મનુષ્ય ઘરમાં સુખ-સમૃદ્ધિ જાળવી રાખવા માટે પોતાની તરફથી દરેક સંભવ પ્રયત્નો કરે છે. દિવસ-રાત મહેનત કરીને પોતાના ઘર પરિવારને ખુશ રાખવાના પ્રયત્નમાં લાગી રહે છે. પરંતુ ક્યારેક કોઇ પણ પ્રકારની સમસ્યા ઉત્પન્ન થઇ જાય છે. જેના કારણે મનુષ્ય હંમેશા ચિંતામાં રહે છે. પરંતુ જે ઘર-પરિવારમાં સમસ્યા ઉત્પન્ન થાય છે, તેની પાછળ આપણા ઘરના વાસ્તુ દોષ પણ હોઈ શકે છે.
વાસ્તુશાસ્ત્રમાં ઘરની સુખ સમૃદ્ધિ માટે અનેક પ્રકારના નિયમ બનાવવામાં આવ્યા છે. જેનું જો દરેક વ્યક્તિ પાલન કરે છે, તો તેના ઘરમાં દરેક સદસ્ય હંમેશાં સકારાત્મક ઉર્જાથી ભરપુર રહે છે અને ઘરની નકારાત્મક ઊર્જા દૂર થાય છે. વાસ્તુ દોષોના લીધે ઘણા લોકોનું મન દુઃખી રહે છે. કોઇને કોઇ પ્રકારની સમસ્યાઓ આવતી રહે છે. એટલું જ નહીં ધનહાનિ નો પણ સામનો કરવો પડે છે. આજે તમને વાસ્તુદોષ દૂર કરવાના અમુક રીત જણાવીશું. જેનાથી તમારા ઘર પરિવારની ખુશી જળવાઈ રહેશે.
આ પ્રકારના વાસ્તુદોષને તરત જ કરો દૂર

- આર્થિક સમસ્યાનું મુખ્ય કારણ, વાસ્તુશાસ્ત્રમાં નળથી સતત ટપકતું પાણી માનવામાં આવે છે. જો તમારા ઘરમાં આવો નળ હોય, જેમાંથી સતત પાણી ટપકતું રહેતું હોય, તો તેનાથી ધન હાનિનો સામનો કરવો પડે છે. ભેગા કરેલા પૈસા સામાન્ય કામોમાં વ્યર્થ અને ખર્ચ થઈ જાય છે.
- તમે તમારા ઘરમાં ઈશાન ખુણા એટલે કે ઉત્તર પૂર્વ ખૂણામાં કોઈપણ પ્રકારનો કચરો કે ડસ્ટબીન ન રાખવું. કારણ કે વાસ્તુ શાસ્ત્ર અનુસાર આપણા ઘરનો તે ભાગ ખૂબ જ શુદ્ધ અને સકારાત્મક માનવામાં આવે છે.
- વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરનો ઢાળ ઉત્તર પૂર્વ દિશામાં ઊંચું છે, તો તેના લીધે ધન આગમન માં અનેક સમસ્યાઓ ઉત્પન્ન થવા લાગે છે.

- જો પતિ પત્નીના રૂમમાં અરીસો હોય તો તેના લીધે હંમેશા વાદ વિવાદ બની રહે છે અને પતિ-પત્ની વચ્ચે સંબંધો ખરાબ થઈ જાય છે.
- જો તમારા ઘરમાં મહેમાનો રૂમ બનાવેલો હોય તો દક્ષિણ પૂર્વ દિશાની બાજુ ના બનાવો. કારણ કે તેના લીધે ધનપ્રાપ્તિમાં સમસ્યા ઉત્પન્ન થાય છે. દક્ષિણ-પૂર્વ દિશા ધન આગમન ની દિશા માનવામાં આવે છે.
- વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે પણ ઘરની છત પર કે સીડી નીચે કચરો ના રાખવો જોઈએ. કારણકે તેનાથી ધનહાનિ નો સામનો કરવો પડે છે. તે ઉપરાંત ઘર પરિવારના લોકોનું સ્વાસ્થ્ય પર ખરાબ રહે છે.
- કોઈપણ વ્યક્તિના ઘરમાં શૌચાલય દક્ષિણ-પશ્ચિમ દિશામાં હોય તો તેના લીધે ઘરમાં ધન નથી ટકતું.

- વાસ્તુશાસ્ત્ર અનુસાર તમે તમારા ઘરમાં કબાટ હંમેશા દક્ષિણ દિશાની દીવાલમાં રાખવો અને કબાટનું મોઢું ઉત્તર દિશાની બાજુ હોવું જોઈએ. તમારે તે વાતનું ધ્યાન રાખવાનું છે કે દક્ષિણ દિશાની તરફ તિજોરીનું મોઢું ન રાખવું કારણ કે તેના લીધે ધનહાનિ થાય છે.
- વાસ્તુશાસ્ત્રમાં તે વાતનો ઉલ્લેખ મળે છે કે ઘરનાં ઉત્તર પુર્વમાં ઢાળ હોવો જોઈએ. આ દિશામાં પાણીનો નિકાસ રાખવો ઉત્તર પશ્ચિમનો ભાગ હંમેશાં ઊંચું રાખો.