જો તમે પણ કોલેજ સ્ટુડન્ટ છો અને વજન ઓછું કરવા ઇચ્છો છો તો આ સ્ટોરી તમને ઘણું પ્રેરિત કરશે. આ સ્ટોરીમાં અમે વાત કરી રહ્યા છે, એક એવી જ કોલેજ સ્ટુડન્ટ અનુષ્કાની. જે ઓછી ઉંમરથી જ પોતાના વજનને લઈને ટીઝિંગ નો શિકાર રહી, પરંતુ સમય રહેતાં તેમણે પોતાના પર ફોકસ કર્યો અને હેલ્દી ડાયટની મદદથી ૩૨ કિલો વજન ઘટાડ્યું. તમારામાંથી ઘણા યંગ છોકરા કે છોકરી વિચારી રહ્યા હશે કે વજન ઓછું કરવા માટે તમારે જિમ જવાની જરૂરત હોય છે કે પછી મોંઘી મશીન કે પ્રોડક્ટ ખરીદવા પડે છે. જે તમારી પોકેટ મનીમાં ફીટ નથી બેસતા. પરંતુ અમે તમને બતાવીએ અનુષ્કાએ જીમ ગયા વગર અને કોઈ બહાર ની પ્રોડક્ટ વગર ઘર પર જ પોતાનું વજન ઓછું કર્યું છે.
આ બધા કોલેજ સ્ટુડન્ટ્સને પ્રેરિત કરવા વાળી કહાની છે. જેને લાગે છે કે એમને પોતાનામાં બદલાવ લાવવાની જરૂરિયાત છે. આ વેટ લોસ જર્ની માં અનુષ્કાની મદદ કરવા માટે એમની ડાયટિશિયનએ એમને સાચી ડાયટ આપી અને આ આધાર પર એમણે વધારે જાણકારી માટે અમને લખનઉનાં વેલનેસ ડાયટ ક્લિનિક ની ડાયતિશિયન ડૉ. સ્મિતા સિંહ સાથે વાત કરી.
વજનને લઈને મિત્રનું ચિડવવું બન્યું મારા તણાવનું કારણ
લખનઉની રહેવાસી ૨૦ વર્ષીય અનુષ્કા જોશી બી.ટેક કરી રહી છે. તેમને વજનને લઈને પોતાની સમસ્યાને લઈને બતાવ્યું કે જ્યારે તે અગિયારમા ધોરણમાં હતી તો એમના મિત્ર એમના વજનને લઈને ચીડવતા હતા. અનુષ્કાએ બતાવ્યું કે, “મેં પોતાને આજે પણ એટલો જ પ્રેમ કરું છું, જેટલો પહેલા કરતી હતી. પરંતુ લોકો હંમેશા તમારા લુક પ્રમાણે જજ કરે છે. મારી સાથે પણ એવું જ થયું. મારા મિત્ર મને વધેલા વજનને કારણે ચીડવતા હતા. એમનો ફોકસ અમારા વજન પણ રહેતો હતો. એમના કારણે મને સ્ટ્રેસ તો થતો જ હતો. કારણ કે તે સમયે ભણતર પણ હતું અને વજનને લઈને હું દરેક સમયે વિચારવા લાગી હતી. આ મુશ્કેલીથી બચવા માટે મેં ડાયટની મદદ લેવાનો નિર્ણય કર્યો અને ડાયટીશિયન સાથે સંપર્ક કર્યો.” અનુષ્કાએ બધાને સલાહ આપતાં કહ્યું કે જે લોકો તમે પોતાનાથી અલગ જુઓ, જેમ કે કોઈ વધારે વજનના વ્યક્તિ તો એને ચિડવવાની કે એના પર તંજ કરવાની જગ્યાએ તમે એને ફિટ થવા માટે પ્રેરિત કરો. એનાથી એ વ્યક્તિનો મનોબળ વધી રહેશે.
ડાયટનાં સહારે ઓછો કર્યું ૩૨ કિલો વજન
અનુષ્કાએ બતાવ્યું કે જ્યારે તે ૧૧માં ધોરણ ધોરણમાં હતી. ત્યારે એનું વજન ૮૭ કિલો હતું. ડાયટ શરૂ કરવાના પહેલાં જ અઠવાડિયામાં એમણે ઘણો મોટો ફરક જોવા મળ્યો. ડાયટ શરૂ કરવાના એક અઠવાડિયા બાદ અનુષ્કાનું વજન ૧.૫ કિલો ઓછું થઈ ગયું. અનુષ્કાએ બતાવ્યું કે, “એક અઠવાડિયામાં મેં પોતાનામાં બદલાવ જોઈને હું પણ આશ્ચર્ય હતી. પછી મેં નિર્ણય કર્યો કે હવે ડાયટનાં સહારે હું વજન ઓછું કરીશ અને ત્યારબાદ મે ડાયટને પુરા નિયમ પ્રમાણે ફોલો કરીને ૩૨ કિલો વજન ઓછું કર્યું. હું રોજનાં ૧૫ થી ૩૦ મિનિટ વોક પણ કરતી હતી. અનુષ્કાની ડાયટિશિયન ડોક્ટર સ્મિતા સિંહે બતાવ્યું કે ડાયટ કરવાનો મતલબ પોતાને ભુખ્યા રાખવાનો નથી હોતો, પરંતુ ડાયટની મદદથી તમને બોડીમાં એનર્જી અનુભવ થશે. તમને એવું નહિ લાગશે કે તમારું પેટ ખાલી છે.
