દુનિયામાં એવી ઘણી તસ્વીરો સામે આવી છે, જેને જોઈને બધા જ લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. અમુક તસ્વીરો એવી હોય છે જે લોકોને ગુમરાહ કરે છે, તો અમુક તસ્વીરો એવી હોય છે જે લોકોને હસાવતી હોય છે. તો વળી અમુક તસ્વીરોમાં કંઈક એવું રહસ્ય છુપાયેલું હોય છે, જે દરેક લોકો શોધી શકતા નથી. આવી જ એક તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં એક કપલ એકબીજાને ગળે લગાવી રહેલ છે. આ તસ્વીરમાં પુરુષે કાળા તો મહિલાએ સફેદ રંગના કપડા પહેરેલા છે, પરંતુ આ તસ્વીરમાં બંનેના પગ જોઈને લોકો મુંઝવણમાં મુકાઈ જાય છે.
આ કપલ એક બીચ ઉપર ખુબ જ પ્રેમથી એકબીજાને ગળે લગાવી રહેલ છે અને આ તસ્વીર પણ સ્પષ્ટ છે. પરંતુ સવાલ પગ સાથે જોડાયેલો છે. આ ફોટામાં મહિલા અને પુરુષ દ્વારા કોઈ પણ ટ્રીક નો ઉપયોગ કરવામાં આવેલ નથી. આ એક સાધારણ ફોટો છે, તો પછી પગને લઈને મુંઝવણ શા માટે ઊભી થઈ રહી છે?
હકીકતમાં આ તસ્વીરમાં કપલના પગ ઉલટા દેખાઈ રહ્યા છે. પહેલા તો લોકોએ તેમને ભુત કહેલ, પરંતુ જ્યારે ફોટોને ધ્યાનથી જોવામાં આવેલ તો જાણવા મળ્યું કે અહીંયા કપલ દ્વારા કપડા પહેરવા માટે અપનાવવામાં આવેલ છે. પુરુષ સફેદ ટીશર્ટ ની સાથે કાળા કલરની કેપ્રી પહેરેલી છે અને તે કેપ્રી માં સફેદ કપડા ઉમેરીને મહિલાની સાથે સફેદ કપડાની સાથે એવી રીતે ઉભો રહેલ છે કે ફોટો અજીબ દેખાઈ રહ્યો છે. એ જ કારણ છે કે લોકોને જાણવામાં મુશ્કેલી થઈ રહી છે કે કયા પગ કોના છે.
આ ફોટોને લઈને એક યુઝરે દાવો કર્યો હતો કે પુરુષના શોર્ટ્સમાં બે રંગ છે. વચ્ચે સફેદ અને બહારની તરફ કાળો રંગ છે. મહિલાએ એક કાળા રંગનો ડ્રેસ પહેરેલો છે, જેના લીધે ભ્રમ ઉભો થાય છે કે શોર્ટ્સનો કાળો હિસ્સો સફેદ હિસ્સાથી ઉપર જઈ રહેલ છે, પરંતુ તે ફક્ત મહિલાનો ડ્રેસ છે જે આવી રીતે દેખાઈ રહ્યો છે.