સોશિયલ મીડિયા કેવી રીતે રાતોરાત કોઈ વ્યક્તિનું નસીબ બદલી દે છે તેનું ઉદાહરણ છે રાનું મંડલ. પોતાના અવાજથી રાનુ એ ઇન્ટરનેટ પર યુઝર્સને પોતાના દિવાના બનાવી દીધા. જેનું પરિણામ આવ્યું કે તેઓ “ઇન્ટરનેટ સ્ટાર” બનીને સામે આવ્યા. રાનું નું ગીત બોલિવૂડના સિતારાઓ સુધી પહોંચ્યું. ત્યારબાદ હિમેશ રેશમિયા તેઓને પોતાના ફિલ્મમાં ગાવાનો અવસર આપ્યો. પરંતુ હિમેશ રેશમિયા પહેલા એક વ્યક્તિ છે જે રાનું માટે ફરિસ્તો બનીને આવ્યો. આ વ્યક્તિએ રાનું નો વિડીયો બનાવ્યો જે વાયરલ થઈ ગયો. ચાલો અમે તમને એ વ્યક્તિ સાથે મુલાકાત કરાવીએ.
રાનું પશ્ચિમ બંગાળના રાનાઘાટ સ્ટેશન પર ગીત ગાતા પસાર થઇ રહી હતી. તેને ઘણા લોકોએ ગીત ગાતા જોઈ પરંતુ હંમેશા લોકો તેને ધ્યાનમાં લીધી નહીં. રાનું હંમેશા જુના ગીતો ગાતી હતી. તેના વાયરલ થયેલા વીડિયોમાં તે લતા મંગેશકર નું ગીત “એક પ્યાર કા નગમાં હૈ” ગાઈ રહી હતી.
તેવામાં એક દિવસ જ્યાં રાનું ત્યાં ગીત ગાઈ રહી હતી ત્યાં અતિન્દ્ર ચક્રવર્તી સ્ટેશન પર હાજર હતા અને તેઓએ વીડિયો બનાવી લીધો. અતિન્દ્રએ આ વિડીયો પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કર્યો. બસ પછી તો જે થયું તે બધા જ લોકો જાણે છે. રાનું જે સમયે હિમેશ રેશમિયા સાથે ગીત રેકોર્ડ કરી રહી હતી તે સમયે અતિન્દ્ર પણ સ્ટુડિયોમાં હાજર હતા.
અતિન્દ્રને પણ વિશ્વાસ નહોતો કે તેમનો એક વિડિયો આ મહિલાની જીંદગી બદલી દેશે. રાનું ને ફિલ્મમાં ગીત ગાવાનો અવસર આપવા માટે અતિન્દ્રએ હિમેશ રેશમિયા નો આભાર માન્યો હતો. વિડિયો વાઇરલ થયા બાદ અતિન્દ્ર સતત રાનું ના સંપર્ક માં છે. અતિન્દ્ર વ્યવસાયે એક સોફ્ટવેર એન્જિનિયર છે અને રાનાઘાટ માં જ રહે છે.
હિમેશ રેશમિયાની આગામી ફિલ્મ “હેપ્પી હાર્ડી એન્ડ હીર” છે. જેમાં રાનુ મંડલે “તેરી મેરી કહાની” નામનું ગીત ગાયેલ છે. હિમેશ રેશમિયા એ એક વિડિયો પણ શેર કરેલ છે જેમાં રાનું સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરતી નજર આવે છે. તેની પાસે હિમેશ રેશમિયા ઉભા રહીને તેને ગાઈડ કરતા નજર આવે છે.