આ મંદિરમાં જે પુરુષ જાય છે તે બની જાય છે સ્ત્રી, માનવામાં નહીં આવે પરંતુ આ હકીકત છે

આપણા દેશમાં મંદિરોને લઇને અલગ-અલગ પ્રકારની માન્યતા છે અને તેનું પુરી શ્રદ્ધાની સાથે અનુસરણ કરવામાં આવે છે. પછી ભલે કોઈ મંદિરમાં શરાબ ચડાવવાની વાત હોય અથવા તો કોઈ મંદિરમાં અમુક ઉંમર કરતાં વધારે યુવતીઓને જવાની મનાઈ હોય. આ બધા રિવાજોને માનીને તેને નિભાવવામાં આવે છે. આવું જ એક અદભુત મંદિર છે કેરળનાં “કોલ્લમ” માં. અહિયાં એક ખુબ જ અનોખી પરંપરાનું પાલન કરવામાં આવે છે. તો ચાલો તેના વિષે વિગતવાર જાણીએ.

દેશમાં એવા ઘણા મંદિર છે જ્યાં મહિલાઓનો પ્રવેશ વર્જિત છે અને મોટાભાગે ચર્ચામાં રહેતા હોય છે. પરંતુ દેશમાં એક એવું મંદિર છે જ્યાં પુરુષોના પ્રવેશ કરવા પર પ્રતિબંધ છે. આ મંદિરમાં તેમણે પુજા કરવા માટે મહિલાઓની જેમ સોળ શૃંગાર કરવા પડે છે. આ ખાસ મંદિર કેરળ કોલ્લમ જિલ્લામાં છે.

કોલ્લમમાં સ્થાપિત છે આ વિશેષ મંદિર

કેરળનાં કોલ્લમ જિલ્લામાં સ્થાપિત “કોટ્ટુનકુલંગરા દેવી” નાં આ મંદિરમાં પુજા કરવા માટે વિશેષ નિયમ છે. અહીં કોઈ પણ પુરુષને મંદિરમાં ત્યારે જ પ્રવેશ આપવામાં આવે છે જ્યારે તે સ્ત્રીની જેમ સોળ શૃંગાર કરીને આવે છે. તે ધ્યાન આપવાની બાબત છે કે મંદિરમાં કોઈ એક અથવા બે શૃંગાર કરવાથી પ્રવેશ મળતો નથી, પરંતુ સંપુર્ણ સોળ શૃંગાર કરવાનો સખત નિયમ છે.

ઘણા વર્ષો જુની છે સોળ શૃંગાર ની આ અનોખી પરંપરા

મંદિરમાં પુરુષો માટે દેવીની આરાધના કરવા માટેનો આ અનોખો રિવાજ ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે. મંદિરમાં દર વર્ષે “ચામ્યાવિલક્કુ” પર્વ વિશેષ આયોજન કરવામાં આવે છે. આ દિવસે અહીંયા પર હજારોની સંખ્યામાં પુરુષો શૃંગાર કરીને પહોંચે છે.

મંદિરમાં જ છે મેકઅપ ની વ્યવસ્થા

સામાન્ય રીતે તો પુરુષો બહાર થી જ સોળ શૃંગાર કરીને આવે છે. પરંતુ જો કોઈ અન્ય શહેર માંથી આવેલ હોય અથવા તો બહારથી મેકઅપ કરીને આવેલ નથી, તો તેના માટે મંદિરમાં જ વ્યવસ્થા કરવામાં આવેલ છે. મંદિરનાં પરિસરમાં જ મેકઅપ રૂમ છે, જ્યાં જઈને પુરુષો સોળ શૃંગાર કરી શકે છે. તેમાં યુવકની માં, પત્ની અને બહેન પણ મદદ કરે છે.

પુરી થાય છે સારી નોકરી અને પત્નીની મનોકામના

કહેવામાં આવે છે કે પુરુષો જો અહીંયા પણ સારી નોકરી અથવા સારી પત્નીની મનોકામના લઇને આવે છે અને મંદિરના નિયમો અનુસાર પુજા કરે છે, તો તેની આ ઈચ્છા પુરી થઈ જાય છે. એ જ કારણ છે કે ખુબ જ મોટી સંખ્યામાં અહીંના પુરુષો મહિલાઓના વેશમાં પહોંચે છે. સાથોસાથ માતાજીની આરાધના કરીને તેમની પાસે મનોવાંછિત નોકરી અને પત્નીનાં આશીર્વાદ પ્રાપ્ત કરે છે.

સ્વયં પ્રગટ થયેલ છે માતાજીની પ્રતિમા

માન્યતા છે કે મંદિરમાં સ્થાપિત માતાજીની મુર્તિ સ્વયં જ પ્રગટ થયેલી છે. તે સિવાય આ કેરળ પ્રાંતનું એકમાત્ર એવું મંદિર છે, જેના ગર્ભગૃહની ઉપર કોઈપણ પ્રકારની છત નથી.

પશુ ચરાવનાર લોકોને મળે છે શ્રેય

જાણકારો અનુસાર વર્ષો પહેલાં અમુક પશુ ચલાવનાર લોકોએ મંદિરનાં સ્થાન ઉપર જ મહિલાઓની જેમ કપડાં પહેરીને પથ્થર પર ફુલ ચડાવ્યા હતા. ત્યારબાદ પથ્થરમાંથી દિવ્ય શક્તિ નીકળવા લાગી. ધીરે ધીરે લોકોની આસ્થા વધી ગઈ અને આ જગ્યાને મંદિરમાં પરિવર્તિત કરી દેવામાં આવેલ. મંદિર વિશે વધુ એક કથા પ્રચલિત છે કે દર વર્ષે માતાજીની પ્રતિમા અમુક હદ સુધી વધી જાય છે.