આ મહિલાએ તો હદ કરી નાંખી, કચરાને બદલે ડસ્ટબિનમાં પોતાના બાળકને ફેંકી આવી, પછી જુઓ શું થયું

Posted by

સોશિયલ મીડિયા એક એવી જગ્યા છે, જ્યાં હંમેશાં કંઈને કંઈ વાઈરલ થતું રહે છે. ક્યારેક આપણે આ વસ્તુઓને જોઈને દુઃખી થઈ જઈએ છે, તો ક્યારેક આપણું હસવાનું અટકવાનું નામ નથી લેતુ. વળી અમુક વિડિયો એટલા અજીબો ગરીબ હોય છે, જેને જોઈ આંખો પર વિશ્વાસ કરવો પણ મુશ્કેલ થઈ જાય છે. આપણે વિચારમાં પડી જઈએ છે કે આવું કોણ કરે છે? હવે સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોને લઈ લો. આ વીડિયોમાં એક મહિલા કચરાની જગ્યાએ પોતાના બાળકને ડસ્ટબિનમાં નાખી દે છે. પછી જે થાય છે તે ઘણું જ મજેદાર છે.

એક માતા ઉપર ઘરની ઘણી બધી જવાબદારી રહે છે. તેને બાળકો સાંભળવાથી લઈને ઘરના કામકાજ સુધી ઘણું બધું કરવાનું રહે છે. આ બધા કામ પણ તેણે કોઈ એક દિવસ નહીં પરંતુ દરરોજ કરવા પડે છે. તેવામાં ઘણીવાર એના દિમાગમાં એક સાથે ઘણા વિચાર  ચાલે છે. તે માત્ર ફીઝીકલ નહીં પરંતુ મેંટલી પણ થાકી જાય છે. તેવામાં અમુક ભુલ થવી સામાન્ય વાત છે. પરંતુ આ વાયરલ વીડિયોમાં દેખાવાવાળી મહિલા એ તો હદ કરી દીધી.

વીડિયોમાં જોઇ શકાય છે કે મહિલા કચરો ફેંકવા માટે ઘરની બહાર નીકળી રહી છે. તેના  એક હાથમાં બાળક અને બીજામાં કચરાની બેગ છે. મહિલા બંનેને લઈને ઘરની બહાર જાય છે. પછી જ્યારે તે ફરી આવે છે તો તેના હાથમાં માત્ર કચરો રહી જાય છે અને બાળક ગાયબ થઈ જાય છે. થોડા સમય પછી મહિલાને અહેસાસ થાય છે કે તે ડસ્ટબિન માં કચરાની જગ્યાએ બાળકને ફેંકી આવી છે. પછી તે બાળકને લાવવા માટે દોડે છે.

આ વિડીયો જોવામાં ઘણો જ મજેદાર લાગે છે. સોશિયલ મીડિયા પર પણ આ વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને ટીમ ઈન્ડિયાનાં સ્પિનર હરભજન સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. રસપ્રદ વાત એ છે કે વિડિયોને શેર કરતાં તેમણે શિખર ધવનને પણ ટેગ કર્યા છે. તેમણે કેપ્શનમાં લખ્યું કે શિખર ધવન એવું કરી શકે છે. તેમના આ કેપ્શન પર શિખર ધવને રીપ્લાય પણ કર્યો છે.

તેમણે લખ્યું કે, “માલિક હાથ જોડું છું, ઘરે આયશા મારી હાલત ખરાબ કરી દેશે.” શિખર નાં આ રીપ્લાય પછી હરભજન સિંહે હસવા વાળી ઈમોજી બનાવી છે. વળી કોમેન્ટ સેક્શન માં પણ ફેન્સ ઘણા મજા લઇ રહ્યા છે.

જુઓ વિડિયો


આ વીડિયોને અત્યાર સુધીમાં ૩ લાખ થી વધારે લાઇક્સ મળી ચુક્યા છે. કોમેન્ટ સેક્શન માં દરેક હસવા વાળી ઈમોજી બનાવી રહ્યાં છે. જ્યારે એક યુઝરે કોમેન્ટ કરી લખ્યું કે, “આભાર માનો કે આ મમ્મી થી થયું હતું. જો પપ્પા એ આવું કર્યું હોત તો આવી બન્યું હતું.” જ્યારે એક મહિલા યુઝર લખે છે કે, “જ્યારે તમે ટેન્શન માં હોવ છો તો આવી ભુલ થઈ જાય છે. જોકે ધિસ ઈઝ ટુ મચ.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *