આજનાં મોંઘવારી ભરેલા આ સમયમાં સાધારણ વ્યક્તિ ગમે તેટલી વ્યક્ત મહેનત કરી લે પરંતુ તેને ધનનો અભાવ હંમેશા રહેશે. પ્રત્યેક વ્યક્તિના જીવનમાં એવી ઇચ્છા રહેતી હોય છે કે તે સુખી અને સમૃદ્ધ જીવન પસાર કરે. તેવામાં તેના માટે તે સખત મહેનત કરે છે, પરંતુ તેમ છતાં પણ તેને યોગ્ય પરિણામ મળી શકતા નથી. ત્યારબાદ તે હારી થાકીને બેસી જાય છે અને પોતાના નસીબને દોષ આપવા લાગે છે કે કદાચ તેના ભાગ્યમાં સારું જીવન જીવવાનું લખેલું નહીં હોય.
તેમાં ચાલો આજે અમે તમને અમુક ઉપાય જણાવીશું, જેના ઉપર અમલ કરીને તમે પોતાની આર્થિક સ્થિતિને મજબુત બનાવી શકો છો. હાલમાં દિવાળીનો તહેવાર નજીક છે અને આપણે બધા જાણીએ છીએ કે દિવાળી તથા ધનતેરસનાં ધનની દેવી માં લક્ષ્મીની પુજા-અર્ચના થાય છે. જેનાથી માં લક્ષ્મી ધન વૃદ્ધિ કરવાના આશીર્વાદ પ્રદાન કરે છે.
તો ચાલો આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ અમુક એવા અચુક ઉપાય છે, જેને કરવાથી માં લક્ષ્મી ફક્ત તમારી પાસે નહીં આવે, પરંતુ જીવનભર માટે તમારા ઘરમાં બિરાજમાન રહેશે. તો ચાલો જાણીએ અમુક એવા ઉપાય વિશે જેને કરવાથી તમને ધનની પ્રાપ્તિ થઇ શકે છે.
જણાવી દઈએ કે દિવાળીનાં ૨ દિવસ પહેલા ધનતેરસ પર હળદર અને ચોખા પીસીને તેને ઘરના મુખ્ય દ્વાર પર “ૐ” લખો. આવું કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે.
દિવાળીનાં પુજન બાદ શંખ અને ડમરુ જરૂર વગાડો. આવું કરવાથી ઘરની દરિદ્રતા દુર થાય છે અને લક્ષ્મીજી ઘરમાં સ્થાયી નિવાસ કરે છે.
દિપાવલી પર માં લક્ષ્મીનું પુજન કરતા સમયે હકીકની પણ પુજા કરો અને ત્યારબાદ તેને વીંટી અથવા માળાના રૂપમાં ધારણ કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે.
વળી જેમ કે આપણે બધા જાણીએ છીએ કે રિદ્ધિ-સિદ્ધિનાં સ્વામી ગણેશ અને ધનની દેવી લક્ષ્મી છે. આ બંનેનાં સંયુક્ત યંત્રને “મહાયંત્ર” કહેવામાં આવે છે. દિવાળીના દિવસે ઘરમાં આ યંત્રની સ્થાપના કરવાથી ઘરમાં ધન સંપત્તિની કમી ક્યારેય પણ થતી નથી.
તે સિવાય દિવાળી પર જો તમે શ્રીયંત્ર, કનકધારા યંત્ર અને કુબેર યંત્રની વિધિવત્ સ્થાપના કરો છો, તો તેનાથી મા લક્ષ્મી પ્રાપ્ત થાય છે.
દિવાળીના પુજન દરમિયાન લક્ષ્મી પુજામાં ૧૧ કોડી માં લક્ષ્મી પર ચડાવો. આગલા દિવસે આ કોડી ને લાલ રૂમાલ અથવા લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દો. તેનાથી તમારા ધનમાં વૃદ્ધિ થશે.
દિવાળી પર માં લક્ષ્મીને પૌવા નો ભોગ લગાવો અને તેને ગરીબોમાં વહેંચવાથી ચડી ગયેલું કરજ ઊતરી જાય છે.
દિવાળી પર પાણીનો ઘડો લાવીને રસોઈઘરમાં કપડાથી ઢાંકી દો. આવું કરવાથી ઘરમાં બરકત અને ખુશહાલી રહેશે. તો આ અમુક એવા ઉપાય છે, જેને દિવાળીના સમયે કરવાથી તમારા જીવનમાં સુખની આવક વધવા લાગે છે.