આ આસન ડાયટ પ્લાનથી કોલેજ સ્ટુડન્ટ ઓછું કરી શકે છે વજન
ડોક્ટર સ્મિતા સિંહે બતાવ્યું કે, “જો તમે કોલેજ સ્ટુડન્ટ કે ઓફિસ જાઓ છો કે ઘર પર રહો છો તો આ ડાયટ પ્લાન બધા માટે હેલ્ધી છે. તમારે થોડા અલગ થી નથી ખાવાનું. બસ જે ઘરે બનાવેલું છે એ જ ખાવાનું છે અને ખાવાનો ટાઈમ ફિક્સ કરી લો. દિવસમાં ૭ થી ૮ ગ્લાસ પાણી જરૂર પીઓ. ચાલો જાણીએ અનુષ્કાએ કયા ડાયટ પ્લાન ફોલો કરીને પોતાનું વજન ઓછું કર્યું-
- મોર્નિંગ : સવારનાં સમયે એક ગ્લાસ પાણી સાથે + લીંબુનો રસ/ એક ચમચી એપલ સાઇડર વિનેગર /ચીયા સીડ્સ
- બ્રેકફાસ્ટ : બ્રાઉન બ્રેડ સેન્ડવીચ /પૌઆ /ઉપમા/ ઈડલી/ મગદાળ ચિલા
- મીડ મોર્નિંગ : કોઈપણ ૧ ફળ જેમ કે સફરજન, સંતરા, કીવી વગેરે
- બપોરનું ભોજન : બે રોટલી +સબ્જી +સલાડ (ટમાટર , કાકડી)
- સાંજનો નાસ્તો : ગ્રીન ટી+ મખાને / ૨ લાઈટ બિસ્કીટ
- રાત્રિનું ભોજન : એક રોટી + સબ્જી + સલાડ
વજન ઓછું કરવા માટે ડાયટમાં કરો આ ૪ બદલાવ
- અનુષ્કાએ બતાવ્યું કે પહેલા તે પોતાની ભુખ પ્રમાણે રોટલી ખાતી હતી, પરંતુ ડાયટ પ્રમાણે હવે તે ૨ રોટી બપોરે અને ૧ રોટલી રાત્રે ખાવામાં જમે છે. એનાથી વજન ઓછું કરવામાં મદદ મળી.
- પહેલા અનુષ્કા ત્રણ વાર પોતાનું મિલ લેતી હતી. જેમાં નાસ્તો, લંચ અને ડિનર સમેલ હતા. પરંતુ હવે તે પાંચ વાર પોતાનું મિલ લે છે, જેમાં નાસ્તા, લંચ, ડિનર સાથે સાંજનો નાસ્તો, મીડ-મોર્નિંગ પણ સામેલ છે.
- અનુષ્કાએ બતાવ્યું કે પહેલા તે બહારનું જ્યુસ કે પેકેટ વાલી ડ્રીંક પણ પિતી હતી, પરંતુ ડાયટ માટે એમણે ગ્રીન ટી, ગરમ પાણી વગેરેને રૂટિનમાં સામેલ કર્યા.
- અનુષ્કાએ બતાવ્યું કે જમતા સમયે એક સિમ્પલ ટ્રિક ટ્રાય કરો. પહેલા હું માત્ર ખોરાક ખાતી હતી. હવે હું ખાવાનું શરૂ કરવા પહેલા અને પછી સલાડ ખાવું છું. એનાથી મને ખાવાનો વધારે પોર્શન ખાવાથી બચી શકું છું અને એનાથી મારું વજન પણ ઓછુ થઈ શક્યું.
વજન ઓછું કરવા માટે કંઈ વસ્તુને એવોઇડ કરવાની છે?
- દિવસભર ખાંડની માત્રા ઓછી કરો. એક દિવસમાં તમારે બે ચમચીથી વધારે ખાણ કન્ઝ્યુમ કરવાની નથી.
- પેકેટ ફૂડ જેમ કે ચીપ્સ, મેયો, સ્પ્રેડ, જામ વગેરેને અવોઇડ કરો.
- મેંદો તમારે સંપુર્ણ રીતે અવોઈડ કરવાનો છે. તેની જગ્યા એ મિકડ ગ્રેનનો ઉપયોગ કરો.
- વ્હાઈટ બ્રેડ ની જગ્યાએ બ્રાઉન બ્રેડની સ્લાઈસ ખાઓ.
વજન ઓછું કરવા માટે તમારે વધારે મહેનત કરવાની જરૂરિયાત નથી. દિવસમાં ઓછામાં ઓછું ૪૦ મિનીટ એક્સરસાઇઝ કરો. ખાવાનો સમય ફિક્સ કરો. સુગર અવોઈડ કરો અને પોતાની લાઈફમાં ફળ અને શાકભાજીને એડ કરો. વધારે જાણકારી માટે તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.