આ જન્માષ્ટમી પર ઘરે લઈ આવો આ ચીજો, બદલી જશે કિસ્મત અને બધી જ પરેશનીઓ થશે દુર

Posted by

હિંદુ પંચાંગ અનુસાર શ્રાવણ મહિનાનાં કૃષ્ણ પક્ષની આઠમની તિથિના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. ૩૦ ઓગસ્ટ, ૨૦૨૧નાં રોજ આ વખતે જન્માષ્ટમી ઉજવવામાં આવશે. જન્માષ્ટમીના દિવસે લોકો વ્રત કરે છે અને ભગવાન શ્રીકૃષ્ણની પુજા કરે છે. અડધી રાતે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે.

એવું જણાવવામાં આવે છે કે જો જન્માષ્ટમીનાં દિવસે વ્રત કરવામાં આવે તો તેનાથી ભગવાન શ્રીકૃષ્ણજી નિ:સંતાન દંપતિઓને સંતાન સુખ પ્રદાન કરે છે. એટલું જ નહીં પરંતુ વ્યક્તિની બધી જ મનોકામનાઓ પણ પુર્ણ થાય છે. જન્માષ્ટમીના દિવસે બાળગોપાળ નટખટ શ્રી કૃષ્ણજી લોકોના ઘરે પધારે છે, જેનાથી બધા લોકોનું મન પ્રફુલ્લિત થઈ ઊઠે છે. શ્રી કૃષ્ણજી ને પ્રેમથી “કાનુડો” પણ કહેવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણજી ને લોકો અલગ અલગ નામથી બોલાવે છે.

એવું જણાવવામાં આવે છે કે જો જન્માષ્ટમીના દિવસે અમુક ઉપાય કરવામાં આવે તો તેનાથી જીવનની બધી જ પરેશાનીઓ દુર થઈ જાય છે અને કિસ્મત બદલી જાય છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી અમુક એવી વિશિષ્ટ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જેને જો તમે જન્માષ્ટમીના દિવસે ઘરે લાવો છો તો તેનાથી તમારા જીવનની બધી જ પરેશાનીઓ દુર થઈ જશે.

ગાય

ભગવાન શ્રી કૃષ્ણજી ને ગાય અતિપ્રિય છે. એવું જણાવવામાં આવે છે કે ઘરમાં ગાય રાખવાથી ધન દોલત માં ક્યારે પણ કમી આવતી નથી. તમારે આ જન્માષ્ટમી પર ગાય જરૂર લઈને આવવી જોઈએ. આવું કરવાથી પૈસાની તંગી માંથી છુટકારો મળી શકે છે. તમે જન્માષ્ટમીના દિવસે ગાય અને વાછરડાની મુર્તિ લઈને આવી શકો છો. તેનાથી ધીરે ધીરે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. એટલું જ નહીં પરંતુ આ ઉપાય સંતાન પ્રાપ્તિ માટે પણ ખુબ જ કારગર માનવામાં આવે છે.

વાંસળી

આ જન્માષ્ટમી પર પોતાના ઘરે વાંસળી જરૂર લઈને આવો. જો ઘરમાં વાંસળી રાખવામાં આવે તો તેનાથી ઘરનો વાસ્તુદોષ દુર થાય છે. પરંતુ તમારે તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કે વાંસળી ને ક્યારેય પણ સીધી રાખવી જોઈએ નહીં. તમારે હંમેશા તેને ત્રાસી લગાવવી ત્યારે જ તેનો લાભ પ્રાપ્ત થશે.

ચંદન

આ જન્માષ્ટમી પર તમારે પોતાના ઘરે ચંદન જરૂરથી લઇને આવવું જોઇએ. તમને જણાવી દઈએ કે ચંદન ભગવાન શ્રીકૃષ્ણને અતિ પ્રિય છે અને તે ખુબ જ શુભ માનવામાં આવે છે. ચંદનની સુગંધથી ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે.

ભગવાન શ્રી કૃષ્ણની કૃપા મેળવવા માટે કરો આ ઉપાય

તમારે જન્માષ્ટમીના દિવસ પર ભગવાન શ્રીકૃષ્ણને પારિજાતના ફુલ અર્પિત કરવા જોઈએ. તેનાથી ભગવાન કૃષ્ણ પ્રસન્ન થાય છે અને તમારી બધી જ મનોકામના પુરી થઈ શકે છે. તે સિવાય જો તમે બાળગોપાળ ને શંખમાં દુધ ઉમેરીને અભિષેક કરો છો અને તેમને મોર પંખ અર્પિત કરો છો તો તેઓ પ્રસન્ન થાય છે.

સમૃદ્ધિ મેળવવા માટે કરો આ ઉપાય

તમારે જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણને ચાંદીની વાંસળી અર્પિત કરવી જોઈએ અને ત્યારબાદ તેની પુજા કરવી જોઇએ. જ્યારે પુજા સમાપ્ત થઈ જાય તો વાંસળી ને પોતાની તિજોરી અથવા પર્સમાં રાખી દો. આવું કરવાથી તમારી કિસ્મત બદલી જશે અને તમને જીવનમાં તમામ પ્રકારની સુખ-સુવિધાઓ પ્રાપ્ત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *