આ સુપરસ્ટારને ભાઈ બનાવવા માટે રાખડી લઈને પહોંચી ગઈ હતી કેટરીના કૈફ, જવાબ મળ્યો – “થપ્પડ ખાવી છે?”

Posted by

સુપરસ્ટાર અક્ષય કુમાર અને હિન્દી સિનેમાની સુંદર તથા જાણીતી અભિનેત્રી કેટરીના કૈફની જોડી ફિલ્મી પડદાની લોકપ્રિય જોડી માંથી એક છે. બન્નેને સાથે જોવાનું ફેન્સ ઘણુ પસંદ કરે છે. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને ફેન્સને તેમની બોન્ડિંગ પણ ખુબ જ પસંદ આવે છે. જણાવી દઇએ કે અક્ષય કુમાર અને કેટરિના કૈફની સાથેની મોટાભાગની ફિલ્મોએ બોક્સઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું છે. હવે એકવાર ફરીથી આ જોડી પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. બોલીવુડનાં ખિલાડી એટલે કે અક્ષય કુમાર અને સુંદર હસીના કેટરિના કૈફ એ સાથે અત્યાર સુધીમાં વેલકમ, નમસ્તે લંડન અને સિંહ ઇઝ કિંગ જેવી હિટ ફિલ્મો આપી છે.

સાથે કામ કરવા કરવા દરમિયાન અક્ષય કુમાર અને કેટરિના કૈફની અફેરનાં સમાચાર પણ ઊડેલ હતા. પરંતુ તેમના સંબંધને લઈને તો કોઈ ચોક્કસ વસ્તુ સામે આવી ન હતી.  હાલમાં અક્ષય અને કેટરીના એકબીજાનાં સારા મિત્ર છે. સાથે કામ કરવા દરમિયાન બંનેનાં રિલેશન ઘણો મજબૂત થઈ ગયા અને બંને એકબીજાને સારા મિત્ર માનવા લાગ્યા. જો કે તમને તે જાણીને આશ્ચર્ય થશે કે એકવાર કેટરિનાએ અક્ષયને પોતાનો ભાઈ બનાવવાનું  નક્કી કર્યું હતું અને તે અક્ષયને રાખડી પણ બાંધવાની હતી, પરંતુ અક્ષય કુમારે તેના પર કેટરિનાને ખુબ જ જોરદાર જવાબ આપ્યો હતો.

હકીકતમાં વાત એમ છે કે એકવાર અક્ષય કુમાર પાસે કેટરીના કૈફ રાખડી લઈને પહોંચી ગઈ હતી અને તે અક્ષયને પોતાનો ભાઈ બનાવવા જઇ રહી હતી. પરંતુ અક્ષય કુમારે તેનાથી સ્પષ્ટ ઈનકાર કરી દીધો. વર્ષ ૨૦૧૬માં કેટરીના કૈફે પોતે આ બાબતનો ખુલાસો કર્યો હતો. જ્યારે તે જાણીતા ફિલ્મમેકર કરણ જોહરનાં શો “કોફી વિથ કરણ” માં પહોંચી હતી.

કરણનાં શોમાં કેટરીના કૈફે અક્ષય કુમાર સાથે જ અભિનેતા અર્જુન કપુરને લઈને પણ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. કેટરીના પ્રમાણે “તીસ માર ખાન” થી “શીલા કી જવાની” નાં શૂટિંગ દરમિયાન અક્ષય કુમારને રાખડી બાંધવા ઈચ્છતી હતી. પરંતુ તેમણે ઈનકાર કરી દીધો હતો. પછી કેટરિનાએ અર્જુન કપુરને પોતાનો ભાઈ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી પરંતુ અહીં પણ તેને સફળતા હાથ લાગી નહિ.

કેટરિનાએ કરનનાં શો પર મજેદાર કિસ્સો શેર કરતા બતાવ્યું હતું કે, “કોઈપણ મારા પર ધ્યાન ન આપી રહ્યું હતું અને હું એક એવા વ્યક્તિની શોધ કરી રહી હતી. જેને હું ઘણું સન્માન કરું છું અને એક સારા મિત્ર માનું છું. હું તેમાં કંઈક પણ ખોટું નથી સમજતી. તો મેં અક્ષયને કહ્યું – શું હું તમને રાખડી બાંધી શકુ છું? અને એના જવાબમાં અક્ષય બોલ્યા- કેટરીના તારે થપ્પડ ખાવી છે શું?”

કેટરીના કૈફે આગળ અર્જુન કપુર સાથે પણ આ પ્રકારની હરકત કરી હતી અને તેમણે જણાવ્યું કે, “અક્ષયના ઈનકાર કર્યા બાદ પોતાના એક મિત્રના ઘરે ગઈ, જ્યાં મને અર્જુન કપુર દેખાઈ ગયા. અર્જુન તે સમયે ઘણા ગોળ મટોળ હતા અને મેં અર્જુનને જ રાખડી બાંધવાનો નિર્ણય કર્યો. પરંતુ જ્યારે હું અર્જુનને રાખડી બાંધવા ગઈ તો અર્જુન ત્યાંથી ભાગી ગયા. ત્યારબાદ બીજા દિવસે પણ મેં આવી કોશિશ કરી તો અર્જુન ફરીથી ભાગી ગયા હતા.”

વર્કફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમાર અને કેટરિના કૈફની જોડી એકવાર ફરીથી પડદા પર ધમાલ મચાવશે. બંનેની અપકમીંગ ફિલ્મ “સુર્યવંશી” છે. આ ફિલ્મમાં બંને એક રોમેન્ટિક જોડીનાં રૂપમાં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર ગયા વર્ષે રિલીઝ કરવામાં આવ્યું હતું. પરંતુ રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ હજુ સુધી રિલીઝ થઈ શકી નથી. આશા છે કે ફિલ્મ થોડા મહિનામાં સિનેમાઘરમાં રીલીઝ થઈ શકે છે. ફિલ્મની ફેન્સને આતુરતાથી રાહ રહેલી છે. “સુર્યવંશી” માં અજય દેવગન અને રણવીર સિંહ પણ નજર આવવાના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *