આ યુવતીને મિથુન ચક્રવર્તીએ કચરાનાં ઢગલા માંથી ઉઠાવીને પોતાની દિકરી બનાવેલ, આજે દેખાય છે અદ્ભુત સુંદર

Posted by

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અને રાજકીય નેતા મિથુન ચક્રવર્તીએ બોલીવુડમાં એક મોટું નામ મેળવ્યું છે. ૮૦નાં દશકમાં તેમણે એક થી સારી એક હિટ ફિલ્મો આપી છે. મિથુન ચક્રવર્તી ત્રણ દીકરા મહાક્ષય, નામશ અને ઉષ્મે ચક્રવર્તીનાં પિતા છે. જોકે મિથુન ચક્રવર્તીની એક દીકરી પણ છે. તેમની દીકરીનું નામ દિશાની ચક્રવર્તી છે. દિશાની સમાચારો થી દુર જ રહે છે. પરંતુ ચાલો આજે તમને મિથુન ચક્રવર્તીની દીકરી વિશે વિગતવાર જણાવીએ.

મિથુને દિશાનીને ઘણી પ્રેમથી ઉછેરી છે. આ વાત ઘણા ઓછા લોકોને ખબર છે કે દિશાની ચક્રવર્તી મિથુનની સગી દીકરી નથી. દિશાની મિથુનની દત્તક લીધેલી દીકરી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે દિશાની મિથુનને કચરાના ઢગલામાંથી મળી હતી.

૨૮ વર્ષ પહેલા મિથુનને જાણ થઈ હતી કે એક નવજાત ને તેના માતા-પિતા કચરાનાં ઢગલા માં છોડી ગયા છે. આ ખબર બીજા દિવસે સમાચારમાં છપાઈ તો મિથુને પત્ની યોગીતા બાલી સાથે બાળકીને દત્તક લેવાની ઇચ્છા વ્યક્ત કરી અને મિથુનને એક કચરાનાં ઢગલામાં મળેલી બાળકીને પોતાના ઘરની ચિરાગ બનાવી લીધી.

ભલે દિશાની, મિથુનદા ની સાચી દીકરી નથી. જોકે બંને વચ્ચે ઘણો પ્રેમ છે. મિથુન માટે તો શરૂઆતથી જ તેનું બધું જ મિથુન દા જ રહ્યા છે. દિશાની દુનિયામાં આવી તો માં-બાપે તેને કચરાના ઢગલામાં ફેંકી દીધી. પરંતુ પછી મિથુને તેનું જીવન જ બદલી દીધું. તે હાલમાં ન્યુયોર્ક ફિલ્મ એકેડેમી થી અભ્યાસ કરી રહી છે.

સુંદરતાની બાબતમાં દિશાની કોઈ હિન્દી ફિલ્મ અભિનેત્રી થી ઓછી નથી લાગતી. તે ઘણી સુંદર અને ગ્લેમરસ છે. જણાવી દઈએ કે તે હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. મિથુન ની દીકરીએ ભલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગલાં ન રાખ્યા હોય પણ હંમેશા તેમના ફિલ્મોમાં પગલાં રાખવાના લઈને ચર્ચા થતી રહે છે.

દિશાની ચક્રવર્તી સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. હંમેશા તે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટથી પોતાની સુંદર અને સ્ટાઇલિશ ફોટો શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર તેની સારી એવી ફેન ફોલોઇન્ગ છે. તેમને ઇન્સ્ટાગ્રામ પર ૮૦ હજારથી પણ વધારે લોકો ફોલો કરે છે. દિશાનીનાં ફોટોને સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવે છે અને તેના ફોટો આવતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જાય છે. મિથુન દા એ પોતાની દીકરીનું પાલનપોષણ કોઈ રાજકુમારીની જેમ કરેલું છે.

દિશાની નો અભ્યાસ મોંઘી સ્કુલમાંથી એક માં થયો છે. જ્યારે આગળના અભ્યાસ માટે મિથુન દા એ પોતાની દીકરીને વિદેશ મોકલી આપી હતી. જ્યાં તે અમેરિકામાં હાલમાં અભ્યાસ કરી રહી છે. મિથુન દા સાથે જ દિશાનીનાં ત્રણ ભાઈ (મહાક્ષય ચક્રવર્તીની, નમાશી ચક્રવર્તી અને ઉષ્મેય ચક્રવર્તી) અને માતા યોગીતા બાલી સાથે પાસેથી પણ ઘણો પ્રેમ મળે છે.

બે શોર્ટ ફિલ્મમાં કામ કર્યું, હવે બોલીવૂડમાં ડેબ્યુ કરશે

દિશાની એ અત્યાર સુધીમાં બે શોર્ટ ફિલ્મ “હોલી સ્મોક” અને “અંડરપાસ” માં કામ કરી ચૂકી છે. તેમની શોર્ટ ફિલ્મ થી એક્ટિંગ ડેબ્યુ વર્ષ ૨૦૧૭ માં થયું. તેમની પહેલી શોર્ટ ફિલ્મ “હોલી સ્મોક” જે એમના મોટાભાઈ ઉષ્મેય (રીમોહ) ચક્રવર્તી એ ડાયરેક્ટ કરી હતી. આશા છે કે ખુબ જ જલ્દી દિશાની હિન્દી સિનેમામાં પગલાં રાખવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *