આ રત્ન છે સૌથી શક્તિશાળી રત્ન, પહેરનાર વ્યક્તિ બની જાય છે માલામાલ, અંબાણી સહિત મોટા બિજનેસમેન પહેરે છે આ રત્ન

વાત જો રત્ન ની કરવામાં આવી રહી હોય તો આપણા દેશમાં એક થી એક ચડિયાતા હજારો રત્ન છે. રત્ન ધારણ કરવાનું પ્રચલન સદીઓ જુનું છે. જ્યોતિષશાસ્ત્રમાં રત્ન પહેરવાનું અલગ જ મહત્વ જણાવવામાં આવેલ છે. કહેવામાં આવે છે કે રત્નોમાં અદભુત શક્તિ હોય છે. ગ્રહ અનુસાર જાતક રત્ન ધારણ કરે છે, તો ઘણા પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળી જાય છે. આજે અમે તમને એક ખાસ રત્ન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને શુક્રમણી કહેવામાં આવે છે. તો ચાલો અમારા આ આર્ટિકલમાં આજે તમને શુક્રમણી વિશે જણાવીએ.

કેવો હોય છે શુક્રમણી રત્નનો પ્રભાવ

શુક્રમણી રત્ન વિશે કહેવામાં આવે છે કે તે ખુબ જ પ્રભાવશાળી હોય છે. તેને પહેરવાથી ભગવાન શુક્ર દેવની કૃપા પ્રાપ્ત થાય છે. ભગવાન શુક્ર દેવ ધન-દોલત અને સુખ સગવડતા આપનાર છે. આ રત્ન નાં પ્રભાવ વિશે જણાવવામાં આવે છે કે જે જાતકો ભગવાન શુક્ર દેવ નાં શુભ આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગે છે, તેમણે શુક્રમણિ રત્ન ધારણ કરવું જોઈએ.

ક્યાંથી મળી શકે છે શુક્રમણિ રત્ન

જણાવવામાં આવે છે કે શુક્રમણિ રત્ન સમુદ્રની ઊંડાઈ માં મળે છે. તેને કોઈ વ્યક્તિ જઈને બહાર કાઢી શકતું નથી. આ રત્ન માછલીઓનાં પેટ માંથી પ્રાપ્ત થાય છે. ઘણી વખત સમુદ્રની ઊંડાઈઓ માં રહેલી માછલીઓ આ રત્નને ભોજન સમજીને ખાઈ લેતી હોય છે, જે તેમના પેટમાં ફસાઈ જાય છે. બાદમાં જ્યારે માછીમારો માછલીનો શિકાર કરીને તેમને લાવે છે, તો તેને કાપી લીધા બાદ શુક્ર રત્ન પ્રાપ્ત થાય છે.

રત્ન ધારણ કરવાની વિધિ

રત્ન ધારણ કરવાના સંબંધમાં જણાવવામાં આવેલ છે કે તેને વીંટી અથવા લોકેટમાં લગાવીને પહેરી શકાય છે. આ લોકેટ અથવા વીંટી પહેરતા પહેલા ગંગાજળમાં ધોઈ ને શુદ્ધ કરી લેવું જોઈએ. આ લોકેટ ને શુદ્ધ કર્યા બાદ “ૐ શુક્રાય નમઃ” મંત્રનો ૧૦૮ વખત જાપ કરો. ત્યારબાદ રત્ન ધારણ કરવું જોઈએ. શુક્રમણી રત્ન અને સોનુ, પંચધાતુ અથવા અષ્ટધાતુ માં બનાવી શકાય છે.

રત્ન ધારણ કરવાના ફાયદા

જણાવવામાં આવે છે કે શુક્રમણિ રત્ન ધારણ કરવું ખુબ જ શુભ હોય છે. જે લોકોના જીવનમાં શુક્ર અશુભ પ્રભાવ આપી રહેલ હોય તેમણે આ રત્ન અવશ્ય ધારણ કરવું જોઈએ. શુક્રમણી રત્ન ધારણ કરવાવાળા વ્યક્તિના જીવનમાં સુખ, સૌંદર્ય અને સુખ સગવડતા પ્રાપ્ત થાય છે. આ રત્ન ધારણ કરવાવાળા લોકોની વૈવાહિક જીવનની બધી જ સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે.