આ કારણને લીધે હંમેશા સોનાથી ઢંકાયેલા રહે છે બપ્પી લહેરી, તેમની પાસે રહેલું છે આટલું સોનું

બોલિવૂડમાં પોતાના દમદાર અવાજ અને પોતાના સોનુ પહેરવાના શોખને કારણે ખાસ ઓળખ મેળવનાર સુપ્રસિદ્ધ ગાયક બપ્પી લહેરીનો હાલમાં જ ૬૮મો જન્મદિવસ હતો. હિન્દી સિનેમાને બપ્પી લહેરીએ ઘણા યાદગાર ગીતો આપેલા છે અને તેઓ બોલિવૂડના મશહૂર ગાયકમાં પોતાનું સ્થાન રાખે છે. ૨૭ નવેમ્બર, ૧૯૫૨માં જલપાઈગુડી માં જન્મેલા બપ્પી લહેરી પોપ મ્યુઝિક નાં કિંગ કહેવામાં આવે છે. હાલમાં જ તેમનો જન્મદિવસ હતો અને આ અવસર પર અમે તમને જણાવીશું કે આખરે બપ્પી લહેરી આટલું સોનુ શા માટે પહેરે છે અને તેમની પાસે કુલ કેટલું સોનું છે.

બપ્પી લહેરી પોતાની ગાયકી ની સાથે સાથે હમેશાથી પોતાના સોનુ પહેરવાના શોખને કારણે ચર્ચામાં રહેતા હોય છે. તેમને જ્યારે પણ જોવામાં આવે છે તો તેઓ સોનાથી ઢંકાયેલા નજર આવે છે. સોનુ પહેરવા પાછળની વાત કરવામાં આવે તો તેઓ તેને તેઓ પોતાના માટે ભાગ્યશાળી માને છે. તેમનું માનવું છે કે વધારે માત્રામાં સોનુ પહેરવું તેમના ભાગ્ય સાથે જોડાયેલ છે અને એટલા માટે તેઓ હંમેશા સોનાથી ઢંકાયેલાં રહે છે.

તમે બપ્પી લહેરીને જ્યારે પણ જોયા હશે તો જોયું હશે કે બપ્પી પોતાના ગળા અને હાથમાં સોનુ પહેરેલા નજર આવે છે. વધારે સોનું પહેરવા પાછળ તેઓ વધુ એક કારણ જણાવે છે. તેમણે ઘણાં ઇન્ટરવ્યૂમાં તે વાતનો ખુલાસો કર્યો છે કે અમેરિકન રોકસ્ટાર એલ્વિસ પ્રેસ્લી પાસેથી તેમને આટલી વધારે માત્રામાં સોનુ પહેરવાની પ્રેરણા મળી હતી. એલ્વિસ પ્રેસ્લી ને જોયા બાદ તેમણે પણ સોનું પહેરવાનું ચાલુ કરી દીધું હતું.

બપ્પી લહેરી એક વખત ઇન્ટરવ્યૂમાં તે વાતનો ખુલાસો કર્યો હતો કે હોલીવુડ ગાયક એલ્વિસ પ્રેસ્લી સોનાની ચેન પહેરે છે અને તે મને ખૂબ જ પસંદ છે. હું તે સમયે વિચારતો હતો કે જ્યારે હું સફળ વ્યક્તિ બની જઈશ તો પોતાની અલગ છબી બનાવીશ અને ત્યારબાદ મેં આટલું સોનુ પહેરવાનું નક્કી કર્યું. સોનુ મારા માટે નસીબદાર છે.

તમે તે વાતથી તો વાકેફ થઈ ગયા કે કયા કારણને લીધે બપ્પી લહેરી આટલું સોનુ પહેરે છે, પરંતુ શું તમે જાણો છે કે આખરે બપ્પી લહેરી પાસે કેટલું સોનું છે? તો ચાલો આજે અમે તમને એ વાતથી પણ અવગત કરાવીએ. વર્ષ ૨૦૧૪માં જ્યારે લોકસભાની ચૂંટણી થઈ હતી તે સમયે બપ્પી લહેરીની પાસે કેટલું છે તે વાતની જાણકારી સામે આવી હતી.

બપ્પી લહેરીએ વર્ષ ૨૦૧૪માં સામાન્ય ચૂંટણીમાં પોતાની પાસે રહેલ સોનું અને સંપત્તિની જાણકારી શેર કરી હતી. જણાવી દઈએ કે બપ્પી લહેરી વર્ષ ૨૦૧૪માં ચૂંટણી લડી હતી અને તેવામાં તેમણે પોતાના ચૂંટણી સોગંદનામામાં તે વાત જણાવી હતી કે તેમની પાસે કુલ કેટલું સોનું છે. બપ્પી લહેરી દ્વારા આપવામાં આવેલ જાણકારી અને સોગંદનામાં અનુસાર વર્ષ ૨૦૧૪માં બપ્પી લહેરી પાસે ૭૫૪ ગ્રામ સોનું હતું અને ૪.૬૨ કિલો ગ્રામ ચાંદી હતું. જોકે હવે તેમાં ઘણો બદલાવ થઈ ગયો છે કારણ કે તે ૬ વર્ષ પહેલા ની જાણકારી છે.