આ પ્રાણીઓને ખવડાવો ભોજન, ઘરમાં ક્યારેય નહીં થાય પૈસાની અછત, દરેક મનોકામના પુરી થઈ જશે

Posted by

જીવનમાં કોઈ મુશ્કેલી આવવા પર તે મુશ્કેલી થી પરેશાન થવાને બદલે સમાધાન કાઢવું જોઈએ. લાલ પુસ્તકમાં દરેક મુશ્કેલીનો ઉકેલ જણાવવામાં આવેલ છે અને લાલ પુસ્તક માં જણાવેલ ઉપાયની મદદથી તમે પોતાની મુશ્કેલીની ખતમ કરી શકો છો. લાલ પુસ્તકમાં જણાવ્યા અનુસાર જાનવરોની સેવા કરીને અને તેમને ભોજન કરાવીને ઘણી સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે. તો ચાલો જાણીએ કે કયા જાનવર ને ભોજન કરાવવાથી પરેશાની ઓછી થાય છે.

ગાયને રોટલી ખવડાવો

આપણા ગ્રંથોમાં ગાયને પૂજનીય જણાવેલ છે અને કહેવામાં આવ્યું છે કે ગાયની અંદર ઘણા બધા દેવી-દેવતાઓ નિવાસ હોય છે. ગાયની સેવા કરવાથી પાપમાંથી મુક્તિ મળી જાય છે અને જીવન સફળ બની જાય છે. એટલું જ નહીં ગાયની સેવા કરવાથી કુંડળીના દોષો પણ દૂર થઇ શકે છે. જે લોકોના ઘરમાં હંમેશા તણાવનું વાતાવરણ રહેતું હોય તેવા ગાય માતાને ગોળ અને રોટલી ખવડાવવી જોઈએ. ગોળ અને રોટલી ખવડાવવાથી ઘરમાં શાંતિ રહેશે અને કલેશ ખતમ થઇ જશે.

તે સિવાય ગાયને ઘાસચારો નાખવાથી પણ કુંડળીના દોષો દૂર થાય છે અને ગ્રહ શાંત બને છે. એટલું જ નહીં જે લોકો ગાયની પૂજા કરે છે, તેઓના ઘરમાં ક્યારેય પણ ધનની અછત થતી નથી અને હંમેશા લક્ષ્મીજી નિવાસ કરે છે.

પક્ષીઓને અનાજ નાખો

પક્ષીઓને અનાજ નાખવું સારું માનવામાં આવે છે અને તેનાથી ઘણા પ્રકારના લાભ મળે છે. જે લોકોની કુંડળીમાં શનિ ગ્રહ ભારે હોય, તેમણે કાગડાને તેલ વાળી રોટલી ખવડાવવી જોઈએ. કાગડાને તેલ વાળી રોટલી આપવાથી શનિ ગ્રહ શાંત થઈ જાય છે. તે સિવાય પક્ષીઓને દાણા આપવાથી વ્યવસાયમાં વધારો થાય છે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. જ્યારે કબૂતરને અનાજ આપવાથી જીવનના બધા જ કષ્ટ દૂર થઈ જાય છે.

માછલીઓને લોટ આપવો

માછલીઓને લોટની ગોળી બનાવીને આપવાથી દરેક પ્રકારના રોગ દૂર થાય છે. તે સિવાય બુધ ગ્રહ ભારે હોય તો માછલીઓને લોટ આપવામાં આવે તો ગ્રહ શાંત થાય છે અને આ ગ્રહના પ્રકોપથી રક્ષા થાય છે.

કુતરાને રોટલી આપવી

કાળા કૂતરાને રોટલી આપવાથી શનિ, કેતુ અને રાહુ ગ્રહ શાંત થાય છે. એટલા માટે જે જાતકોની કુંડળીમાં આ ૩ ગ્રહ ભારે હોય તેમણે કાળા કુતરા અને શનિવારના દિવસે તેલમાં તળેલી રોટલી અથવા પૂરી આપવી જોઈએ. એવું માનવામાં આવે છે કે જો પોતાના હાથથી આપવામાં આવેલી રોટલી કુતરા ખાઈ લે છે તો આ ગ્રહોનો દોષ ખતમ થઇ જાય છે.

કીડીઓને લોટ આપવો

કીડીઓને લોટ આપવાથી કુંડળીમાં ગ્રહ શાંત બને છે અને સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહે છે. એટલા માટે તમારે દરરોજ સવારે અને સાંજના સમયે કીડીઓને કીડિયારું પુરવું જોઈએ. આવું કરવાથી દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *