આ શહેરમાં કોરોના વાયરસને કારણે આખું વર્ષ બંધ રહેશે સ્કૂલ

કોરોના વાયરસ મહામારીને કારણે અમેરિકાનું ન્યૂયોર્ક દુનિયાનું સૌથી મોટું હોટસ્પોટ બની ગયું છે. જ્યાં અને મૃત્યુના મામલે સૌથી વધારે છે. જો કે પાછલા એક મહિનામાં દરરોજ થનાર મૃત્યુના આંકડા સૌથી ઓછા થઈ ગયા છે. પરંતુ ન્યુ યોર્કના અધિકારીઓએ આ શિક્ષણ સત્ર સુધી તમામ રાજ્યની શાળાઓને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

આ ઘોષણા શુક્રવારે ન્યૂયોર્ક ના ગવર્નર એનદ્રુ ક્યુમો એ કરી હતી. તેમણે બધી સ્કુલોના અધીકારીઓને પોતાનો પ્લાન જણાવતા કહ્યું હતું કે “તેઓ પોતાની સ્કૂલને કઈ રીતે સાફ રાખી શકે છે અને કઈ રીતે સામાજિક અંતરના પ્રોટોકોલનો પાલન કરી શકે છે. તેમણે કહ્યું કે અમે યોજનાઓ બનાવી રહ્યા છીએ અને આગળના થોડા સપ્તાહમાં તેને લાગુ કરવામાં આવશે. અમને નથી લાગતું કે આ કામ કેવી રીતે કરવું સંભવ હશે જેનાથી અમારા બાળકો સુરક્ષિત રહી શકે.”

સ્કૂલોમાં ચાલતા કેફેટેરિયાને સંભાળવાની જવાબદારી પણ સ્કૂલોની સામે છે. ન્યૂયોર્કમાં એક મિલિયનથી વધારે વિદ્યાર્થીઓ છે અને ખાસ કરીને કેફેટેરિયામાં સામાજિક અંતર જાળવી રાખવું ખૂબ જ મુશ્કેલ હોય છે. ક્યુમોં એ કહ્યું હતું કે બાળકોને સુરક્ષિત રાખવા અને આ મામલાઓનો ઉકેલ લાવવા માટે વધુ યોજનાઓ પર વિચાર કરી રહ્યા છીએ.

ડેમોક્રેટિક ગવર્નરે કહ્યું હતું કે કોરોના વાયરસ થી દરરોજ મરવા વાળા લોકોની સંખ્યા ૩૦૬ થી ઘટીને ૨૮૯ થઈ ગઈ છે. આ આંકડા ૨૯ માર્ચ બાદ સૌથી ઓછા છે. અમેરિકામાં ન્યૂયોર્ક કોરોના વાયરસનું કેન્દ્ર સાબિત થયેલ છે. આ રાજ્યમાં સંક્રમણથી ૩ લાખથી વધારે મામલા સામે આવ્યા છે, જ્યારે ૨૩,૬૦૦ થી વધારે લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. ધીમે ધીમે હોસ્પિટલમાં દાખલ થનાર દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.