આ વ્યક્તિનાં કાનમાંથી નીકળી એવી ચીજ કે જેને જોઈને ડૉક્ટરનાં પણ હોશ ઊડી ગયા

Posted by

ઘણી વખત આપણી આસપાસ એવી ઘટનાઓ થતી હોય છે, જે આપણને આશ્ચર્યચકિત કરી દેતી હોય છે. સાધારણ વ્યક્તિ નહીં, પરંતુ વિજ્ઞાન પણ જાણીને આશ્ચર્યમાં મુકાઇ જાય છે. આવી જ એક ઘટના એક યુવકની સાથે બની છે. ઘણા દિવસોથી કાનમાં દુખાવાથી પરેશાન એક વ્યક્તિ હોસ્પિટલ પહોંચે છે. ડોક્ટરોએ તપાસ કર્યા બાદ જણાવ્યું કે તેના કાનમાં કંઈક ફરી રહ્યું છે.

વ્યક્તિનાં કાનમાં હતી જીવતી ગરોળી

જ્યારે ડોક્ટરોએ ખુબ જ ઊંડાણપુર્વક તપાસ કરી તો જે જાણવા મળ્યું તે જાણીને વ્યક્તિની સાથે સાથે ડોક્ટરોના પણ હોશ ઉડી ગયા હતા. હકીકતમાં વ્યક્તિનાં કાનમાં જીવતી ગરોળી ઘુસી ગઈ હતી. ડોક્ટરે હોશિયારી બતાવીને ગરોળીને ઇન્જેક્શન આપીને બેભાન કરી દીધી. ડોક્ટર ને ડર હતો કે ક્યાંક આ ગરોળી વ્યક્તિના મગજ સુધી ના પહોંચી જાય.

કાન માંથી નીકળી પુછડી વગરની ગરોળી

જોકે આવું કંઈ બને તે પહેલા ડોક્ટરે પોતાનું કામ કરી નાખ્યું. ગરોળી ને બેભાન કર્યા બાદ જલ્દીથી તે વ્યક્તિના કાનમાંથી બહાર કાઢી. રિપોર્ટ અનુસાર ડોક્ટરોએ ગરોળીને વ્યક્તિના કાનમાંથી બહાર કાઢી તેની પુંછડી હતી નહીં. ડોક્ટરને લાગ્યું કે ગરોળી ની પુછડી કાનમાં છુટી ગઈ છે. ડોક્ટરોએ એક વખત ફરીથી કાન ની તપાસ કરી પરંતુ કંઈ મળ્યું નહીં.

ગરોળી થી સાવધાન રહેવું

ડોક્ટરોએ જણાવ્યું હતું કે ગરોળી કાનમાં ઘુસી તે પહેલા તેની પુંછડી તુટી ગઈ હતી. તે ખુબ જ અજીબો ગરીબ ઘટના હતી. આ ઘટના ચીનની છે. વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. ડોકટરોએ વ્યક્તિને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપીને તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દીધો. હકીકતમાં આ ઘટના જાણી લીધા બાદ તમારે પણ ગરોળીથી સાવધાન રહેવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *