આ મંદિરનાં પરિસરમાં જે મહિલા ચાદર ઓછીને સુઈ જાય છે તે બની જાય છે ગર્ભવતી, વિજ્ઞાન માટે પણ બની ગયેલ છે રહસ્ય

દરેક સ્ત્રી માટે મહાન બનવાનું સૌભાગ્ય હોય છે, પરંતુ અમુક પરિસ્થિતિઓને કારણે મહિલાઓને આ સૌભાગ્ય પ્રાપ્ત થઈ શકતું નથી. પરંતુ હિમાચલ પ્રદેશના સિમસા માં સ્થિત એક મંદિર છે, જ્યાં માતા સિમસા મહિલાઓને ગર્ભવતી થવાનાં આશીર્વાદ આપે છે. કહેવામાં આવે છે કે આ મંદિરમાં સંતાનહીન લોકોને સંતાનસુખ નાં આશીર્વાદ પ્રાપ્ત થાય છે. માં સિમાસા નું મંદિર હિમાચલ પ્રદેશની દુર્ગમ પહાડીઓની વચ્ચે સિમસા ગામમાં સ્થિત છે. માન્યતાઓ અનુસાર જણાવે છે કે આ મંદિરની જમીન પર જે મહિલા સુવે છે, તે ગર્ભવતી બની જાય છે. પોતે પોતાના ભક્તોના સપનામાં આવીને સંતાન પ્રાપ્તિનાં આશીર્વાદ આપે છે.

હિમાચલ પ્રદેશ થી તે ચમત્કારિક મંદિર સંતાનદાત્રી નાં નામથી પ્રસિદ્ધ છે. લોકોની આસ્થાનાં આ કેન્દ્રમાં લોકો પોતાની મનોકામનાઓ લઈને આવે છે. દર વર્ષે અહીંયા અઢળક નિસંતાન દંપતીઓ સંતાન મેળવવાની ઈચ્છા લઈને માં સિમસા નાં દરબારમાં આવે છે. માતા સિમસા આ મંદિરમાં નવરાત્રિમાં થતા આ વિશેષ ઉત્સવને સ્થાનીય ભાષામાં “સલિન્દરા” કહેવામાં આવે છે. સલિન્દરા નો અર્થ સ્વપ્ન થાય છે. આ સમયે નિ:સંતાન મહિલાઓ દિવસ-રાત મંદિર ની જમીન પર સુવે છે. કહેવામાં આવે છે કે આવું કરવાથી તે ખુબ જ જલદી પ્રેગનેટ બની જાય છે. આ મંદિર વિશે માન્યતા છે કે માતા સિમસા સપનામાં મહિલાને ફળ આપે છે, તો તે મહિલાને સંતાનનાં આશીર્વાદ મળી જાય છે.

સ્વપ્નમાં આપે છે દીકરો અથવા દીકરી નો સંકેત

માન્યતા અનુસાર જો કોઇ મહિલા સ્વપ્નમાં કોઇ કંદમુળ અથવા ફળ પ્રાપ્ત કરે છે તો તેને સંતાનનાં આશીર્વાદ મળે છે. દેવી સિમસા આવનારા બાળકના લિંગ નો સંકેત પણ આપે છે. જેમ કે જો કોઇ મહિલાને જામફળ નું ફળ મળે છે તો સમજી લો કે તેને દીકરો થશે, પરંતુ જો કોઈ મહિલાને સપનામાં ભીંડો મળે છે તો સમજી લો કે સંતાનનાં રૂપમાં દીકરી પ્રાપ્ત થશે. જો કોઈ ધાતુ, લાકડું અથવા પથ્થરની બનેલી કોઈ વસ્તુ પ્રાપ્ત થાય છે તો સમજી જવું કે તેને સંતાન પ્રાપ્ત થશે નહીં.

સપનામાં આવ્યા બાદ મહિલાએ તુરંત મંદિરનું પરિસર છોડી દેવાનું હોય છે. કહેવામાં આવે છે કે જો સપનામાં આવ્યા બાદ પણ મહિલા મંદિરમાંથી પોતાની પથારી હટાવતી નથી, તો તેને શરીરમાં ખંજવાળ થવા લાગે છે અને ચામડી લાલ થઈ જાય છે, જેના કારણે તેણે અહીંથી જવું પડે છે.

શ્રદ્ધાળુઓને છે અતુટ વિશ્વાસ

આ મંદિર પર આવનાર દરેક શ્રદ્ધાળુઓને અતુટ વિશ્વાસ છે. આ સંયોગ છે કે માતા નો કોઈ ચમત્કાર તે હજુ સુધી કોઈ જાણી શક્યું નથી, પરંતુ એટલું જરૂર છે કે અહીં આવનાર દરેક લોકોની ઇચ્છા જરૂરથી પુરી થાય છે. માં સિમસા મંદિરમાં આખું વર્ષ શ્રદ્ધાળુઓની ભીડ રહે છે. ખાસ કરીને નવરાત્રિમાં અહીં ભીડ વધારે રહે છે તથા ઉત્સવનું વાતાવરણ હોય છે. ઉનાળાની ઋતુમાં અહીં આ બે દિવસનો મેળો થતો હોય છે, જેમાં દુર દુરથી લોકો માતાજીનાં દરબારમાં હાજરી ભરવા માટે આવે છે.