આ ખેલાડી તોડશે રોહિત શર્માનું સપનું! ૨૪ વર્ષની ઉંમરમાં બનશે ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન

Posted by

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ હાલમાં જ એક મોટી ઘોષણા કરી હતી કે તેઓ આ મહિનાથી શરૂ થનાર ટી-૨૦ વર્લ્ડકપ બાદ ભારતની ટી-૨૦ કેપ્ટનશીપ માંથી રાજીનામું આપી દેશે. તેની સાથે જ વર્લ્ડકપ બાદ ભારતને એક નવો કૅપ્ટન મળશે. નવા કેપ્ટન બનવાના સૌથી મોટા દાવેદાર ટીમ ઇન્ડિયાના વાઈસ કેપ્ટન રોહિત શર્માને માનવામાં આવી રહેલ છે, પરંતુ એક ખેલાડી એવો પણ છે જે ખુબ જ નાની ઉંમરમાં તેમનું આ સપનું તોડી શકે છે.

૨૪ વર્ષની ઉંમરમાં આ ખેલાડી બનશે કેપ્ટન

ટીમ ઇન્ડિયાના યુવાન વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત પણ નવા કેપ્ટન બનાવવાનો પુરો દમ ધરાવે છે. પંત હાલમાં ફક્ત ૨૪ વર્ષના છે અને તેમણે પોતાની કેપ્ટનશીપ કારકિર્દીની શરૂઆત ખુબ જ સારી રીતે કરી છે. હકીકતમાં ઋષભ પંતે હવે પોતાની જગ્યા એક લાંબા સમય માટે ભારતીય ટીમમાં બનાવી લીધી છે. તે યુવા પણ છે અને તેમની પાસે એક લાંબી કારકિર્દી પણ બાકી રહેલી છે, જેના લીધે તે કોઇ પણ ખેલાડી કરતાં વધારે ઉપયોગી સાબિત થઇ શકે છે.

રોહિત નું આ કારણથી તુટી શકે છે સપનું

હકીકતમાં રોહિત શર્માને નવા કેપ્ટન બનાવવામાં મુશ્કેલી એટલા માટે છે કારણ કે તેની ઉંમર હવે ૩૪ વર્ષની થઈ ચુકી છે અને તે વિરાટ કોહલી થી પણ બે વર્ષ મોટા છે. તેવામાં રોહિત હવે અમુક વર્ષ બાદ રિટાયરમેન્ટની ઘોષણા કરી શકે છે. લાંબા સમય નું વિચારીને રોહિત શર્માને નવા કેપ્ટન બનાવી શકાય નહીં, નહિતર ટીમ ઈન્ડિયાને ફરીથી એક નવા કેપ્ટન ની શોધ કરવી પડશે. તેવામાં રિષભ પંત રોહિત કરતાં સારો ઓપ્શન સાબિત થઈ શકે છે.

આઈપીએલમાં બતાવ્યો જલવો

આઇપીએલ ૨૦૨૧ માં પણ રિષભ પંતે દિલ્હી કેપિટલ્સ ની કેપ્ટનશીપ ખુબ જ શાનદાર અંદાજમાં કરેલી છે. દિલ્હી હાલના સમયે પોઇન્ટ ટેબલમાં ટોપ પર છે. દિલ્હી આ વર્ષે આઇપીએલ જીતવાની સૌથી મોટી દાવેદાર માનવામાં આવે છે. વિકેટની પાછળથી ઘણી વખત જોવામાં આવે છે કે પંત બોલિંગ કરી રહેલા બોલરને યોગ્ય દિશામાં બોલિંગને કરવા માટે જણાવે છે. પુર્વ કેપ્ટન ધોની પણ ઘણી વખત આવું કરતા જોવામાં આવતા હતા.

ધોની જેવો છે દમ

રિષભ પંત માં પણ ધોની જેવો જ અનોખો દમ નજર આવે છે. જણાવી દઈએ કે જ્યારે ૨૦૦૭માં ધોનીને ટીમ ઈન્ડિયાને કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી તો તે યોગ્ય સાબિત થયા હતા. ધોનીની કેપ્ટનશીપમાં ભારતે બે વર્લ્ડકપ અને એક ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. તે વાત બધા જાણે છે કે એક વિકેટકીપર મેદાન ઉપર કોઈ પણ ખેલાડી થી વધારે ગેમ ને સમજે છે. તેવામાં રિષભ પંતને ધોની ની જેમ ઉપયોગ કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *