આ મંદિરમાં ભગવાન શિવજી અને માતા પાર્વતીનાં લગ્ન થાય હતા, જે જગ્યાએ સાત ફેરા લીધા હતા તે અગ્નિકુંડ આજે પણ પ્રગટી રહેલ છે

મહાદેવ અને માતા પાર્વતીનાં વિવાહ સાથે જોડાયેલી કહાની ખુબ જ રોચક છે, જેનો ઉલ્લેખ પણ શાસ્ત્રોમાં મળે છે. શાસ્ત્રો અનુસાર બંનેના લગ્ન ઉત્તરાખંડનાં રૂદ્રપ્રયાગ જિલ્લામાં થયા હતા. માતા પાર્વતીએ ભગવાન શિવને મેળવવા માટે ઘણી તપસ્યા કરી હતી અને આ તપસ્યા ને કારણે શિવ પાર્વતી સાથે વિવાહ કરવા માટે તૈયાર થઈ ગયા હતા.

હકીકતમાં દેવી પાર્વતી ભગવાન શિવ સાથે લગ્ન કરવા માંગતા હતા અને બધા દેવી-દેવતાઓ પણ એવું જ ઇચ્છતા હતા, પરંતુ ભોલેનાથ આ લગ્નથી ખુશ હતા નહીં. જ્યારે માતા પાર્વતીને આ વાતની જાણ થઈ તો તેમણે શિવજીને પોતાના પતિ બનાવવા માટે કઠોર તપસ્યા કરવાનો નિશ્ચય કર્યો હતો. શિવજીને પતિ બનાવવા માટે માતા પાર્વતીએ ઘોર તપસ્યા કરી હતી. આ દરમિયાન શિવજીએ માતા પાર્વતી ની ઘણી પરીક્ષાઓ પણ લીધી હતી, જેમાં પાર્વતીજી સરળતાથી પાર થઈ ગયા હતા.

કહેવામાં આવે છે કે જ્યારે માતા પાર્વતી શિવજીને મેળવવા માટે કઠોર તપસ્યા કરી રહ્યા હતા, ત્યારે શિવજી એક સુંદર રાજકુમારનાં રૂપમાં તેમને મળવા માટે આવ્યા હતા. પરંતુ માતા પાર્વતીએ તેમની ઉપર ધ્યાન આપ્યું નહીં અને પોતાની તપસ્યા શરૂ રાખી હતી. માતા પાર્વતીની આ તપસ્યા જોઈને શિવજી તેમની સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયા હતા. ત્યારબાદ તેમણે ધામધુમથી લગ્ન કરી લીધા હતા. આ લગ્નમાં દેવી દેવતાઓએ પણ ભાગ લીધો હતો.

જે સ્થાન પર તેમના વિવાહ થયા હતા તે આજે રુદ્રપ્રયાગનાં એક ગામ ત્રિયુગી નારાયણ નાં નામથી ઓળખવામાં આવે છે. અહીંયા ઘણા મંદિર છે અને આ મંદિરોને જોવા માટે લોકો દુર દુરથી અહીંયા આવે છે. ત્રિયુગી નારાયણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું મંદિર છે, જે તેમના લગ્નનું સ્થાન માનવામાં આવે છે.

ત્રિયુગી નારાયણમાં બ્રહ્મકુંડ અને વિષ્ણુ કુંડ પણ છે. શાસ્ત્રો અનુસાર શિવ અને પાર્વતીનાં વિવાહ માં બ્રહ્માજી પુજારી બન્યા હતા અને વિવાહ પહેલા બ્રહ્માજીએ બ્રહ્મકુંડ માં સ્નાન કર્યું હતું. આવી જ રીતે શિવ અને પાર્વતીના વિવાહ માં ભગવાન વિષ્ણુએ ભાઈનાં રૂપમાં બધા રીતરિવાજ અને આવ્યા હતા. વિષ્ણુ કુંડ તે સ્થાન છે, જ્યાં વિષ્ણુજીએ વિવાહ પહેલા સ્નાન કર્યું હતું. જ્યારે લગ્નમાં રહેલ અન્ય દેવી-દેવતાઓએ રુદ્રકુંડમાં સ્નાન કર્યું હતું અને ત્યારબાદ લગ્નમાં શામેલ થયા હતા.

ત્રિયુગી મંદિર તે સ્થાન છે, જ્યાં ભગવાન શિવ અને માતા પાર્વતીએ બેસીને વિવાહ કર્યા હતા. આ સ્થાન પર ભગવાન બ્રહ્માજી એ શિવ અને પાર્વતીના વિવાહ કરાવ્યા હતા. વિવાહનાં સમયે ભગવાન શિવજીને એક ગાય આપવામાં આવી હતી, જેને મંદિરના સ્તંભો પર બનાવવામાં આવેલ છે. જે સ્થાન પર આ ગાય બનેલી છે, તે આજે પણ ઊભા છે. તે સિવાય નજીકમાં ગૌર કુંડ પણ છે. કહેવામાં આવે છે કે આ સ્થાન ઉપર માતા પાર્વતી એક ઘોર તપસ્યા કરી હતી. આજે પણ આ કુંડનું પાણી ખુબ જ ગરમ છે.

મંદિર પરિસરમાં જ્યાં ભગવાન શિવ અને માતા પાર્વતીનાં વિવાહ થયા હતા ત્યાં આજે પણ આગ પ્રગટી રહી છે. આ અગ્નિ ચારોતરફ માતા પાર્વતી અને ભગવાન શિવે સાત ફેરા લીધા હતા. આ મંદિરમાં આવનારા લોકો રાખ ને પોતાની સાથે લઈ જાય છે. એવું માનવામાં આવે છે કે આ રાખ ને ઘરમાં રાખવાથી વૈવાહિક સંબંધોમાં મધુરતા જળવાઈ રહે છે.

તે સિવાય જે લોકોના લગ્ન થવામાં અડચણ આવી રહી હોય, તેઓ આ રાખ ઘરે લઈ જાય છે તો તેમના લગ્ન જલદી થઈ જાય છે. તે સિવાય જેમને સંતાન ન થઈ રહ્યું હોય તેવો અહીંયા આવીને પુજા કરે છે, તો તેમને સંતાન પ્રાપ્તિ થાય છે. દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં અહીં વિશેષ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં સામેલ થવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે. શિવરાત્રી દરમિયાન પણ મેળાનું આયોજન થાય છે. શિવરાત્રીના અવસર પર આ સ્થાન પર મેળાનું આયોજન કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ભગવાન શિવજી અને માતા પાર્વતીનાં લગ્ન મહાશિવરાત્રીના દિવસે થયા હતા.