આ સ્ટારકિડ્સનાં લુક્સને જોઈને તમે પણ કહેશો કે જો આ ઍક્ટર્સ બની શકે છે તો આપણે શા માટે નહીં

Posted by

બોલીવુડ સ્ટાર જેટલા લાઈમલાઇટ માં રહે છે, એટલા જ લાઈમલાઇટ માં તેમના કિડ્સ પણ રહે છે. સ્ટાર કિડ્સને દરેક જગ્યાએ મહત્વ આપવામાં આવે છે. મીડિયાથી લઇને તમામ જાતની ખબરોમાં. તેમના જન્મની સાથે જ તેમની ચર્ચા દેશભરમાં થવા લાગે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ નિર્માતા અને નિર્દેશક વચ્ચે તેમને લોન્ચ કરવાની હરીફાઈ રહે છે. અમે આજે આ સ્ટાર કિડ્સનાં પહેલા અને આજના લુક વિશે તમને જણાવવાના છીએ. તેમના પહેલાના અને આજના લુકમાં જમીન અને આસમાન નું અંતર છે. તેમાં શ્રીદેવીની દિકરી ખુશી કપુરનું નામ પણ સામેલ છે.

ખુશી કપુર

બોની કપુર અને બોલીવુડની સૌથી સુંદર એક્ટ્રેસ માંથી એક દિવંગત અભિનેત્રી શ્રીદેવીની નાની દીકરી ખુશી લાઈમલાઇટ માં આવ્યા પહેલાનો લુક ઘણો અલગ જોવા મળે છે. તેમના પહેલાનાં અને આજના લુકમાં ઘણું અંતર છે. તેને જોઈને કોઈ નથી કહી શકતું  કે તે બાળપણમાં આવી દેખાતી હતી. તેનું લુક ઘણું બદલાઈ ચુક્યું છે.

જ્હાનવી કપુર

જ્હાનવી કપુર હાલનાં દિવસોમાં પોતાના લુક અને ગ્લેમરસ ફોટોશુટને કારણે સમાચારોમાં રહે છે. તેમના ચાહવા વાળાની ફેન્સની પણ કોઈ કમી નથી. તેમની ફોટો હંમેશા ઇન્ટરનેટ પર તહેલકો મચાવી રાખે છે. તેમને લાખોમાં લાઈક અને કમેન્ટ મળે છે. પરંતુ સુંદર નજર આવનારી જ્હાનવી પહેલા આવી નજર આવતી ન હતી. ફિલ્મોમાં આવવા પહેલા તેનો લુક ઘણો બદલાયેલો જોવા  મળતો હતો.

સારા અલી ખાન

સારા અલી ખાન આજે યુવાનોની સૌથી પસંદગીની એક્ટ્રેસ બની ગઈ છે. પોતાના લુક અને સ્વીટનેસ થી તે બધાના દિલ જીતી લે છે. પરંતુ ફિલ્મોમાં આવતા પહેલા સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દિકરી સારાનું વજન ખુબ જ વધારે હતું. પરંતુ આજે તે ફિટ- યંગ અને સુંદર એક્ટ્રેસ માંથી એક છે.

ઇબ્રાહિમ અલી ખાન

સૈફ અને અમૃતાનાં દિકરા ઈબ્રાહીમ હવે ઘણા હેન્ડસમ થઈ ગયા છે. તે પણ ફિલ્મોમાં આવવા માટે પોતાનો રસ્તો શોધી રહ્યા છે. ઇબ્રાહિમ અલી ખાન લુક્સમાં સંપુર્ણ રીતે પોતાના પિતા એક્ટર સૈફ અલી ખાન ની જેમ નજર આવે છે.

આર્યન ખાન

પોતાના કુલ અને ડેસિંગ લુકને કારણે ચર્ચામાં રહેવા વાળા શાહરુખ ખાનનાં મોટા દીકરા આર્યન ક્યારેક ઘણા જ એવરેજ નજર આવતા હતા. પરંતુ સમય સાથે તેમણે પોતાના લુક પર ઘણું કામ કર્યું છે.

સુહાના ખાન

સુહાના ખાન કોઈ ઓળખાણની મોહતાજ નથી. તે બોલીવુડનાં કિંગ ખાન શાહરૂખ ખાન અને ગૌરી ખાન ની દીકરી છે. પહેલા સુહાના હંમેશા પોતાના શ્યામ લુકને કારણે ચર્ચામાં રહેતી હતી. તેને ઘણી ટ્રોલ પણ કરવામાં આવતી હતી. પરંતુ આજે તેનો લુક ઘણો જ એટ્રેક્તિવ થઈ ચુક્યો છે. સુહાના આજે દેખાવમાં ન માત્ર સુંદર છે, પરંતુ દેખાવમાં તે  ઘણી એક્ટ્રેસને પણ ટક્કર આપે છે. તે પોતાના સોશિયલ મીડિયા પર પોતાની સુંદર ફોટો શેર કરતી રહે છે.

ન્યાસા દેવગન

કાજોલ અને અજય દેવગન ની લાડલી મીડિયામાં ઓછી નજર આવે છે. ન્યાસા દેવગન પહેલાંની સરખામણીમાં હવે ઘણી સુંદર નજર આવે છે. તેના નવા લુકને હાલનાં દિવસોમાં તેના વાયરલ ફોટામાં જોઈ શકાય છે. હાલનાં દિવસોમાં તે સિંગાપુરમાં રહીને પોતાનો અભ્યાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *