આ તારીખે જન્મેલા લોકો જીવનની સાચી મજા લેતા હોય છે, તેમની સાથે લગ્ન કરનાર રહે છે સુખી

Posted by

જ્યારે પણ કોઈનું ભવિષ્ય જાણવું હોય છે, તો આપણે જ્યોતિષશાસ્ત્રની મદદ લઈએ છીએ. તેના માધ્યમથી આપણી વ્યક્તિનો ભુતકાળ, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય વસ્તુ જાણી શકીએ છીએ. સાથે જ કોઈ વ્યક્તિનો સ્વભાવ પણ ખબર પડી શકે છે. જ્યોતિષશાસ્ત્રની જેમ અંકશાસ્ત્રમાં પણ તમારા વિશે વધુ બનાવવાની ક્ષમતા હોય છે. જેમકે જ્યોતિષશાસ્ત્રમાં ૧૨ રાશિ હોય છે, એવી જ રીતે અંકશાસ્ત્રમાં ૧ થી લઈને ૯ સુધીનાં અંક નિર્ધારિત હોય છે. તેને અંકોનું મુળાંક કહે છે.

ઉદાહરણ તરીકે ૬, ૨૬ અને ૧૫ તારીખે જન્મ વાળા જન્મ લેવા વાળા જાતકોનો મુળાંક ૬ હોય છે. એવી જ રીતે ૭, ૧૬ કે ૨૫ તારીખે જન્મેલા લોકોનો મુળાંક ૭ રહેશે. એવામાં અમે આજે તમને એક એવો મુળાંક કે પછી એવી ૩ જન્મતારીખ બતાવવા જઈ રહ્યા છે, જેમાં જન્મ લેવા વાળા જાતક જીવનનો ભરપુર આનંદ લે છે. એમને પોતાના ભવિષ્યની કોઈ ચિંતા નથી રહેતી. તેમની અંદર ઘણી ખાસિયત હોય છે, જે તેમને બીજાથી અલગ બનાવે છે. તમારી જન્મતારીખ એમાં સામેલ છે કે નથી તે જાણવા માટે ખબરને અંત સુધી જરૂર વાંચો.

આ છે વિશેષતાઓ

  • આવા લોકો જીવનમાં આશ્ચર્યજનક કામ કરે છે. તેમના ટેલેન્ટની આશા તેમને જાણવા વાળા લોકોને પણ નથી હોતી. તેમનો સ્વામી ગ્રહ રાહુ હોય છે. તે પોતાના કામથી લોકોને આકર્ષિત કરે છે. તેમની આવડત જોઇ લોકો તેમના ફેન બની જાય છે
  • તેમનામાં સાહસ અને આત્મવિશ્વાસ ઘણો ભરેલો હોય છે. તે ક્યારેય પણ કોઈનાથી ગભરાતા નથી. તેઓ હંમેશા પોતાની બહાદુરીનો પરિચય આપે છે. જેનાં લીધે તેમનામાં આત્મવિશ્વાસની કોઇ કમી નથી હોતી. તેઓ હંમેશા જ્યાં પણ જાય છે અને જે પણ કાર્ય કરે છે, તેમાં હંમેશા આત્મવિશ્વાસથી ભરેલા હોય છે.

  • આ લોકો સ્વભાવનાં ઈમાનદાર હોય છે. એમના પર આંખ બંધ કરીને ભરોસો કરી શકાય છે. તેઓ ક્યારેય પણ તમને દગો નથી આપતા. એજ કારણ છે કે એમની લવ લાઈફ પણ સારી હોય છે. તેમનો પાર્ટનર તેમની વફાદારીથી ખુશ રહે છે. જે વ્યક્તિ તેમની સાથે લગ્ન કરે છે, એનું વૈવાહિક જીવન સુખમય પસાર થાય છે.
  • તેઓ જે પણ કાર્ય કરે છે, એને સમયસર પૂર્ણ કરે છે. તેઓ સમયની કિંમતને સારી રીતે સમજે છે. તેઓ દરેક જગ્યાએ ટાઈમ પર પહોંચે છે. એમને દરેક વિષયની જાણકારી હોય છે. પોતાના દમ પર તેઓ પોતાનું કાર્ય સારી રીતે કરી શકે છે.

  • રાજકારણ અને વિજ્ઞાનની ફિલ્ડમાં તેમની કારકિર્દી સારી બને છે. તેઓ સારા નેતા અને વૈજ્ઞાનિક હોય છે.
  • લાઇફમાં તેમણે આર્થિક સમસ્યાઓ સામે લડવું પડે છે. જોકે તેઓ પોતે જ કોઈપણ રીતે સંભાળી લેતા હોય છે.
  • તેઓ એક સારા મિત્રો હોય છે. પોતાની મિત્રતાને સલામત રાખવા માટે તેઓ કોઈપણ હદ સુધી જઈ શકે છે.
  • તેઓ ક્રાંતિકારી કે નેતૃત્વ કરતા વ્યક્તિત્વનાં હોય છે.

આ તારીખમાં જન્મેલા લોકો લે છે જીવનનો ભરપુર આનંદ

આ બધી વિશેષતાઓ ૪, ૧૩ અને ૨૨ તારીખે જન્મેલા લોકોની હોય છે. આ બધી તારીખમાં જન્મેલા લોકોનો મુળાંક ૪ હોય છે. આ મુળાંકનાં લોકો પોતાના જીવનનો ભરપુર આનંદ લે છે. તેઓ વર્તમાનમાં જીવવામાં વિશ્વાસ રાખે છે. કાલે શું થશે એ વાતનું ટેન્શન નથી લેતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *