તમે આજ સુધી પાડા તો ઘણા જોયા હશે પરંતુ આજે અમે તમને એક એવી પાડા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે પાડાની દુનિયાનો હલ્ક છે. હા, આ પાડાનું નામ યુવરાજ છે. દેશના વડાપ્રધાને પણ આ ૯ કરોડનાં પાડાને જોવા માટે સમય કાઢ્યો છે, હકીકતમાં બધાં જયપુરમાં યોજાનારી એગ્રિટેક મીટમાં મુરા જાતિના પાડા પર બધાની નજર હોઈ છે. એની પહેલા યુવરાજે ઉત્તર ભારતમાં પણ અનેક પ્રદર્શનોનું ગૌરવ વધાર્યું છે.
૯ કરોડનાં પાડાની દર મહિનાની કમાણી જાણીને આશ્ચર્યચકિત થઈ જશો
યુવરાજના માલિકે તેને ૯ કરોડ રૂપિયામાં વેચવાની ના પાડી. પાડામાં મુર્રા જાતિ વિશ્વની શ્રેષ્ઠ જાતિ માનવામાં આવે છે અને તે સામાન્ય રીતે ભારતના હરિયાણા અને પંજાબ રાજ્ય માં જોવા મળે છે. જો કે, આ જાતિની કેટલીક પાડા પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં પણ જોવા મળે છે. યુવરાજ સમાચારમાં આવ્યો જ્યારે હરિયાણાના કુરુક્ષેત્રમાં રહેતા તેના બોસ કર્મવીરે તેમને ૯ કરોડમાં વેચવાની ના પાડી.
આની પાછળનું કારણ એ હતું કે યુવરાજના સ્પર્મ વહેચીને અને કેટલાક શો માં ભાગ લઈને કર્મવીર દર મહિને ૭ લાખ સુધીની કમાણી કરે છે. મુર્રા જાતિની શ્રેષ્ઠ પાડામાંથી એક યુવરાજે અત્યાર સુધી ૧૭ રાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા છે. યુવરાજના શુક્રાણુ એ અત્યાર સુધીમાં ૧.૫૦ લાખ વાછરડાઓનો જન્મ આપ્યો છે. જો સમાચારની વાત માની લેવામાં આવે તો યુવરાજની માતા એક દિવસમાં ૨૫ લિટર દૂધ આપતી હતી.
યુવરાજના માલિક કર્મવીરના કહેવા મુજબ ૯ કરોડનો પાડો યુવરાજ એક દિવસમાં ૩.૫ મિલીથી ૫ મિલી સુધી ઉચ્ચ ગુણવત્તાવાળા શુક્રાણુ ઉત્પન્ન કરે છે. ૦.૨૫ મિલી લિટરની કિંમત ૧૫૦૦ રૂપિયા સુધી છે. યુવરાજ ૧૪ ફૂટ લાંબો અને ૬ ફૂટ ઉંચો છે. દિવસમાં ૨૦ લિટર દૂધ પીવે છે, પાંચ કિલો ફળો ખાય છે અને ૧૫ કિલો એનિમલ ફૂડ ખાય છે. આટલુ જ નહીં યુવરાજ દરરોજ ૫ કિલોમીટર ફરતો હોય છે. તમને જણાવી દઈએ કે આ ૯ કરોડની પાડા ખરીદવા માટે એક ખેડૂત ૭ કરોડની ઓફર કરી હતી અને દક્ષિણ આફ્રિકાના દૂધના વેપારીએ યુવરાજ ને ખરીદવા ૯ કરોડની તૈયારી બતાવી હતી. પરંતુ યુવરાજના માલિકે તમામ ઓફર નકારી દીધી હતી.