આ મહિનામાં થઈ રહેલું રાશિ પરિવર્તન આ રાશિઓને પહોંચાડશે મોટું નુકસાન અને ૫ રાશિઓને થશે મોટો ફાયદો

હિન્દુ ધર્મમાં જ્યોતિષનું ઘણું મહત્વ હોય છે. જ્યોતિષનાં આધાર પર ઘણાં લોકો પોતાના કામ કરે છે. શાસ્ત્રોમાં પણ જ્યોતિષનાં લાભ વિશે બતાવવામાં આવ્યું છે. આ જ્યોતિષમાં રાશિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુર્યદેવ ૧૬ જુલાઈએ કર્ક રાશિમાં પ્રવેશ કરવાના છે અને આ રાશિમાં તે ૧૭ ઓગસ્ટ ૨૦૨૧ સુધી સ્થિત રહેશે. જણાવી દઈએ કે સુર્યગ્રહનાં ગોચરને સંક્રાંતિનાં નામથી પણ જાણવામાં આવે છે. સુર્યદેવનો કર્ક રાશિમાં પ્રવેશ એટલે કે કર્ક સંક્રાંતિ પ્રકૃતિમાં ઋતુ પરિવર્તનનો સંકેત હોય છે. જ્યોતિષ વિજ્ઞાન પ્રમાણે તો સુર્ય ભગવાન જગતની આત્મા છે. તે બધા ગ્રહોના રાજા માનવામાં આવે છે. તેની સાથે જ તેમને બધી રાશિના સ્વામી માનવામાં આવે છે. મેષ રાશિમાં તે ઉચ્ચ ભાવમાં રહે છે. તુલા રાશિમાં સુર્યને કમજોર માનવામાં આવે છે.

જણાવી દઇએ કે ઉચ્ચ ભાવમાં ગ્રહ અધિક મજબુત અને બળશાળી રહે છે. જ્યારે નીચ રાશિમાં તે કમજોર થઈ જાય છે. સુર્યદેવનાં કર્ક રાશિમાં ગોચર થી અમુક રાશિના જાતકોને  મુશ્કેલી પણ ભોગવવી પડે છે. જ્યોતિષ વિજ્ઞાન પ્રમાણે તો કર્ક સંક્રાંતિએ ૬ મહિનાનાં ઉતરાયણ કાળનો અંત માનવામાં આવે છે. તે સિવાય આ દિવસે દક્ષિણાયન ની શરૂઆત થાય છે, આ સ્થિતિ મકરસંક્રાંતિ સુધી રહે છે. સુર્ય દેવ આ દિવસ પછી જ દક્ષિણાયન થઈ જાય છે. ત્યારબાદ સુર્યનું ઉત્તરાયણ શરૂ થાય છે. આ દિવસે સુર્યદેવની પુજાનું વિશેષ મહત્વ છે.

રાશિફળ

બધી રાશિ પર કર્ક સંક્રાંતિનો પ્રભાવ સમાન રૂપે જોવા મળશે. પરંતુ અમુક રાશિઓએ વિશેષ સાવધાની રાખવાની જરૂરિયાત પડશે. અમે તમને તે રાશિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

મેષ રાશિ

સુર્યનું રાશિ પરિવર્તન થવું મેષ વાળાને થોડા વિષયમાં અમુક ઘણી પરેશાની વધારી શકે છે. આ દરમિયાન તમે તમારી છાપને લઈને સતર્ક રહો. વ્યવહારિક રૂપથી તમને અપયશ ની પ્રાપ્તિ થઇ શકે છે. ઉપાય માટે સુર્યદેવની પુજા કરો. પિતાની સેવા કરો.

મકર રાશિ

સુર્યનાં ગોચરથી તમારા વૈવાહિક જીવનમાં મુશ્કેલી આવી શકે છે. તમને બિઝનેસમાં પાર્ટનરશીપ થી ખોટ થઈ શકે છે. જેના કારણે તમારા લગ્નમાં વિલંબ થઈ શકે છે. આ સિવાય તમારા પિતા પક્ષની તરફથી કાર્યક્ષેત્રમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

સિંહ રાશિ

સિંહ રાશિવાળા જાતકોએ અહંકાર થી અંતર જાળવી રાખવું જોઈએ. સુર્યદેવને તમારી રાશિ ઉપર શુભ બનાવવા માટે રવિવારના દિવસે સુર્યદેવની પુજા કરો અને ગાયત્રી મંત્રનો જાપ કરો. તમારી વાણી ખરાબ ન કરો. તમારા સ્વભાવમાં વિનમ્રતા બનાવી રાખો.

કુંભ રાશિ

દેવગુરુ બૃહસ્પતિ કુંભ રાશિમાં વક્રી થઈને ગોચર કરી રહ્યા છે. આ દરમિયાન વિશેષ સાવધાની રાખવાની જરૂરિયાત છે. આ રાશિના જાતક પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. તમારા ધનનું નિવેશ સમજી-વિચારીને કરો. બોસ સાથે સંબંધ પ્રભાવિત હોઈ શકે છે. વડીલોનું સન્માન કરો વગેરે.

કર્ક સંક્રાંતિનું શુભ મુહૂર્ત

કર્ક સંક્રાંતિ -૧૬ જુલાઈ ૨૦૨૧, શુક્રવાર કર્ક સંક્રાંતિનું પુણ્ય કાલ પ્રાતઃ ૫.૩૪ થી સાંજે ૫:૦૯ સુધી રહેશે. તેની અવધિ -૧૧ કલાક ૩૫  મિનિટ, કર્ક સંક્રાંતિ મહાપુણ્ય કાલ- બપોરે ૨:૫૧ થી સાંજે ૫:૦૯ સુધી, અવધિ- ૨ કલાક ૧૮ મિનિટ, કર્ક સંક્રાંતિનો સમય સાંજે ૫ વાગ્યે ૧૮ મિનિટ.