આ સિતારાઓની હરકતોથી પરેશાન થઈ ગયા હતા તેમના પાડોશીઓ, એક તો લિફ્ટમાં પેશાબ કરતો હતો

Posted by

બોલીવુડ કલાકારની બોલબાલા આજે આખી દુનિયામાં છે. પરંતુ મનુષ્ય હોવાના કારણે તેમનામાં પણ થોડી એવી હરકતો છે, જે જોવાલાયક નથી હોતી. બધાની આદત એકબીજા થી અલગ-અલગ હોય છે, પરંતુ અમે અહીં જે ફિલ્મી કલાકારો વિશે જણાવી રહ્યા છીએ તે તમારા ફેવરેટ કલાકાર છે, જે પોતાની આદતથી મજબુર છે. બની શકે કે તેમની આદત પર તમને હસવું આવી જાય અને આ બોલીવુડ કલાકારોની હરકત સાંભળીને તમે આશ્ચર્યમાં પણ પડી જશો. જુઓ ક્યાંક તમારા ફેવરિટ સ્ટારનું નામ તો તો નથી ને એમાં?

આ બોલીવુડ કલાકારની ગંદી હરકત ને સાંભળીને તમે આશ્ચર્યમાં રહી જશો

એવું કહેવામાં આવે છે કે દરેક પ્રકારની ચર્ચા કરવામાં આવે છે પછી તે સારી આદત ની હોય કે ખરાબ આદત ની. અહીં અમે બોલીવુડનાં અમુક કલાકારો વિશે જણાવીશું, જેની આદત થી બોલીવુડ સ્ટાર્સનાં પડોશી પરેશાન છે. ચાલો તમને જણાવીએ તેમની ખોટી આદત શું છે.

સલમાન ખાન

બોલીવુડ સ્ટાર સલમાન ખાનની દુનિયા દીવાની છે અને તે હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં જળવાઈ રહે છે. અહીં વાત છે, તેમના પનવેલ સ્થિત ફાર્મ હાઉસ ની. જ્યાં સલમાન હંમેશા પાર્ટી કરવા જાય છે. સલમાન પોતાની પાર્ટી એટલા અવાજ થી એન્જોય કરે છે કે પોતાની સાથે સાથે પોતાના પડોશીની પ્રોપર્ટીને પણ એટલા સમય સુધી બંધ કરાવી દે છે. જ્યારે સલમાન પાર્ટી કરે છે તો આડોશ-પાડોશનું નથી વિચારતા અને તેમના માટે અનેક પડોશી પોલીસને પણ ફરિયાદ કરી ચુક્યા છે.

કરીના કપુર

પટોડી પરિવારની બેગમ કરીના કપુર સામાન્ય રીતે ઘણી શિષ્ટ દેખાય છે. પરંતુ એકવાર તેમણે પણ કંઈક એવું કર્યું હતું કે તેમના પડોશીઓએ પોલીસની મદદ લેવી પડી હતી. હકીકતમાં કરીના કપુરે પોતાના ઘર પર ફિલ્મ “કી એન્ડ કા” નું સ્પેશ્યલ સ્ક્રિનીંગનું આયોજન કરાવ્યું હતું. તેમના આ સ્ક્રિનિંગ સેશનમાં બોલીવુડની ઘણી હસ્તીઓએ હાજરી આપી અને મુવી સમાપ્ત થયા પછી બધાએ ત્યાં મોડી રાત સુધી પાર્ટી કરી અને તેનાથી કરીનાનાં પડોશી ઘણા પરેશાન થઇ ગયા હતા.

રાની મુખર્જી

આ વાતને બધા જાણે છે કે રાની મુખરજીના પતિ આદિત્ય ચોપડા પોતાની ફેમિલીને લઇને ઘણા પઝેસિવ છે. પોતાના લગ્નની વાત છુપાવવાની સાથે જ તે રાણી અને દીકરીની ફોટો પણ મીડિયા માં જોવાનું પસંદ નથી કરતા. આ કારણે તેમના પરિવારના કોઈપણ સદસ્યએ પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ નથી બનાવ્યું. રાની મુખરજી કે તેમના પરિવારની વિરુદ્ધ હજુ સુધી કોઈ ફરિયાદ ફાઈલ નથી થઈ કારણ કે રાણીને પોતાની પર્સનલ લાઇફ શેર કરવી જરા પણ પસંદ નથી.

શક્તિ કપુર

ઇન્ડસ્ટ્રીનાં “બેડ મેન” ફેમસ એક્ટર શક્તિ કપુરનાં પડોશી તેમનાથી પરેશાન થઈ જાય છે. શક્તિ કપુરે એક વખત એવી હરકત કરી હતી, જેના કારણે તેમને સોસાયટીની બહાર કાઢી દેવામાં આવ્યા હતા. હકીકતમાં એવું થયુ હતું કે શક્તિ કપુરનાં પડોશીએ એક વખત તેમના પર લિફ્ટમાં ટોયલેટ કરવા અને કોરિડોરમાં કપડા વગર ફરવાનો આરોપ લગાવ્યો હતો, પરંતુ પછી આ વાત ખોટી સાબિત જણાવવામાં આવી.

ઐશ્વર્યા રાય

બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાયનું અફેર એક જમાનામાં સલમાન ખાન સાથે રહ્યું છે. આ બન્નેનું બ્રેકઅપ ખુબ જ ખરાબ રીતે થયું હતું અને આ વાત ત્યારની છે જ્યારે તેમના ઝઘડાની શરૂઆત થઇ હતી અને સલમાને ઐશ્વર્યાનો દરવાજો ખટખટાવ્યો હતો. તે સાંજે એશ્વર્યાનાં ઘરે ઘણો ડ્રામા થયો હતો અને આ બંનેનો ઝગડો એશ્વર્યા રાયનાં લોખંડવાલા ઘરનાં પડોશીઓને જરા પણ પસંદ આવ્યો નહીં અને તેમના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *