આ ફોટોમાં કપિલ શર્માને ઓળખી શકશો તમે? કપિલ શર્માએ આપેલી છે ચેલેન્જ

જાણીતા કોમેડિયન કપિલ શર્મા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તે પોતાના ફેન્સની વચ્ચે ચર્ચામાં રહેવા માટે અવારનવાર દિલચસ્પ પોસ્ટ શેર કરતા રહે છે. વળી હાલમાં જ કપિલ અમુક એવા કારણોને લીધે ચર્ચામાં આવી ગયા છે. તેમણે પોતાના સોશિયલ એકાઉન્ટ પર એક ખુબ જ જુની તસ્વીર શેર કરી છે. આ ફોટોની સાથે કપિલ શર્માએ પોતાના ફેન્સને દિલચસ્પ ચેલેન્જ પણ આપી છે. તેમણે આ ફોટોમાં બધાને કહ્યું છે કે મને ઓળખી બતાવો.

કપિલ શર્મા ની વર્ષો જુની તસ્વીર

કપિલ શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ માં એક વર્ષો જુની તસ્વીર શેર કરી છે. આ ફોટોમાં કપિલ શર્મા ઘણા લોકોની સાથે મસ્તી કરતા નજર આવી રહ્યા છે. આ તસ્વીરમાં કપિલ ખુબ જ અલગ જોવા મળી રહ્યા છે. એ જ કારણ છે કે તેમણે ફેન્સને ખાસ ચેલેન્જ આપેલી છે. કપિલની આ તસ્વીર સોશિયલ મીડિયા પર તાબડતોડ વાયરલ થઇ રહી છે. તેના પર ઘણા ફેન્સ કપિલની ચેન્જને એક્સેપ્ટ કરીને કોમેન્ટ કરતા પણ જોવા મળી રહ્યા છે.

આપી ખાસ ચેલેન્જ

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma)


કપિલ શર્માએ આ તસ્વીર શેર કરીને કેપ્શનમાં ફેન્સને મજેદાર ચેલેન્જ આપેલી છે. તેમણે લખ્યું છે કે, “પોતાના પ્લે ની રિહર્સલ ખતમ કર્યા બાદ મારી ટીમની સાથે મ્યુઝિકલ સેશન. મને આ તસ્વીરમાં શોધો અને કોમેન્ટમાં લખો.” આ કેપ્શનની સાથે તેણે #old #memories #college #theatre હૈશટેગનો પણ ઉપયોગ કરેલો છે.