિતાઓની પાંડુલિપિ, સાહિત્યિક કૃતિઓ વગેરે છે. દર વર્ષે તેમને જયંતી પર અહીં કાવ્ય ચર્ચાનું આયોજન પણ થાય છે.

ગાંધીજીનું ચર્ચિત આશ્રમ

કૌસાની નાં આશ્રમ પણ ચર્ચામાં છે. અનાશક્તિ આશ્રમને જ ગાંધી આશ્રમનાં નામથી ઓળખવામાં આવે છે. જણાવવામાં આવે છે કે ૧૯૨૯ની આસપાસ મહાત્મા ગાંધી આશ્રમમાં બે અઠવાડિયા રહ્યા હતા. તે દરમિયાન તેમણે “અનાશક્તિયોગ” પર એક પુસ્તક લખી હતી. આશ્રમનાં એક ભાગમાં મ્યુઝિયમ પણ છે. અહીં જુની ફોટો અને ચરખા સહિત તમામ યાદગાર વસ્તુઓ છે. મહાત્મા ગાંધી વિશે અને બીજી પણ જાણકારી અહીં સંગ્રહિત છે.

વિભિન્ન ચિત્રને જોઈને તમે પણ સમજી જ ગયા હશો કે કેમ કૌસાનીને “ભારતનું સ્વિટ્ઝર્લેન્ડ” કહેવામાં આવે છે. છતાં પણ જણાવી દઈએ કે ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લામાં ૬૦૭૫ ફૂટથી વધારેની ઊંચાઈ પર વસેલું છે સુંદર હિલ સ્ટેશન કૌસાની. મનમોહક દ્રશ્યને કારણે આ જગ્યાને ભારતનું સ્વિટ્ઝર્લેન્ડ કહેવામાં આવે છે. ક્યાંક ક્યાંક  તેને કુમાઉંનું સ્વર્ગ પણ કહેવામાં આવે છે. એટલું જ નહીં કૌસાની પહોંચીને તમને હિમાલયની પહાડીનો ૨૫૦ કિલોમીટર ફેલાયેલો નજારો એક જ જગ્યાએથી જોવાનો અવસર મળે છે. પહાડો નીચે જોતા કૌસાની ઘાટી અને ગોમતી નદી મન મોહી લે છે. કૌસાની પિંગનાથ પહાડી પર વસેલું છે. અહીંથી નંદાદેવી પર્વતની પહાડીને નજીકથી જોઇ શકાય છે. આ સુંદર દ્રશ્યને જોવા માટે જ દેશ-દુનિયાનાં ટુરિસ્ટો કૌસાની ખેંચાઇને ચાલ્યા આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *