પાન-માવાનાં બંધાણીઓને મળી શકે છે સારા સમાચાર, આ તારીખથી ગુજરાતમાં ખોલવામાં આવી શકે છે પાનનાં ગલ્લા

ભારતમાં કોરોના વાયરસને કારણે લોકડાઉન લાંબા સમયથી ચાલી રહ્યું છે. જેના લીધે લોકોને આવશ્યક ચીજ-વસ્તુઓ સિવાયની કોઈપણ વસ્તુ હાલમાં બજારમાં મળી રહી નથી. ખાસ કરીને પાન-માવા ના બંધાણીઓ માટે આ સમય ખૂબ જ કપરો પસાર થઇ રહ્યો છે. ગુજરાતમાં લોકડાઉન હોવાને કારણે પાન-માવા ના કળાબજાર થતાં હોવાની વાત સામે આવી હતી અને બંધાણીઓ કાળા બજારમાં પાન માવા ની ખરીદી કરતા હોવાની પણ વાતો સામે આવી હતી.

પરંતુ હવે તો સરકાર તરફથી સખત પગલાં લેવામાં આવતા હોવાથી કાળા બજારમાં પણ પાન, બીડી, માવા મળવા ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યા હતા. તેવામાં પાન, માવા, બીડી-સિગરેટ ના મળતા હોવાથી પણ લોકો પાનના ગલ્લા ખુલવાની રાહ જોઈને બેઠા છે.

લોકડાઉન ૪.૦ માં બંધાણીઓ દ્વારા આશા રાખવામાં આવી હતી કે આ વખતે લોકડાઉન માં પાન, માવા, બીડી-સિગરેટની દુકાન ખોલવાની મંજૂરી આપવામાં આવે. પરંતુ હાલ લોકડાઉન ૪.૦માં તેને લઇને હજુ સુધી કોઇ સ્પષ્ટ ચિત્ર ઉપસી આવ્યું નથી અને પાન, માવા, બીડી ની દુકાનો ખોલવી કે નહીં તેને લઇને ચર્ચા વિચારણા ચાલી રહી હોવાની વાત સામે આવી છે.

જેમાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે સરકાર લોકડાઉન ૪.૦નો અમલ મંગળવારથી શરૂ કરવા જઈ રહી છે. જેમાં પાન માવા બેટરીની દુકાન ખોલવાની મંજૂરી મળી શકે છે. જો કે સરકાર દ્વારા હજુ સુધી તેની કોઈ સતાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ પાન અને માવો ખાતા લોકોએ જાહેરમાં થૂંકી શકાશે નહીં જેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. જાહેરમાં થૂંકીને ગંદકી ફેલાવતા વ્યક્તિ પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે.