આ વ્યક્તિને ઐશ્વર્યા કરતી હતી પાગલની જેમ પ્રેમ, પરંતુ ફેમસ થતાંની સાથે જિંદગી માંથી કરી દીધો બહાર

Posted by

બોલીવુડની સુંદર એક્ટ્રેસ એશ્વર્યાને કોણ નથી ઓળખાતું. ઐશ્વર્યા એક એવી મહિલા છે, જે માત્ર સુંદરતા જ નહીં પરંતુ પોતાના શક્તિશાળી અભિનયથી લોકોના દિલ પર રાજ કરે છે. એશ્વર્યા સુંદરતાનું ઉદાહરણ છે અને તેની જેવી સુંદર મહિલા આ દુનિયામાં ભાગ્યે જ હશે. ભલે આજે પ્રિયંકા અને દીપિકા હોલિવૂડમાં સારું નામ કમાઇ રહી છે, પરંતુ હકીકતમાં બોલીવુડની દુનિયાભરમાં ઓળખાણ એશ્વર્યા રાયે કરવી છે. તેના કરોડો ફેન્સ છે.

વાત કરીએ એશ્વર્યાની લવ લાઇફની તો તે છુપાયેલી નથી. બધા જાણે છે કે એશ્વર્યા રાયે સલમાન ખાન અને વિવેક ઓબરોયને ડેટ કરેલ છે. પરંતુ સલમાન ખાનની સાથે તેનું અફેર સૌથી વધારે ચાલ્યું. સલમાન ખાન અને ઐશ્વર્યાનાં અફેરનાં સમાચાર તે દિવસોમાં ખુબ જ ચર્ચામાં હતા. સલમાન અને વિવેકને પણ લગભગ બધા જાણે છે. પરંતુ શું તમે જાણો છો કે તેના પહેલાં પણ એશ્વર્યાનો એક બોયફ્રેન્ડ હતો, જેને તે ખુબ જ પ્રેમ કરતી હતી. હકીયતમાં મોડેલિંગ દરમિયાન એશ્વર્યાની કારકિર્દીની શરૂઆતના દિવસોમાં તે રાજીવ મુલચંદાનીને ડેટ કરતી હતી.

સફળતા મળ્યા પછી તોડી નાંખ્યો સંબંધ

એશ્વર્યા પોતાના શરૂઆતના દિવસોમાં રાજીવ મુલચંદાની સાથે રિલેશનશિપ હતી. બંનેની ઓળખાણ મોડેલિંગ દરમિયાન થઇ હતી. રાજીવ પણ એક મોડલ હતા અને બંને સાથે કામ કરતા હતા અને બન્ને એક બીજાના નજીક આવ્યા અને તે બંનેનો સંબંધ પ્રેમમાં બદલાઇ ગયો. બંનેની સાથે ઘણા ફોટોશૂટ પણ કરાયા છે અને તે લાંબા સમય સુધી સંબંધમાં રહ્યા. ત્યાર પછી ૧૯૯૪માં મિસ વર્લ્ડ બન્યા પછી ઐશ્વર્યાને સફળતા મળવાની ચાલુ થઈ. જેમ જેમ ઐશ્વર્યા ને સફળતા મળતી ગઈ, તેમ-તેમ તે રાજીવને દુર કરતી ગઈ. જ્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં એશ્વર્યા રાયને બધા ઓળખવા લાગ્યા, ત્યારે તેણે રાજીવ સાથે પોતાનો સંબંધ તોડી નાખ્યો.

સલમાન ખાન સાથે સંબંધ

એશ્વર્યા થોડા દિવસોમાં બોલીવુડની હીરોઈન બની ગઈ અને સલમાન ખાનની સાથે સંબંધોમાં આવી. સંજય લીલા ભણસાલી સલમાન ખાનનાં સારા મિત્ર હતા અને સલમાન ખાને ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ એશ્વર્યાને લેવા માટે રીક્વેસ્ટ કરી અને ફિલ્મ સુપરહિટ સાબિત થઈ. આ ફિલ્મ પછી એશ્વર્યા રાતોરાત સ્ટાર બની ગઈ અને તેણે પાછળ ફરીને જોયું નહીં. સલમાન ખાનની સાથે સબંધો સુધરતાં અને બગડતા તે વાતને લઈને તે હંમેશા ચર્ચામાં રહેતી.

ખબરો અનુસાર એશ્વર્યાનાં માતા પિતા સલમાન ખાનને પસંદ કરતા ન હતા. પરંતુ માતા-પિતા ની ઉપરવટ જઈને તે સલમાન ખાનની સાથે રહેવા લાગી. પરંતુ થોડાક જ દિવસોમાં તે સલમાનની શંકા કરવાની આદત, મારપીટ અને અડિયલ નેચર થી પરેશાન થઈ અને ઘરે જતી રહી. સલમાન ખાનની સાથે તેમનો સંબંધ એટલો ખરાબ થઈ ગયો કે તેમણે તેની સાથે બ્રેક-અપ કરી લીધું અને ત્યાર પછી તે વિવેક ઓબેરોય સાથે રિલેશનશિપમાં આવી. પરંતુ વિવેક સાથે પણ તેમનું બ્રેક-અપ થઈ ગયું અને તેણે વર્ષ ૨૦૦૦માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કરી લીધા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *