આ મંદિર માં આજે પણ ધબકે છે ભગવાન શ્રીકૃષ્ણનું હ્રદય, આવો સાક્ષાત ચમત્કાર યુગો-યુગો સુધી જોવા નથી મળતો

દુનિયાભર માટે ભારત આસ્થાનું કેન્દ્ર છે. ભારતમાં ઘણા રહસ્યમય મંદિર છે. આ મંદિરોના રહસ્ય વિશે વૈજ્ઞાનિકો પણ જાણકારી મેળવી શક્યા નથી. આવા જ એક રહસ્ય વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. ભારતમાં એક એવું રહસ્યમય મંદિર છે, જ્યાં આજે પણ ભગવાન શ્રીકૃષ્ણનું હૃદય ધબકે છે. શરીરનો ત્યાગ કરી દીધા બાદ બધા લોકોના હૃદય ની ગતિ અટકી જતી હોય છે, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણએ શરીરનો ત્યાગ કરી દીધો હતો પરંતુ તેમનું હૃદય આજે પણ ધબકી રહ્યું છે. કદાચ આ વાત વિશે વાંચીને તમને વિશ્વાસ નહીં થઈ રહ્યો હોય, પરંતુ પુરાણોમાં આપવામાં આવેલી જાણકારી અને અમુક ઘટનાઓથી તમે પણ આ સત્ય આગળ પોતાનું માથું નમાવી દેશો.

દ્વાપર યુગમાં જ્યારે ભગવાન શ્રી હરી વિષ્ણુએ શ્રીકૃષ્ણના રૂપમાં અવતાર લીધો હતો તે તેમનું માનવ સ્વરૂપ હતું. સૃષ્ટિના નિયમ અનુસાર મનુષ્યનું આ રૂપમાં મૃત્યુ નિશ્ચિત હોય છે. ભગવાન શ્રીકૃષ્ણએ મહાભારતના યુદ્ધનાં ૩૬ વર્ષ બાદ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. જ્યારે પાંડવોએ તેમના અંતિમ સંસ્કાર કર્યા તો શ્રીકૃષ્ણનું સમગ્ર શરીર તો અગ્નિમાં સમાઈ ગયું હતું, પરંતુ તેમનું હૃદય ધબકી રહ્યું હતું. બ્રહ્મના હૃદયને અગ્નિ સળગાવી શકી નહીં. આ દ્રશ્ય જોયા બાદ પાંડવો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ત્યારે આકાશવાણી થઈ કે આ બ્રહ્મનું હૃદય છે, તેને સમુદ્રમાં પ્રવાહિત કરી દો. ત્યારબાદ પાંડવો એ ભગવાન શ્રીકૃષ્ણના હૃદયને સમુદ્રમાં પ્રવાહિત કરી દીધું હતું.

કહેવામાં આવે છે કે જળમાં પ્રવાહીત શ્રીકૃષ્ણનું હૃદય એક લાકડીનાં રૂપમાં બદલી ગયું અને પાણીમાં વહેતા વહેતા ઓડિસાનાં સમુદ્ર કિનારે પહોંચી ગયું. તે રાત્રે ત્યાંના રાજા ઇન્દ્રદ્રુયુન્મ ને શ્રીકૃષ્ણએ સપનામાં દર્શન આપ્યા અને કહ્યું કે તેઓ એક લાકડીના રૂપમાં સમુદ્ર કિનારા પર સ્થિત છે. સવારે જાગતા ની સાથે જ રાજા ઇન્દ્રદ્રુયુન્મ ભગવાન શ્રીકૃષ્ણની બતાવેલી જગ્યા પર પહોંચ્યા. ત્યારબાદ તેમણે લાકડીને પ્રણામ કર્યા અને તેને પોતાની સાથે લઈ ગયા. આ લાકડીથી જ ભગવાન જગન્નાથ બળભદ્ર અને સુભદ્રાજીની મર્તિનું નિર્માણ વિશ્વકર્માજી એ કર્યું.

અહીંયા ધબકે છે ભગવાન શ્રીકૃષ્ણનું હૃદય

ભગવાન શ્રી જગન્નાથની મુર્તિ લીમડાનાં લાકડા માંથી બનાવવામાં આવેલી છે અને દર ૧૫ અને ૧૯ વર્ષ બાદ તેને બદલી દેવામાં આવે છે. તેને નવ કલેવર અને પુર્નજન્મ ના નામથી પણ ઓળખવામાં આવે છે. જ્યારે પણ આ વિધિ નિભાવવામાં આવે છે, ત્યારે આખા શહેરની વીજળી કાપી નાખવામાં આવે છે. ત્યારબાદ મુર્તિ બદલવા વાળા પુજારી ભગવાનના કલેવર ને બદલે છે. આ સમયે પુજારીની આંખો ઉપર પટ્ટી બાંધી દેવામાં આવે છે અને હાથમાં કપડાં વીંટાળી દેવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ મુર્તિની નીચે આજે પણ શ્રીકૃષ્ણનું હૃદય ધબકે છે. ભગવાનના આ હૃદયના અંશને બ્રહ્મ પદાર્થ કહેવામાં આવે છે.

ભગવાન શ્રીકૃષ્ણની મુર્તિ બદલતા સમયે આખા શહેરમાં અંધારપટ છવાઈ જાય છે. પુજારીની આંખો ઉપર પટ્ટી બાંધવામાં આવે છે અને હાથમાં મોજા પહેરાવવામાં આવે છે. તેની પાછળ એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ ભુલથી તેને જોઈ લે છે તો તેનું મૃત્યુ થઈ જશે. આ વિધિ નિભાવતા પહેલા સંપુર્ણ સતર્કતા રાખવામાં આવે છે. મુર્તિ બદલનાર પુજારીનું કહેવું છે કે, “જ્યારે પણ આ પ્રક્રિયા કરવામાં આવે છે તો તે સમયે તેમને એવો અહેસાસ થાય છે કે કલેવરની અંદર સસલા કુદકા મારી રહેલ છે. જોકે હાથમાં કપડાં બાંધેલા હોય છે એટલે કંઈ સ્પષ્ટ જાણ થતી નથી.”