આ જન્માષ્ટમીએ કેવી રીતે મળશે ભગવાન શ્રી કૃષ્ણજીની કૃપા? જાણો પુજાની વિધિ

આ વખતે જન્માષ્ટમીનો તહેવાર ૧૧ અને ૧૨ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. દર વખતની જેમ આ વખતે પણ જન્માષ્ટમી બે દિવસ મનાવવામાં આવશે. જેમકે આપણે બધા લોકો જાણીએ જ છીએ કે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે. કાન્હાજીનાં જન્મનો ઉત્સવ સમગ્ર દુનિયામાં પરંપરાગત રૂપથી મનાવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર જોવામાં આવે તો ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ભાદ્રપદ કૃષ્ણ અષ્ટમીનાં રોજ થયો હતો. આ દિવસની કૃષ્ણ જન્માષ્ટમી કહેવામાં આવે છે. આજે અમે તમને કૃષ્ણ જન્માષ્ટમી પર કેવી રીતે ભગવાનની કૃપા પ્રાપ્ત કરવી, તે દિવસે શું-શું કાર્ય કરવું તેના વિશે જાણકારી આપીશું.

કેવી રીતે કરવી શ્રી કૃષ્ણજીની પ્રતિમાની પૂજા

જન્માષ્ટમીના પવિત્ર તહેવાર પર બાળકૃષ્ણની સ્થાપના કરવામાં આવે છે. તમે ઈચ્છો તો પોતાની જરૂરિયાત અને મનોકામના અનુસાર ભગવાન શ્રી કૃષ્ણજીનાં કોઈપણ રૂપને પ્રસ્થાપિત કરી શકો છો. જો તમે સંતાનસુખની પ્રાપ્તિ કરવા માંગો છો તો તમારે તેના માટે વાંસળી વાળા કૃષ્ણજીની સ્થાપના કરવી. તેનાથી તમારા દાંપત્ય જીવનમાં પણ પ્રેમ વધશે અને સંતાન પ્રાપ્તિની પણ મનોકામના પૂરી થશે. આજે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે શંખ અને શાલીગ્રામની સ્થાપના કરો.

આ પ્રકારે કરો શ્રી કૃષ્ણજીનો શૃંગાર

  • કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ભગવાનનો શૃંગાર કરવા માટે તમારે પારિજાત અને વૈજયંતી ના ફૂલોનો ઉપયોગ કરી શકો છો. આ ફૂલ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે.
  • તમે ભગવાન શ્રી કૃષ્ણજીના જન્મ બાદ તેમને પારણે ઝુલાવવા માટે સુંદર પારણાની વ્યવસ્થા કરો. તેની સાથે તમે પીળા રંગનાં વસ્ત્ર ગોપી ચંદન અને ચંદનની સુગંધની વ્યવસ્થા કરો.
  • ભગવાન શ્રી કૃષ્ણજીને પ્રિય ચીજો જેવી કે વાંસળી, મોર પંખ, આભૂષણ અને મુગટની વ્યવસ્થા કરો.

જન્માષ્ટમી પર શું ભોગ લગાવશો?

  • જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણને ભોગ લગાવવા માટે તમે પંચામૃત બનાવવા અને તેની અંદર તુલસીનાં પત્તા મૂકવાનું ભૂલવું નહીં.
  • તમે ભગવાન કૃષ્ણજીને માવો, માખણ અને મિસરીનો ભોગ લગાવી શકો છો.
  • ભગવાન શ્રીકૃષ્ણને તમે ધાણાજીરાની પંજરીનો ભોગ પણ લગાવી શકો છો. વળી ભગવાન શ્રીકૃષ્ણને છપ્પન ભોગ લગાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમે પોતાના સામર્થ્ય અનુસાર તેનો ભોગ લગાવવો.

જન્માષ્ટમીના દિવસે શું કરવું

  • તમે જન્માષ્ટમીના દિવસે સવારે વહેલા ઊઠીને પોતાના બધાં કાર્યોથી નિવૃત્ત થઈને સ્નાન કરી લો અને વ્રત અથવા પૂજાનો સંકલ્પ કરો.
  • તમે જન્માષ્ટમીના દિવસે ફક્ત જળ અને ફળનો આકાર કરો. તમારે આ દિવસે સાત્વિક ભોજનનું સેવન કરવું.
  • તમે જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણજીની સ્થાપના કરીને તેનો શૃંગાર કરો.
  • જન્માષ્ટમીના દિવસે તમે પોતાના ઘરના મુખ્ય દ્વાર પર વંદનવાર જરૂર લગાવો.
  • તમે કૃષ્ણ જન્માષ્ટમીના મધ્યરાત્રિના ભોગ અને જન્મોત્સવ માટે વ્યવસ્થા કરીને રાખો.
  • તમારે તે વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે તમે જન્માષ્ટમીનું વ્રત કરી રહ્યા હોય કે પછી ના કરી રહ્યા હોય, પરંતુ આ દિવસે તમારે સાત્વીક આહારનો પ્રયોગ કરવો જોઇએ.

ઉપરોક્ત કૃષ્ણ જન્માષ્ટમી સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતો વિશે જાણકારી આપવામાં આવી છે. જો તમે આ વાતોને ધ્યાનમાં રાખો છો તો તમને ભગવાનનાં આશીર્વાદ મળશે. શાસ્ત્રો અનુસાર એવું બતાવવામાં આવ્યું છે કે કૃષ્ણ જન્માષ્ટમી પર વિધિ-વિધાન પૂર્વક ભગવાનની પૂજા આરાધના કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. એટલા માટે તમારી આ વાતોનું ખાસ ધ્યાન રાખવું.