આ કારણને લીધે પોતાની દિકરી સાથે લગ્ન કરવા માંગતા હતા મહેશ ભટ્ટ, કર્યું હતું લિપ લોક

Posted by

બોલિવૂડમાં હંમેશાં કંઈક ને કંઈક થતું રહેતું હોય છે, જેના કારણે ફિલ્મ દુનિયાના લોકો લાઈમ લાઈટમાં રહે છે. ક્યારેક ક્યારેક એવી વાતો સામે આવે છે, જેને જાણીને આશ્ચર્ય તો થાય છે પરંતુ તેમની પર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આવું પહેલા પણ ઘણી વખત બન્યું છે. જ્યારે જ્યારે ફિલ્મી દુનિયાના પડદા પાછળની વાતો લોકોની સામે આવી છે, તો સાંભળીને લોકો હેરાન થઈ ગયા છે. એકવાર ફરીથી આવી કહાની સામે આવી છે, જેને જાણી લીધા બાદ તમને જરૂરથી તેના પર વિશ્વાસ થશે નહીં. આ વાત એક બાપની છે, જે પોતાની દીકરી સાથે લગ્ન કરવા માંગતો હતો.

જી હાં, આ કહાની બોલિવૂડના મશહુર ભટ્ટ પરિવારની છે. પોતાની કલાને લઈને પરિપૂર્ણ મહેશ ભટ્ટને ફિલ્મફેરનો એવોર્ડ પણ મળેલ છે. મહેશ ભટ્ટને બોલિવુડના ફેમસ તથા સફળ નિર્દેશક માં ગણવામાં આવે છે અને તેઓ આ વાત પોતાની ફિલ્મો દ્વારા પર ઘણી વખત સાબિત કરી ચૂક્યા છે. પરંતુ જણાવી દઈએ કે મહેશ ભટ્ટ પોતાના આ કિરદાર સિવાય ખુબજ રંગીન મિજાજ માટે પણ જાણીતા છે. તેમના આ અંદાજને કારણે ઘણી વખત મીડિયા અને દેશની સામે તેમને શરમાવું પણ પડ્યું છે.

દીકરી સાથે કર્યું લિપ લોક

તમને કદાચ યાદ હશે જ્યારે એક મેગેઝીનના કવર પર મહેશ ભટ્ટ તથા તેમની દીકરી પૂજા ભટ્ટની તસવીર છપાઈ હતી. આ તસવીરમાં મહેશ ભટ્ટ પોતાની દીકરી પૂજા ભટ્ટની સાથે લિપ લોક કરતા દેખાઈ રહ્યા હતા. બસ પછી શું હતું, જેવી આ તસવીર લોકોની વચ્ચે પહોંચી બોલિવૂડની સાથે-સાથે મહેશ ભટ્ટની જિંદગીમાં પણ કોહરમ મચી ગયો. આ વાત મીડિયામાં ફેલાઈ ગઈ અને મહેશ ભટ્ટને આ કારણને લીધે ખૂબ જ શરમનો સામનો કરવો પડ્યો હતો. વાત એટલી વધી ગઇ હતી કે આ વાતને લઇને વિવાદ પણ ઉભો થઈ ગયો હતો.

કહ્યું – દીકરી ના હોત તો લગ્ન કરી લેત

આ વિવાદ એટલો વધી ગયો હતો કે તેને સમાપ્ત કરવા માટે મહેશ ભટ્ટે પ્રેસ-કોન્ફરન્સ બોલાવી પડી હતી. જેમાં તેમણે પોતાના દિલની લાગણીઓને વ્યક્ત કરી હતી અને કહ્યું કે, “જો પૂજા ભટ્ટ મારી દીકરી ના હોત તો મેં તેની સાથે લગ્ન કરી લીધા હોત.” જેવી મહેશ ભટ્ટ દ્વારા આ વાત બધાની સામે કરવામાં આવી તો લિપ લોક વાળો વિવાદ એક અલગ ઉંચાઈ પર પહોંચી ગયો અને આ વિવાદે એક અલગ જ રૂપ લઈ લીધું. આ વિવાદ મહેશ ભટ્ટના લગ્ન વાળા નિવેદન બાદ વધારે વધી ગયો હતો.

ડિપ્રેશનનો થયા શિકાર

આ વાતની અસર મહેશ ભટ્ટ પર એટલી પડી હતી કે તેઓ ડિપ્રેશનમાં ચાલ્યા ગયા હતા. બાદમાં મહેશ ભટ્ટ દ્વારા મીડિયામાં ખુલાસો આપવામાં આવ્યો કે તેઓ ખૂબ જ વિવાદોમાં રહ્યા છે અને જેના લીધે તે ખૂબ જ ડિપ્રેશનમાં ચાલ્યા ગયા હતા. એ જ કારણ હતું કે તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું છે. જેના લીધે ત્યાં તેમના જીવનમાં આવી સમસ્યાઓ ઊભી થઈ છે. તેમણે કહ્યું હતું કે આ કારણને લીધે મારે ઘણું બધું સહન કરવું પડ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *