આ કારણોથી કરવી પડે છે સિઝેરિયન ડિલિવરી

Posted by

પ્રેગ્નન્સી દરમિયાન દરેક મહિલા એવું જ ઈચ્છતી હોય છે કે તેની ડિલિવરી નોર્મલ થાય. પરંતુ ક્યારેક મહિલા અને બાળકના સ્વાસ્થ્યને જોઇને સિઝેરીયન ડિલિવરી કરવાની ડોક્ટરને ફરજ પડે છે. ક્યારેક એવું પણ બને છે કે ખુદ મહિલા જ ડોક્ટરને સિઝર કરવાનું કહી દે છે કારણકે તે મહિલા દુખાવો સહન કરવા માંગતી ના હોય. અત્યારની લાઇફ સ્ટાઇલ જોતા પણ લગભગ વધારે પડતી મહિલાઓ સિઝર ડિલિવરી જ કરાવે છે. આપણે અહીંયા એ વિશે વાત કરશું કે મહિલા નોર્મલ ડિલિવરી કરવા માંગતી હોય તો પણ ડોક્ટર કેમ સિઝર કરવાની સલાહ આપે છે. તો ચાલો જાણીએ સિઝેરિયન ડિલિવરી કરવાના કારણો વિશે વિસ્તારમાં.

સિઝેરીયન ડિલિવરી કરવા માટે મહિલાના પેટ પર ચિરો મુકીને બાળકને ગર્ભાશય માંથી બહાર કાઢવામાં આવે છે. નોર્મલ ડિલિવરી માં મહિલાને ૨૪ કલાકમાં હોસ્પિટલ માંથી રજા મળી જતી હોય છે. પરંતુ સિઝેરીયન ડિલિવરીમાં મહિલાને ઓછામાં ઓછાં ૪ થી ૫ દિવસ હોસ્પિટલમાં રહેવું પડે છે.

આ કારણથી કરવી પડે છે સિઝેરીયન ડિલિવરી

ગર્ભવતી મહિલા નું બ્લડ પ્રેશર વધવાને કારણે અથવા તો દૌરા પડવાની સ્થિતિમાં સીઝેરિયન ડિલિવરી કરવામાં આવે છે. જો આ સ્થિતિમાં નોર્મલ ડિલિવરી કરવામાં આવે તો મગજની નસ ફાટી શકે છે અથવા તો લીવર અને કિડની પણ ખરાબ થવાની શક્યતા રહેલી હોય છે. નાના કદવાળી મહિલાનું નીતંબનું હાડકું નાનું હોવાના કારણે નોર્મલ ડિલિવરી થવાના ચાન્સ ખુબ જ ઓછા હોય છે.

ઘણીવાર એવું પણ બને છે કે દવાઓના લીધે બચ્ચે દાનીનું મોઢું નથી ખુલી શકતું જેના લીધે પણ સર્જરી કરવામાં આવે છે. વધારે પડતું લોહી નીકળી જવા પર પણ સિઝેરીય ન ડિલિવરી કરવી પડતી હોય છે. બાળકના ધબકારા ઓછા હોવાના લીધે અથવા તો ગર્ભનાળ બાળકમાં વીંટળાયેલા હોવાથી, બાળક આડું કે ઊંધું થઈ જવાથી, કમજોરી અથવા લોહી ઓછું હોવા ના લીધે પણ ઓપરેશન કરવું પડે છે.

અત્યારે તો મોટાભાગ ની મહિલાઓ જ ડોકટરને સીઝેરીયન કરવાનું કહે છે. કારણકે નોર્મલ ડિલિવરી માં વધારે દુખાવો સહન કરવો પડે છે. જ્યારે સિઝર માં ડિલિવરી સમયે કોઈપણ પ્રકારનો દુખાવો થતો નથી. જો કે ડિલિવરી થઈ ગયાના થોડા સમય બાદ દુખાવો થાય છે પરંતુ તેની દુખાવાની દવા લેવાથી થોડા સમયમાં જ દુખાવો બંધ થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *