અંક જ્યોતિષ અનુસાર મહિનાની ૫, ૧૪ અને ૨૩ તારીખ નાં જન્મેલા જાતકો બુદ્ધિશાળી માનવામાં આવે છે. તેઓ સાહસી અને કર્મશીલ હોય છે. તેઓ જે કાર્યને પોતાના હાથમાં લે છે તેને દરેક પરિસ્થિતિમાં જીતવાનો પ્રયત્ન કરે છે. તેઓ જીવનમાં આવતાં પડકારથી ગભરાતા નથી, પરંતુ અડગ બનીને તેનો સામનો કરીને વિજય પ્રાપ્ત કરે છે. એવું માનવામાં આવે છે કે આ તારીખ માં જન્મેલા લોકો નોકરી કરતાં વધારે વેપારમાં સફળ થતાં હોય છે.
આ લોકો હમેશા કંઈકને કંઈક નવું કરવાનું વિચારતા રહે છે. તેમને જોખમ લેવામાં મજા આવે છે. તેમની અંદર નિર્ણય લેવાની ક્ષમતા હોય છે. તેઓ અન્ય લોકોની આધીન કામ કરવાને બદલે પોતાનું કંઈક અલગ કરવાનું વિચારે છે. આ લોકો કોઈ પણ ચીજને લઈને લાંબા સમય સુધી દુઃખી રહેતા નથી અને ખુશ પણ રહેતા નથી. તેમને દરેક સમયે કંઈક નવું કરવાની ઈચ્છા રહે છે. તેમની અંદર અન્ય લોકોને પોતાની તરફ આકર્ષિત કરવાના પણ ગુણ હોય છે. મોટાભાગે તેમના મિત્ર ખુબ જ જલ્દી બની જતા હોય છે. તેમની અંદર અન્ય લોકો પાસેથી કામ કઢાવવાની પણ કલા હોય છે.
આ તારીખ માં જન્મેલા લોકો કોઈપણ ની વાત સરળતાથી માની લેતા હોય છે. તેઓ ભવિષ્યમાં થતી ઘટનાઓ વિષય પહેલાથી યોગ્ય અનુમાન લગાવી લેતા હોય છે, જેના કારણે તેઓને કોઈ પણ ચીજમાં અસફળ થવાની સંભાવના ઓછી રહે છે. તેઓ ખુબ જ ચતુરાઈથી ધન કમાય છે. તેમની આર્થિક સ્થિતિ મોટા ભાગે સારી રહે છે. તેમના જીવનમાં પૈસા સંબંધિત પરેશાનીઓ ખુબ જ ઓછી આવતી હોય છે.
આ તારીખ માં જન્મેલા લોકોનાં પ્રેમ સંબંધોની વાત કરવામાં આવે તો તેઓ સ્થાયી રહેતા નથી. આ લોકો જલ્દી પ્રેમમાં પડી જાય છે, જેનાથી તેમનો સંબંધ તુટવાની સંભાવના વધારે રહે છે. બીજી વખત તેઓ એલર્ટ રહેતા હોય છે. તેમની મેરેજ લાઇફ ખુબ જ સારી રહે છે.
જો તેમના કાર્યક્ષેત્રની વાત કરવામાં આવે તો આ લોકો વેપારમાં ખુબ જ સફળ બને છે. તેઓ સારા મેનેજર, લેખક, પબ્લિક રિલેશન અધિકારી, વકીલ, જજ, ડોક્ટર, પત્રકાર અથવા જ્યોતિષ બની શકે છે.