આપણો ભારત દેશ રહસ્યોથી ભરેલો પડ્યો છે. આપણા દેશમાં તમને દરેક જગ્યાએ કોઈ ના કોઈ રહસ્ય મળશે. અમુક જગ્યાઓ તો એવી પણ છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. પરંતુ જ્યારે બધું જ તમારી સામે હોય ત્યારે તેના પર વિશ્વાસ કરવો પડે છે. આવી જ એક જગ્યાની આવેલી છે મોહાસ ગામમાં. આ ગામમાં હનુમાનજીનું એક એવું મંદિર આવેલું છે જે મંદિર માં જતાં ની સાથે તુટેલા હાડકા જોડાઈ જાય છે. વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ છે પરંતુ આ વાત સાચી છે. આ મંદિરની રોજ હજારો ભક્તો મુલાકાત લે છે.
જબલપુર ના કટની થી ફક્ત ૩૫ કિલોમીટર દૂર મોહાસ ગામમાં આ મંદિર આવેલું છે. આ મંદિરમાં હનુમાનજીને ઓર્થોપેડીક હનુમાનજી ના નામથી ઓળખવામાં આવે છે. આ મંદિરમા ફ્રેકચર કે હાડકાની કોઈપણ જાતની તકલીફથી પીડાતા લોકોની લાઈનો લાગે છે. ખાસ કરીને શનિવાર અને મંગળવારે તો આ મંદિરમાં પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી. આ મંદિરમાં રોજ અલગ અલગ દૃશ્ય જોવા મળે છે.
અહીંયા ઘણા લોકો સ્ટ્રેચર માં આવે છે તો કોઈ પીઠ ઉપર કે એમ્બ્યુલન્સ માં આવે છે. ઘણા લોકો હાથ, પગ તૂટેલા હોય છે તો કોઈ લોકોને શરીરના અન્ય હાડકાની કોઈ તકલીફ સાથે અહીંયા આવે છે. અહીંયા આવતા લોકોના મનમાં બસ એક જ આશા હોય છે કે હનુમાનજી તેમના દુઃખ દૂર કરી દે. ભક્રતોની ઈચ્છા હનુમાનજી પૂરી પણ કરે છે. એટલા માટે જ લોકોએ આ હનુમાનજી ને ઓર્થોપેડીક હનુમાનજી નામ આપ્યું છે.
જ્યારે કોઈ દર્દી મંદિરના પરિસરમાં પહોંચે છે ત્યારે એ દર્દી તેમજ તેની સાથે આવેલા બધા જ લોકોને ત્યાંના પૂજારી આંખ બંધ કરીને શ્રી રામના નામનું સ્મરણ કરવાનું કહેવામાં આવે છે. આંખ બંધ થતાં જ ત્યાં હાજર રહેલ પંડિતજી પીડિત વ્યક્તિને કોઈ ઔષધિ જેવી દવા ખવડાવે છે. આ દવાને ખુબ જ ચાવીને ખાવાની હોય છે. બસ આ દવા પીડિત વ્યક્તિએ ખાઈ લીધા બાદ ત્યાંથી પૂરી શ્રદ્ધા સાથે નીકળી જવાનું કહે છે.
આ મંદિરમાં બસ આ એક જ ઉપાય કરવામાં આવે છે. પંડિત સરમન પટેલના જણાવ્યા પ્રમાણે આ ઔષધિ થી અને હનુમાનજીના આશીર્વાદ થી લોકોના તૂટેલા હાડકા જોડાઈ જાય છે. મંદિરમાં આ દવા દરરોજ મળે છે પરંતુ ત્યાંના એક રહેવાશી મૂળચંદ દુબેના જણાવ્યા પ્રમાણે શનિવાર અને મંગળવાર હનુમાનજીનો દિવસ હોવાથી આ દિવસે પીડિત વ્યક્તિને આપેલી ઔષધિ વધારે અસરકારક રહે છે. આ જ કારણના લીધે શનિવાર અને મંગળવારે આ મંદિરમાં મેળા જેવો માહોલ જોવા મળે છે.