આ જ્યુસ તમારું વજન ઝડપથી ઘટાડશે અને ચરબીને માખણની જેમ ઓગળી નાંખશે

Posted by

દૂધી લગભગ દરેક જગ્યાએ મળતી એક સામાન્ય શાકભાજી છે, જે ખૂબ જ અગત્યની છે. દુધી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપુર હોય છે. પરંતુ દૂધીનું જ્યૂસ તમારું વજન ઘટાડવામાં ખૂબ જ મદદગાર હોય છે. ઘણા ફળો અને શાકભાજી એવા હોય છે જેને તમે પોતાનું વજન ઘટાડવા માટેનો હિસ્સો બનાવી શકો છો.

દુધીની વાત કરવામાં આવે તો બની શકે છે કે તમારા માંથી ઘણા લોકોને દુધી ખાવાની પસંદ ન હોય, પરંતુ જ્યારે વજન ઘટાડવાની વાત આવે છે તો આપણે બધું જ કરવા માટે તૈયાર થઈ જઈએ છીએ. જો તમે નિયમિત રૂપથી દૂધીના જ્યૂસમાં સેવન અને એક્સરસાઇઝ કરો છો તો તમે જરૂરથી પોતાનું વજન ઘટાડી શકો છો.

કેવી રીતે વજન ઘટાડે છે દૂધીનુ જ્યુસ

કદાચ મોટાભાગના લોકોને સાંભળીને માનવામાં નહીં આવે કે દૂધીનો જ્યૂસ વજન ઘટાડવામાં મદદ ગાર બની શકે છે. એટલા માટે તમે અહીંયા જાણો કે દૂધીનો જ્યૂસ તમારું વજન ઘટાડવામાં કઈ રીતે સહાયક બને છે. દૂધમાં રહેલ વિટામિન બી, પાણી અને ફાઈબર મળીને તમારા શરીરના મેટાબોલિઝ્મને વધારે છે અને પાચનતંત્ર સક્રિય બનાવે છે. તે સિવાય તમારી ભૂખને પણ કંટ્રોલ કરવા અને કબજિયાત સંબંધી સમસ્યાઓને ઓછી કરવામાં પણ મદદગાર બને છે.

તે સિવાય દૂધીમાં સેચ્યુરેટેડ ફેટ અને કોલેસ્ટ્રોલ ખૂબ જ ઓછી માત્રામાં હોય છે. તેમાં વિટામિન બી, વિટામિન સી, વિટામિન કે, વિટામિન એ, વિટામિન ઈ, આયરન, ફોલેટ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા આવશ્યક પોષક તત્વો હોય છે. વજન ઘટાડવાના મામલામાં દૂધીનો જ્યૂસ પીવાથી તમે દિવસભર એનર્જેટિક રહેશો અને પોતાના વજનને કંટ્રોલ રાખવામાં મદદ મળશે.

ડાયાબિટીસ અને અનિદ્રામાં પણ ફાયદાકારક છે દૂધીનો જ્યૂસ

દુધી તમારી ઊંઘમાં પણ સુધારો લાવે છે અને રાત્રીના ખૂબ સારી ઉંઘ લેવામાં પણ મદદ કરે છે. વળી તે તમારા બ્લડ શુગર લેવલને પણ કન્ટ્રોલ કરે છે. એટલા માટે જો તમે ડાયાબિટીસના રોગીએ છો અથવા પછી અનિદ્રાની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો તમે પણ દૂધીનું જ્યૂસ પણ પી શકો છો. એક અધ્યયનમાં જાણવા મળ્યું હતું કે દૂધીમાં Protein-Tyrosine Phosphatase 1 એન્જાઈમ હોય છે. જે શરીરમાં ઈન્સ્યુલિનના લેવલને જાળવી રાખવા અને બ્લડ શુગરને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે. તેમાં કાર્બ્સ ની માત્રા પણ હોતી નથી. એટલા માટે ડાયાબિટીસના દર્દીઓ માટે દૂધીનો જ્યૂસ અથવા શાક ખાવું ફાયદા કારણ બની શકે છે. તે સિવાય આ જ્યૂસ તમને કબજિયાતમાંથી પણ રાહત અપાવવામાં મદદ કરશે.

કેવી રીતે બનાવશો દૂધીનુ જ્યુસ?

દુધીનું જ્યુસ બનાવવું ખૂબ જ સરળ છે. અહીંયા અમે તમને દૂધીનું જ્યુસ બનાવવાની રેસિપી જણાવી રહ્યા છીએ, જેને વજન ઘટાડવાથી લઈને ડાયાબિટીસના રોગીઓ પણ પી શકે છે. દૂધીનુ જ્યુસ બનાવવા માટે તમે ૧ અથવા ૨ તાજી દુધી લો અને તેને મીડીયમ ટુકડામાં કાપી લો. હવે તમે કાપેલા ટૂકડાંને જ્યુસર માં નાખો અને દૂધીનો રસ કાઢી લો.

આ તાજી દૂધીના રસમાં તમે એક ચમચી લીંબુનો રસ, એક ચમચી તજ અને થોડું સંચળ પણ ઉમેરીને સેવન કરી શકો છો. જો તમે આ દૂધીનાં જ્યૂસનું દરરોજ સેવન કરો છો તો તેનાથી તમારું બ્લડ શુગર કન્ટ્રોલમાં રહેશે અને વજન ઘટાડવામાં પણ મદદ મળશે.

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *